21 Death in Kerala landslide the Air Force, Army, Navy and NDRF
  • Home
  • Featured
  • કેરળમાં આકાશી પ્રકોપ, ભૂસ્ખલનમાં 21નાં મોત

કેરળમાં આકાશી પ્રકોપ, ભૂસ્ખલનમાં 21નાં મોત

 | 7:10 am IST
  • Share

  • કેરળમાં નદીઓમાં ઘોડાપૂર, સંખ્યાબંધ ડેમ એલર્ટ પર,

  • ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી, કેદારનાથ યાત્રા સ્થગિત

  • 105 રાહત છાવણીઓમાં હજારો લોકોને આશ્રય અપાયો

  • મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખની સહાય જાહેર

 

દક્ષિણ ભારતના કેરળમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણના કારણે શુક્રવાર રાતથી વરસી રહેલા મુશળધાર વરસાદના પગલે આવેલા પૂર અને ભૂસ્ખલનની સંખ્યાબંધ ઘટનાઓએ ભારે તબાહી મચાવી હતી. રાજ્મયાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 21 લોકોનાં મોત થયાં હતાં અને 8 લોકો લાપતા બન્યાં હતાં. ભૂસ્ખલનના કારણે સૌથી વધુ 13 મોત કોટ્ટયમ અને 8 મોત ઇડુક્કી જિલ્લામાં થયાં હતાં.

ભૂસ્ખલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને તાત્કાલિક રૂપિયા 4 લાખની સહાય આપવાની કેરળ સરકારે જાહેરાત કરી હતી. કેરળમાં રવિવાર સવારથી વરસાદ હળવો થતાં રાહત અને બચાવ કામગીરીમાં વેગ આવ્યો હતો. રાજ્ય સરકારની અપીલના પગલે ભારતીય સેના, નેવી અને એરફોર્સ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. રાજ્યભરમાં સરકાર દ્વારા 105 રિલીફ કેમ્પ ઊભા કરાયાં છે જેમાં મોટી સંખ્યામાં લોકોને આશ્રય અપાયો છે. એરફોર્સ, સેના, નેવી અને એનડીઆરએફની ટુકડીઓ દ્વારા સઘન રાહત અને બચાવ કામગીરી જારી

છલકાઇ જવાના કારણે રાજ્યમાં સંખ્યાબંધ ડેમ માટે રેડ અને બ્લૂ એલર્ટ જારી કરાયાં હતાં. ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ચારધામ સહિત મોટાભાગના પર્વતીય ક્ષેત્રોમાં બે દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રવિવારે ખરાબ હવામાનને પગલે સત્તાવાળાઓએ કેદારનાથ યાત્રા સ્થગિત કરી દીધી હતી.

પીએમ મોદીએ વિજયન સાથે વાત કરી અને અમિત શાહે કેરળ સરકારને તમામ સહાયની ખાતરી આપી

પીએમ મોદીએ રવિવારે કેરળના સીએમ પી. વિજયન સાથે ફોન પર વાત કરી રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિની માહિતી મેળવી દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભૂસ્ખલનમાં થયેલા મોત દુઃખદ છે. સત્તાવાળા રાહત પહોંચાડવા કામ કરી રહ્યાં છે. હું બધાની સુખાકારી માટે પ્રાર્થના કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કેરળની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. કેન્દ્ર કેરળની જનતાને સંભવિત તમામ સહાય પૂરી પાડશે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો