21st August 2019 : Top Headline Still 3 PM
  • Home
  • Featured
  • [email protected]: BJPમાં જોડાવાને લઇ હેમંત ચૌહાણે કર્યો ધડાકો, ઇમરાન ખાનની ખુરશી ગમે તે ઘડીએ જશે!

[email protected]: BJPમાં જોડાવાને લઇ હેમંત ચૌહાણે કર્યો ધડાકો, ઇમરાન ખાનની ખુરશી ગમે તે ઘડીએ જશે!

 | 2:55 pm IST

ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાનમાં ગુજરાતનાં પ્રસિદ્ધ લોકગાયકો ભગવા ખેસ ધારણ કર્યો હતો. સોમવારે જાણીતા ભજનકાર હેમંત ચૌહણ, સંગીતા લાબડિયા, બંકીમ પાઠક, ગોપાલદાન બારોટ સહિતનાં 15 કલાકારો ભાજપમાં જોડાયા હતા. પરંતુ આજે જાણીતા ભજનીક હેમંત ચૌહાણે મોટો ધડાકો કર્યો હતો. વડોદરાના પનોતા પુત્ર આસામમાં પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા હતા. શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુનો નશ્નરદેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. તો પાડોશી દેશમાંથી સમાચાર આવી રહ્યા છે કે શું પાકિસ્તાન ફરી એક વખત તખ્તાપલટની આગળ વધી રહ્યા છે? શું પાકિસ્તાનમાં ફરીથી મિલિટ્રી રાજ હશે? સરહદ પારથી ગંધ આવી રહી છે કે જ્યારથી પાકિસ્તાની વજીર-એજઆઝમની ઓફિસમાંથી આર્મી ચીફ જનરલ કમર બાજવાના નામની એક ચિઠ્ઠી રજૂ થઇ છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા માટે કરો ક્લિક-1: ભાજપમાં જોડાવવાને લઇને ભજનીક હેમંત ચૌહાણે કર્યો ધડાકો

આજે જાણીતા ભજનીક હેમંત ચૌહાણે મોટો ધડાકો કર્યો હતો. તેમણે આજે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે…

વધુ વાંચવા માટે કરો ક્લિક-2:  દોઢ વર્ષના પુત્રએ રડતા મુખે વડોદરાના શહીદ પિતાને આપી મુખાગ્નિ

વડોદરાના શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુને દોઢ વર્ષના પુત્ર ઓમ સાધુએ મુખાગ્નિ આપી છે. શહીદ બીએસએફ જવાનોના ગાર્ડ ઓફ ઓનર સાથે પંચમહાભૂતમાં વિલિન થયા છે. જ્યારે પત્નીએ સોળ શણગાર સજી પતિને ધ્રુસકે ધ્રુસકે રડીને વિદાય આપી હતી. આ સમયે હજારો આંખો ભીની થઈ હતી.

વધુ વાંચવા માટે કરો ક્લિક-3: ચિદમ્બરમ દેશ છોડીને ભાગવાની ફિરાકમાં? EDએ ભર્યું આકરૂ પગલું

INX મીડિયા કરપ્શન કેસમાં ફસાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ પર ગમે ત્યાર ધરપકડની તલવાર લટકી રહી છે. ત્યારે ઈડીએ ચિદમ્બરમ વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી દીધી છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-4: ઉત્તરાખંડમાં નવી મુસીબત, વિજળીના તારને અડતા જ ક્રેશ હેલિકોપ્ટર ક્રેશ

પૂરગ્રસ્ત ઉત્તરાખંડમાં રાહત કાર્ય માટે આવેલું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. હેલિકોપ્ટરમાં 3 લોકો સવાર હતા જે તમામ માર્યા ગયા હોવાની આશંકા છે. આ હેલિકોપ્ટર રાહત સામગ્રી પહોંચાડવા ટિકોચી ગામ જઈ રહ્યું હતું.

વધુ વાંચવા માટે કરો ક્લિક-5: પાકિસ્તાનથી મોટા સમાચાર, ગમે તે ઘડીએ જઇ શકે છે ઇમરાનની ખુરશી!

72 વર્ષના પાકિસ્તાનની ઇતિહાસમાં જ્યારે જ્યારે મુલ્ક પર સંકટ આવ્યું, ત્યારે ત્યારે સેનાના આ નુમાઇંદો એ લોકતંત્રને કચડીને દેશની કમાન પોતાના હાથમાં લઇ લીધી. ફીલ્ડ માર્શલ અયૂબ ખાનથી લઇ યાહયા ખાન સુધી અને જિયાઉલ હકથી લઇ પરવેઝ મુશર્રફ સુધી કુલ 35 વર્ષ સુધી પાકિસ્તાની સેના પ્રમુખ મુલ્ક પર રાજ કરી ચૂકી છે અને હવે એક વખત ફરીથી પાકિસ્તાન એ રસ્તા પર છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-6: SEBI આપી રહી છે એક કરોડ રૂપિયાનું ઇનામ, કરવું પડશે માત્ર આ કામ

માર્કેટ રેગ્યુલેટર સેબી રોકાણકારોની સુરક્ષા માટે વિશેષ પહેલ કરી રહી છે. આ અંતર્ગત કંપનીઓમાં ઇનસાઇડ ટ્રેડિંગ વિશે જાણકારી આપનારા લોકોને 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ મળી શકે છે. ગોપનીય જાણકારી આપવા માટે એક અલગ હોટલાઇન પણ રાખવામાં આવી છે. તપાસમાં સહયોગ કરવા પર સામાન્ય ભૂલો માટે માફી અથવા સમાધાન કરાર પણ થઈ શકે છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-7:  અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં શેર કરી બિકીની તસ્વીર, થઈ ટ્રોલ

અનુષ્કા શર્મા ટ્રોલ કરનારાઓની પસંદીદા અભિનેત્રી બની ગઈ છે. વાત કરવામાં આવે તેની ફિલ્મ વિશેની તો તેના લુકને લઈને કે પછી વિરાટ કોહલીની મેચોમાં તેના પ્રદર્શનના કારણે, સોશિયલ મીડિયા યૂઝર્સ કોઈપણ કારણથી આ અભિનેત્રીનો મજાક ઉડાવવાનો મોકો છોડતા નથી.

વધુ વાંચવા માટે કરો ક્લિક-8: WhatsAppમાં આવ્યું ફિંગરપ્રિન્ટ લોક, જાણો ફીચર સેટ કરવાની રીત 

આ ફીચરના આવવાથી યૂઝર્સ પોતાના સ્માર્ટફોનના ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરીને પોતાના વોટ્સએપને ખલવા માટે પણ કરી શકો છો. સરળ ભાષામાં સમજીએ તો હવે તમે વોટ્સએપ ખોલવા માટે ફિંગરપ્રિન્ટ લોક લગાવી શકો છો. જો કે વોટ્સએપ પર કોલ દરમિયાન તમે લોક ખોલ્યા વગર પણ રિસીવ કરી શકશો.

વધુ વાંચવા માટે કરો ક્લિક-9: 23 કે 24? જાણો ક્યારે છે જન્માષ્ટમી, આ દિવસે રાખો ઉપવાસ

જન્માષ્ટમીના ઉપવાસને લઇને ઘણા લોકો મૂંઝવણની સ્થિતિમાં રહે છે. આ વખતે પણ આ મૂંઝવણ છે કે ઉપવાસ 23 ઓગસ્ટ શુક્રવારે કરવો કે 24 ઓગસ્ટ શનિવારે કરવો યોગ્ય રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન