2022ના વર્ષમાં સરકારી કર્મચારીઓને 19 જાહેર રજા મળશે, પાંચ રજા રવિવારે - Sandesh
  • Home
  • Ahmedabad
  • 2022ના વર્ષમાં સરકારી કર્મચારીઓને 19 જાહેર રજા મળશે, પાંચ રજા રવિવારે

2022ના વર્ષમાં સરકારી કર્મચારીઓને 19 જાહેર રજા મળશે, પાંચ રજા રવિવારે

 | 4:23 am IST
  • Share

મરજિયાત રજાની સંખ્યા 42 રહેશે અને બેન્ક હોલિડે 16 મળશે

નવું વર્ષ અને ભાઈબીજ એક દિવસે, દિવાળી ઓક્ટોબરમાં આવશે

રાજ્ય સરકાર દ્વારા 2020ના વર્ષની જાહેર રજાઓની યાદીનું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. 2022ના વર્ષમાં 19 જાહેર રજાઓ મળશે. જેમાં જાન્યુઆરી, માર્ચ અને મે માસમાં 22 રજાઓ આવે છે. જ્યારે એપ્રિલમાં 4, ઓગસ્ટમાં સૌથી વધુ 6 અને ઓક્ટોબરમાં 5 રજા આવે છે. નવેમ્બરમાં માત્ર 1 રજા આવશે. 2022ના વર્ષમાં દિવાળી ઓક્ટોબર માસમાં આવશે. નવું વર્ષ અને ભાઈબીજ એક જ દિવસે એટલે કે 26 ઓક્ટોબરે આવશે. રામનવમી, બકરી ઈદ, મહાત્મા ગાંધી જયંતી, ઈદ એ મિલાદુન્નબી અને ક્રિસ્મસ આ પાંચ રજા રવિવારે આવશે. મરજિયાત રજા 42 રહેશે. જ્યારે બેન્ક હોલિડે 16 રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો