21 million Followers Amanda Cerny fell in love with India see hot photos
  • Home
  • Photo Gallery
  • PHOTOS: 210 લાખ લોકોને કાયલ કરનારી મોડેલ ભારતના પ્રેમમાં પડી! યુટ્યુબ પર ચાલે છે સિક્કો

PHOTOS: 210 લાખ લોકોને કાયલ કરનારી મોડેલ ભારતના પ્રેમમાં પડી! યુટ્યુબ પર ચાલે છે સિક્કો

 | 10:52 am IST

યુ-ટ્યુબર અને અભિનેત્રી અમાન્દા સેર્ની કે જેણે 2011માં પ્લેબોય પ્લેમેટ્સની યાદીમાં સ્થાન મેળવ્યું હતું અને એ પછી તેની ખ્યાતિ આસમાને પહોંચી ગઈ. તે તેની હોટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર અપલોડ કરતી રહે છે. તેમજ તે કોમેડી વીડિયો માટે પણ ખૂબ પ્રખ્યાત છે. જેમાંના ઘણા વીડિયો તેણે તેના બોયફ્રેન્ડ જોહાન્સ બાર્ટલ સાથે પણ શૂટ કર્યા છે.

અમાન્દા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવી હતી. તેણે નોરા ફતેહીના સોન્ગ ‘દિલબર’ અને લવયાત્રીનું ગીત ‘અખ લડ જાવે’ પર પર્ફોમન્સ આપ્યું હતું અને આ પરફોર્મન્સ જોઈને દર્શકોને દિવાના બનાવ્યા હતા. અમાન્દાને ભારતમાં મળેલ સ્વાગત અને સમ્નામ પણ ખુબ ગમ્યું હતું અને તેણે ખુબ એન્જોય કર્યું હતું. અભિનેત્રી અમાન્દાને ભારત એટલું ગમ્યું કે તે ટૂંક સમયમાં તે ફરી મુલાકાત લેવાનું વિચારી રહી છે.

તેની ભારત સફર દરમિયાન જેક્લીન ફર્નાન્ડિઝ સાથે પણ સમય વિતાવ્યો હતો. એક નવીનતમ પોસ્ટ સાથે અમાન્દાએ લખ્યું કે “ભારત … હું પ્રેમમાં છું! આજની રાતે જે પણ આવ્યા એ દરેક વ્યક્તિનો આભાર. ડ્રીમી” અમાન્દા હેડલાઇન્સમાં રહેવા માટે બોલ્ડ ફોટો, હોટ ફોટોશૂટ અને કોમેડી વીડિયો પોસ્ટ કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે ઈનસ્ટાગ્રામમાં તેના 21 મિલિયન ફોલોવર છે. તો જુઓ તેના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન