21,000 crore heroin case from Adani port: FIR sent to NIA court in Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અદાણી પોર્ટ પરથી 21 હજાર કરોડનું હેરોઈન કેસ: FIR અમદાવાદની NIA કોર્ટને મોકલાઈ

અદાણી પોર્ટ પરથી 21 હજાર કરોડનું હેરોઈન કેસ: FIR અમદાવાદની NIA કોર્ટને મોકલાઈ

 | 7:43 am IST
  • Share

  • DRI પાસેથી તપાસ આંચકી NIAને સોંપાયા બાદ ખાસ કોર્ટને વાકેફ કરાઈ
  • કન્ટેનર અફઘાનિસ્તાનથી આવેલું છતાં એ દિશામાં પહેલાં કોઈ જ તપાસ નહીં
  •  અફઘાનિસ્તાનના હસન હુસેનને પકડવાનો કોઈ પ્રયાસ કર્યો છે કે જેણે મેસર્સ હસન હુસેન મારફતે ટેલ્ક પાવડરનું કન્ટેનર મોકલેલું

 

મુન્દ્રા અદાણી પોર્ટ પરથી 21 હજાર કિલોના હેરોઈન કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએે ગુનો નોધ્યા બાદ ફરિયાદની નકલ અમદાવાદની ખાસ કોર્ટમાં મોકલી છે.  જેના પગલે મુન્દ્રાની કોર્ટમાંથી અત્યાર સુધીની તપાસ સહિતના દસ્તાવેજો મંગાવવા માટેની કાર્યવાહી હાથ ધરાશે.  કેસના દસ્તાવેજોનો અભ્યાસ કરીને આરોપીનો કબજે મેળવવા માટે અમદાવાદની ખાસ કોર્ટમાં અરજી કરનાર છે.

એનઆઈએ દ્વારા ડીઆરઆઈ પાસેથી તપાસ સહિતના દસ્તાવેજો મેળવી લેવાયા હોવાનું જાણવા મળે છે. ડીઆરઆઈ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવા માટે અગાઉ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, તેમને આરોપીઓના મોબાઈલ કોલ રેકોર્ડ મળ્યા છે. વિદેશીઓ સાથે સંપર્ક વ્યક્તિઓની પણ ઓળખ કરાઈ છે.

અફઘાનિસ્તાનના હસન હુસેનને પકડવાનો કોઈ પ્રયાસ કર્યો છે કે જેણે મેસર્સ હસન હુસેન મારફતે ટેલ્ક પાવડરનું કન્ટેનર મોકલેલું. ભારતીય દૂતાવાસ દ્વારા અફઘાનિસ્તાનનો સંપર્ક કર્યો છે કે કેમ, આટલુ જ નહીં અફ્ઘાનિસ્તાનને પૂછયું નથી કે આ કન્ટેનર કોણે મોકલ્યા છે. આમ છતા તપાસનીશ એજન્સી દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નહોતી.

11 સપ્ટેમ્બરે ડીઆરઆઈએ ઈરાનના અબ્બાસ બંદરથી કચ્છના મુન્દ્રા બંદરે મોકલાયેલા બે કાર્ગો કન્ટેનરને અટકાવ્યા હતા. કન્ટેનરમાં અર્થ-પ્રોસેસ્ડ ટેલ્ક અને ટોક સ્ટોન્સ છે જે અફ્ઘાનિસ્તાનમાંથી ઉત્પન્ન થાય છે અને હસન હુસેન લિમિટેડ દ્વારા નિકાસ કરાય છે. જો કે, ફેરેન્સિક તપાસમાં તે હેરોઈન હોવાનું પુષ્ટિ મળી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે અમિત તરીકે ઓળખાતા હસન હુસૈનના માર્કેટિંગ એજન્ટને ડ્રગનો જથ્થો કોણે વેચવો તેની સૂચના આપવાની હતી.ચેન્નાઈના રહેવાસી સુધાકર અને વૈશાલીની 17 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. આ પછી અન્યો આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો