NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • PICS: કેલિફોર્નિયાની આગ 21ને ભરખી ગઈ, હજુ પણ મારે છે લપકારા

PICS: કેલિફોર્નિયાની આગ 21ને ભરખી ગઈ, હજુ પણ મારે છે લપકારા

 | 12:23 pm IST

શરાબ ઉત્પાદન માટે જાણીતા અમેરિકાના કેલિફોર્નિયામાં જંગલમાં ફાટી નીકળેલી આગ હજુ પણ લપકારા મારે છે. આગમાં અત્યાર સુધી 21ના મોત થયા છે અને અનેક લોકો દાઝી ગયા છે.

આગ ઝડપથી પ્રસરતી હોવાથી નાપા, સોનોમા ને યુબામાંથી 20 હજાર લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ વિસ્તારના અનેક લોકો લાપતા છે. મોટા પાયે રાહત અને બચાવ કાર્યો પણ શરૂ કરાયા છે.

કેલિફોર્નિયાના ગવર્નર જેરી બ્રોને નાપા, સોનોમા અને યુબામાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. આગને લીધે હવામાન પણ ગરમ થઈ ગયું છે. ઝડપી પવનને કારણે લોકો આગની જવાળામાં લપેટાયેલા ઘર છોડી ભાગી રહ્યા છે. યુબાના રહેવાસીએ જણાવ્યું હતું કે કલાકના 65 કિલોમીટરની ઝડપથી ફૂંકાતા પવનને લીધે આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે.

કેલિફોર્નિયાના વન વિભાગ અને ફાયર બ્રિગેડ વિભાગના વડા કિમ પિમલોટે જણાવ્યું હતું કે અત્યાર સુધી 1,500 જેટલી ઈમારતો આગમાં નાશ પામી છે. રવિવારની રાતે આગનો આરંભ કેવી રીતે થયો હતો તે હજુ સુધી જાણવા મળ્યુ નથી.