20th November 2019 top headline till 03 pm
  • Home
  • Featured
  • [email protected]: નિત્યાનંદના ગોરખધંધાનો પર્દાફાશ, PM મોદીની NCP ચીફ સાથે મુલાકાત

[email protected]: નિત્યાનંદના ગોરખધંધાનો પર્દાફાશ, PM મોદીની NCP ચીફ સાથે મુલાકાત

 | 2:58 pm IST

અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાંથી મા પ્રાણપ્રિયા અને મા પ્રિયાતત્વની ધરપકડ કરાઇ છે. અમદાવાદના હાથીજણ પાસેના હિરાપુરમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં જ લગભગ ગેરકાયદે ચાલતા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક દિવસથી મુખ્યમંત્રી પદને લઇ રાજકીય વિવાદ વકર્યો છે. આ બધાની વચ્ચે શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. રાજ્યસભામાં આજે કૉંગ્રેસ તરફથી કાશ્મીરમાં સ્થિતિ અને ઇન્ટરનેટ ના ચાલવા, વિદ્યાર્થીઓનાં શિક્ષણમાં અડચણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને આજે વૈશ્વિક આતંકવાદમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર ચિંતા વ્યકત કરી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ હરમનપ્રીત કૌરના ઇજાગ્રસ્ત થયા બાદ ડેબ્યૂ કરનાર મહિલા ખેલાડી હરલીન દેઓલનો એક અનોખો અંદાજ સામે આવ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જેની બીજી મેચ 22 નવેમ્બરથી કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે શરૂ થશે. સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા માટે કરો ક્લિક-1: નિત્યાનંદના ગોરખધંધાની કરતૂતનો પર્દાફાશ, લોકોને આકર્ષવા જાણો કેવા અવતારો કરે છે ધારણ

અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાંથી મા પ્રાણપ્રિયા અને મા પ્રિયાતત્વની ધરપકડ કરાઇ છે. આ બંને મૈસૂરની હોવાનું તપાસમાં ખુલ્યુ છે. નિત્યાનંદ સ્વામી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બાબાઓ ભૂલકાઓને ધાર્મિક વિધિ ભણાવતો હતો. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-2: નિત્યાનંદના આશ્રમમાં ફરતો વધુ એક જટાધારી બાવો ખુલ્લો પડ્યો, Videoમાં ખુલ્યું એવું રહસ્ય કે…

અમદાવાદના હાથીજણ પાસેના હિરાપુરમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં જ લગભગ ગેરકાયદે ચાલતા અને દક્ષિણમાં ‘સેક્સ સ્વામી’ તરીકે કુખ્યાત થયેલા નિત્યાનંદના આશ્રમના એક પછી એક સાધ્વીઓ અને બાવાઓના રહસ્યો ખુલી રહ્યા છે. હાલ આશ્રમમાં તમામ સાધવીઓની જટા નકલી હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-3: PM મોદીની NCP ચીફ સાથે સંસદમાં થઇ મુલાકાત, પવારને કરાઇ આટલા મોટા પદની ઓફર?

મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક દિવસથી મુખ્યમંત્રી પદને લઇ રાજકીય વિવાદ વકર્યો છે. આ બધાની વચ્ચે શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. હવે એક ચર્ચા એ પણ છે કે મહારાષ્ટ્રમાં એનસીપી અને ભાજપની સરકાર બની શકે છે અને તેની અવેજમાં કેન્દ્રમાં શરદ પવારની પાર્ટીને ત્રણ અગત્યના મંત્રાલય મળી શકે છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-4: રાજ્યસભામાં કાશ્મીર મુદ્દે વિરોધ પક્ષે ઉઠાવ્યા પ્રશ્નો, શાહે ગુલામ નબીને ફેંક્યો ખુલ્લો પડકાર

રાજ્યસભામાં આજે કૉંગ્રેસ તરફથી કાશ્મીરમાં સ્થિતિ અને ઇન્ટરનેટ ના ચાલવા, વિદ્યાર્થીઓનાં શિક્ષણમાં અડચણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. કૉંગ્રેસ અને વિરોધી પક્ષનાં દળોએ જવાબમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “કાશ્મીરમાં સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે.” 

વધુ વાંચવા માટે કરો ક્લિક-5: ભારતે UNમાં પાકિસ્તાનનું નામ લીધા વગર જ બરાબરનું ઝાટકી કાઢ્યું

સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને આજે વૈશ્વિક આતંકવાદમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર ચિંતા વ્યકત કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ પાકિસ્તાનનું નામ લીધા વગર સરહદ પારથી થનાર આતંકવાદને લઇ ચિંતા વ્યકત કરી. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-6: જે પુરુષ ખેલાડી ના કરી શક્યા તે મહિલા ક્રિકેટરે કરી બતાવ્યું, અનોખા અંદાજનો Video વાયરલ

આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ હરમનપ્રીત કૌરના ઇજાગ્રસ્ત થયા બાદ ડેબ્યૂ કરનાર મહિલા ખેલાડી હરલીન દેઓલનો એક અનોખો અંદાજ સામે આવ્યો છે. મૂળ પંજાબની આ ખેલાડી તેની શાનદાર બેટિંગ માટે જાણીતી છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર હરલીન દેઓલનો અલગ અવતાર જોઈ તેના ફેન્સ આશ્ચર્ય પામ્યા છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-7: પિંક બોલ, ડે-નાઇટ ટેસ્ટ મેચ પહેલા BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કેમ છે ખુશ? બતાવ્યું આ કારણ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જેની બીજી મેચ 22 નવેમ્બરથી કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે શરૂ થશે. આપને જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થનારી આ ટેસ્ટ મેચ ભારતની પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ છે. આ મેચ રમવા માટે બંને ટીમ કોલકાતા ખાતે પહોંચી ગઈ છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-8: આ સરકારી બેંક પર RBIની લાલ આંખ, ફટકાર્યો 2.5 કરોડ રૂપિયાનો ભારે ભરખમ દંડ, જાણો કારણ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) એ દેશની પ્રમુખ સરકારી બેંકોમાંથી એક એવી બેંકને 2.5 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બિહાર ખાતે એનજીઓ સૃજન મહિલા વિકાસ સહયોગ સમિતિ લિમિટેડને લઈ આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-9: સફળતાના શિખર પર અગ્રેસર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ માર્કેટ કેપ બાદ હવે મેળવી આ અનોખી સિદ્ધિ

દેશની પ્રમુખ કંપનીઓમાંથી એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડનું માર્કેટ કેપ મંગળવારે 9.5 લાખ કરોડ રૂપિયા(13,300 કરોડ ડોલર) થઈ ગયું. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી આ સ્તર સુધી પહોંચનાર પહેલી ભારતીય કંપની બની છે. ત્યારે હવે કંપનીએ વધુ એક નવી સિદ્ધિ પોતાના નામે કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: રૂ. 1,399ના આ સ્માર્ટફોનની બેટરી સિંગલ ચાર્જમાં 3 દિવસ ચાલશે

સ્માર્ટફોન કંપની Lava એ ભારતીય બજારમાં ફીચર ફોન લોન્ચ કર્યો છે. તેનું નામ Lava A5 છે. આ એક ફીચર ફોન છે. આ ફોનની સૌથી મોટી USP Super Ultra Tone Technology છે. આ ટેકનિક યૂઝરને વાતચીત ખાનગી રાખવામાં મદદ કરે છે. ફીચર ફોન હોવાને કારણે આ યૂઝર માટે પોકેટ ફ્રેન્ડલી કિંમતમાં આવે છે. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-11: વિધીની વક્રતા: આ હિટ અભિનેત્રી ટિફિન વેચીને ઘર ચલાવે છે, કહ્યું-મારે દયા નહીં કામ જોઈએ

એવી ઘણી અભિનેત્રી છે કે જે પહેલા તો સુપરહિટ રહી પણ પછી તેના દિવસો જતાં રહ્યા. એવી જ એક અભિનેત્રી એટલે કે પૂજા ડડવાલ. સલમાન ખાનની ફિલ્મ ‘વીરગતિ’થી પોતાના ફિલ્મી કરિયરની શરુઆત કરનાર પૂજા ડડવાલે ‘દબદબા’, ‘સિંદૂર કી સૌગંધ’, ‘હિન્દુસ્તાન’, ‘જીને નહીં દૂંગી’, ‘મેડમ નંબર 1’, ‘કુછ કરો ના’, ‘મૃત્યુ’, ‘તુમસે પ્યાર હો ગયા’ જેવી અનેક હિટ ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન