20th October Gujarati Top News Headlines Till 6 PM
  • Home
  • Gujarat
  • 6 PM Update: પ્રિયંકા ગાંધીની અટકાયત | સાંસદોના જાતિના નકલી પ્રમાણપત્ર

6 PM Update: પ્રિયંકા ગાંધીની અટકાયત | સાંસદોના જાતિના નકલી પ્રમાણપત્ર

 | 6:00 pm IST
  • Share

પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા યુવકના પરિવારજનોને મળવા જઈ રહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની અટકાય કરવામાં આવી છે. આ મામલે કોંગ્રેસનું કહેવું છે કે, આ યોગી સરકારની તાનાશાહી છે. ઉપરથી દબાણ હોવાના કારણે પોલીસ પ્રિયંકા ગાંધીને પીડિત પરિવારને મળવા જતા રોકી રહી છે. યોગી સરકારને પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસથી ડર લાગી રહ્યો છે, પરંતુ કોંગ્રેસ કોઈના રોકવાથી નહીં રોકાય.

ધર્માંતરણ કેસમાં ઝડપાયેલા આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે, ત્યારે પોલીસ પૂછપરછમાં તેઓએ ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. જેમાં દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં 10 જેટલા મુકબધીરોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાની કબૂલાત કરી છે. સહિત સાંજે 6 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચારો પર એકનજર

વધુ વાંચવા કરો ક્લિક-1:  આગ્રા જતાં પ્રિયંકા ગાંધીની ઉત્તર પ્રદેશ પોલીસે અટકાયત કરી

આગ્રાના જગદીશપુરામાં 25 લાખ રૂપિયાની ચોરીની આશંકામાં પકડવામાં આવેલા સફાઈ કર્મચારી અરુણકુમારનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ ઉત્તર પ્રદેશનું રાજકારણ ફરીથી એક વખત ગરમાયું છે. પોલીસે પીડિત પરિવારને મળવા જઈ રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને આગ્રા-લખનઉ હાઈવે પર અટકાવી દીધા હતા. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2:   ‘કેન્દ્રીય મંત્રી સહિત 5 સાંસદ નકલી જાતિ પ્રમાણપત્રથી પહોંચ્યા લોકસભા’

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સહયોગી જીતન રામ માંઝીએ આરોપ લગાવ્યો છે કે, એક કેન્દ્રીય મંત્રી સહિત 5 સાંસદો બોગસ જાતિના પ્રમાણપત્રની મદદથી લોકસભા પહોંચ્યા છે. શિડ્યુલ કાસ્ટ માટે રિઝર્વ બેઠકો પર આ તમામ બોગસ જાતિનો દાખલો મેળવીને ચૂંટણી લડ્યાં છે. આ મામલે તપાસ થવી જોઈએ.

વધુ વાંચવા કરો ક્લિક-3:   બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના વડોદરામાં પડઘા, ભાજપ-કોંગ્રેસ સાથ-સાથ

પાકિસ્તાની સેન્યના અત્યાચાર વિરુદ્ધ ભારતની મદદથી વર્ષ 1971માં સ્વતંત્રતા મેળવનાર પાડોશી દેશ બાંગ્લાદેશ આજકાલ ત્યાં અલ્પસંખ્યક હિન્દુઓ પર હિંસક હુમલાને લઈને ચર્ચામાં છે. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલાના ગુજરાતના વડોદરામાં પણ પડઘા પડ્યાં છે. જો કે આ દરમિયાન કાયમ એકબીજાનો વિરોધ કરનારા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-4:   ધર્માંતરણ કેસ: જાકિર હુસૈનથી પ્રભાવિત થઈ ગૌતમ હિન્દુમાંથી મુસ્લિમ બન્યો

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું છે કે, તેઓએ દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં 10 જેટલા મુકબધીરોનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. ખાસ વાત એ છે કે, આરોપી પૈકી ઉંમર ગૌતમે ખુદ સાડા 3 દાયકા પહેલા 20 વર્ષની ઉંમરે હિન્દુ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો. ઉંમર ગૌતમ મુસ્લિમ સ્પીકર જાકિર હુસૈનથી પ્રભાવિત થઈને હિન્દુમાંથી મુસ્લિમ બનવાનો નિર્ણય કર્યો હતો

વધુ વાંચવા કરો ક્લિક-5:  આર્યન ખાનને મોટો ઝટકો, કોર્ટે ફરી એક વખત જામીન અરજી ફગાવી

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આર્યન ખાન સાથે તેના મિત્ર અરબાજ મરચન્ટ અને મુનમુન ધામેચાની પણ જામીન અરજી પર ફગાવી દેવામાં આવી છે. સ્પેશિયલ NDPS કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. ડ્રગ્સ કેસમાં આર્યનની જામીન અરજી પર 14 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં જજે વકીલોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-6:   T20 WC: ચાલુ મેચમાં ધોનીએ ઋષભ પંતને વિકેટકીપિંગની ટિપ્સ આપી

ભારતીય ટીમની ફિલ્ડીંગ દરમિયાન બાઉન્ડ્રી પર ટીમના માર્ગદર્શક મહેન્દ્ર સિંહ ધોની વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત સાથે લાંબી ચર્ચા કરતા નજર આવ્યો હતો. એમએસ ધોની અહિંયા પંતને વિકેટકીપિંગ સાથે જોડાયેલ ટિપ્સ આપી રહ્યો હતો, આ દરમિયાન ધોની પંતને સતત પ્રેક્ટિસ કરવી રહ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-7:   T20 WC 2021: ટીમ ઇન્ડિયાને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ

ઈંગ્લેન્ડ સામેની હાઇસ્કોરિંગ મેચમાં વિજય મેળવીને ટી-20 વર્લ્ડકપની તૈયારીઓને વધારે મજબૂત કરનાર ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પોતાની બીજી અને અંતિમ વોર્મ-અપ મેચ રમી રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીની પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે  ટીમ ઇન્ડિયાએ મેદાનમાં આવતાની સાથે જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને રન બનવતા અટકાવી દીધા હતા. ઈનિંગ્સના અંતે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ નિર્ધારિત 20 ઓવરના અંતે 5 વિકેટ પર 152 રન ફટકાર્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-8:   અમદાવાદ પોલીસ તહેવારને લઈને સતર્ક, જાહેર કર્યા નવા નિયમો

રાજ્યમાં તહેવારની સિઝન પૂરજોશમાં ખીલી છે, ત્યારે સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસ સતર્ક બની છે. રાજ્યમાં ચોરી-લૂંટના બનાવ અટકાવવા, ગુનાહિત કૃત્ય કરનારને પકડવા માટે પોલીસ કમિશ્નરે ખાસ નિયમો જાહેર કરી દીધા છે. તમે પણ જાણો તહેવારની સિઝનમાં સતર્ક રહેવા માટેના નવા નિયમો શું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો