21-day-long-vrat-started-her-heartily-devi-annapurna
  • Home
  • Astrology
  • 21 દિવસ સુધી ચાલતાં માતા અન્નપૂર્ણાના વ્રતનો આજથી ભાવભેર આરંભ

21 દિવસ સુધી ચાલતાં માતા અન્નપૂર્ણાના વ્રતનો આજથી ભાવભેર આરંભ

 | 9:44 am IST

માગશર માસમાં શુક્લ પક્ષની છઠની તિથિ 21 દિવસીય અન્નપૂર્ણા માતાના વ્રતનો ભાવભક્તિભેર આરંભ થશે. સૌભાગ્યવતિ સ્ત્રીઓ વ્રત કરે તો એમનાં હાથે અન્નની દેવી મા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે.

ઉપનિષદોમા નચિકેતાનાં એક પ્રશ્નનાં જવાબમાં ઋષી એમ કહે છે ‘આ સૃષ્ટિમાં જીવને જન્મ આપનાર અન્નનું બીજ છે. પુરૂષમાં વિર્ય અન્નછે, અને સ્ત્રીમાં બીજ પણ અન્ન છે.’ આજે પણ ભોજન કર્યા પછી બોલાતી પ્રાર્થનામાં અન્ન પૂર્ણે સદા પૂર્ણે શંકર: પ્રાણ વલ્લભે એમ કહી મા અન્નપૂર્ણાને સ્મરવામાં આવે છે.

મા પાર્વતીજીનું એક સ્વરૂપ અન્નપૂર્ણા છે. તેમની ભકિત કરવાથી ધનધાન્યનાં ભંડાર ભરપુર રહે છે. ભગવાન દેવાધિદેવ મહાદેવ ભિક્ષા માંગીને જીવન વ્યતિત કરી રહ્યા હતા, તેમની સાથે લગ્નગ્રંથીથી બંધાયા પછી મા અન્નપૂર્ણા બન્યા અને ભગવાન શિવને ભિક્ષા માંગવામાંથી મુકિત મળી. 

અન્નપૂર્ણા દેવીની વ્રત કથા

એક વખત એક ભક્ત કાશીમાં માં અન્નપૂર્ણાની વાતોથી પ્રભાવિત થયો એવું કહેવાય છે કે કાશીમાં માતાના ભવ્ય મંદિરમાં તેને તેના પ્રભાવમાં માતા અન્નપૂર્ણા ના હાથે ખાવાની જીદ સાથે મંદિરમાં ભૂખ્યો બેસી રહ્યો,ભોજન ગ્રહણ કરતા અન્ય ભક્તોએ તેને અન્ન ગ્રહણ કરવા કહ્યું અને કહ્યું અહીં વારાણસીમાં માં અન્નપૂર્ણા કોઈને ભૂખ્યા રાખતી નથી પણ તે ન માન્યો પોતાની જીદ પર તેણે ન ખાધું.

સહુ ભક્તો રાત પડી એટલે ઘેર ગયા,પણ તે ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો મંદિર બંધ થયું,તે બેસી રહ્યો પુજારીજીએ પણ તેની નોંધ ન લીધી ત્યાં મંદિરમાં મધરાતે માં અન્નપુર્ણાને ચાંદીની થાળીમાં ભોગ ધરાવવામાં આવે છે,ભોગ ધરાવીને પૂજારી જતા રહે અને સવારે પ્રસાદીના રૂપમાં તે ભોગ વહેંચાતો હશે.

પણ તે દિવસે જે ભોગ માતાજીને ચઢ્યો તે ચાંદીની થાળી માતાજીએ ખુદ પેલા ભક્તની પાસે લઇ જઈને કહ્યું બેટા ખાઈ લે જીદ ન કરીયે,એટલું કહી માતાજી જતા રહ્યા,અને તે ભૂખ્યો તો હતો જ અને માતાજી એ ખુદ કહ્યું એટલે તેણે બધું ખાધું અને ત્યાં ને ત્યાં જ સુઈ ગયો,સવારે પૂજારી આવ્યા માતાજી પાસે થાળી ન જોતા શોધ ખોળ થઇ અને ચોરી થઇ હોવાનો સંદેશ ફેલાયો અને શોધતા ખાલી પડેલી થાળી પેલા સુતેલા માણસ પાસે મળી આવી એટલે ચોર ગણી સહુ તેને મારવા ગયા ત્યારે પેલા ભક્તે કહ્યું મને મારશો નહિ ખુદ માતાજીએ મને આ થાળી આપી ખાવાનું કહ્યું હતું હું માતાજીનો ભક્ત છું જુઠ્ઠું નથી કહેતો એટલે સહુ અચંબામાં પડ્યા અને તેની વાતનો સ્વીકાર થયો પણ પૂજારી રડી પડ્યા અને બોલ્યા કેટલાય વર્ષોથી સેવા કરું છું મને કઈ ન મળ્યું અને આ પાગલને માતાજીએ ખુદ ખવડાવ્યું .

અન્નપૂર્ણા સદા પૂર્ણા શંકર પ્રાણવલ્લભે,
જ્ઞાન વૈરાગ્ય સિદ્ધયર્થમ ભિક્ષાં દેહી ચ પાર્વતી.
માતામેં પાર્વતી દેવી ,પિતા દેવો મહેશ્વર ,
બાંધવા શિવભક્તિશ્ચ સવદેશો ભુવનત્વયં .

માં અન્નપૂર્ણાના ચરણોમાં કોટી-કોટી વંદન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન