૨૧મી સદીની શરૂઆતથી જ કેટલાક દેશોએ આપી સમલૈંગિકતાને કાયદાકીય માન્યતા - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ૨૧મી સદીની શરૂઆતથી જ કેટલાક દેશોએ આપી સમલૈંગિકતાને કાયદાકીય માન્યતા

૨૧મી સદીની શરૂઆતથી જ કેટલાક દેશોએ આપી સમલૈંગિકતાને કાયદાકીય માન્યતા

 | 4:40 am IST

સમલૈંગિકતાને ગુના હેઠળ લાવતી સંવિધાનની કલમ ૩૭૭ની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસની સુનાવણી કોર્ટની સંવિધાનની બેન્ચ કરી રહી છે. બેન્ચના પાંચ જજના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સિવાય પણ જસ્ટિસ નરિમાન, જસ્ટિસ એમ. એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાનો સમાવેશ થાય છે, તેથી કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ વર્ષ ૨૦૧૫માં કહ્યું હતું કે, આઈપીસીની કલમ ૩૭૭ પર ફરીથી વિચારણા કરવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતા મામલે દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો બદલાની જરૂર ન હતી. ૨૧મી સદીની દૃષ્ટિથી જોવામાં આવે તો દુનિયાના કેટલાય દેશોએે છેલ્લા થોડા સમયમાં અલગ અલગ સેક્સ્યુઅલ ઓરિયેન્ટેશન અપનાવ્યા છે. અમેરિકાથી લઈને આયરલેન્ડ સુધી અને જર્મનીથી લઈને કોલંબિયા સુધી સૈન્યમાં સમલૈંગિકોને માન્યતા આપી દેવામાં આવી છે. ક્યાંક લગ્ન તો ક્યાંક ટ્રિપલ મેરેજને કાયદેસર બનાવવામાં આવ્યાં છે. કેટલાક દેશમાં લોકોએ પીએમ તરીકે સમલૈંગિક શખ્સ પર પસંદગી ઉતારી છે. દુનિયાભરના સમલૈંગિકોની સ્થિતિ પર એક નજર…

અમેરિકામાં શું કરવામાં આવ્યું હતું? 

જૂન ૨૦૧૫ પહેલાં સુધી અમેરિકાનાં ચોક્કસ રાજ્યમાં જ સમલૈંગિક્તા વિવાહ માન્ય હતા. જૂન ૨૦૧૫માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે દેશભરમાં સમલૈંગિકોના વિવાહને માન્યતા આપી. ૨૨ ડિસેમ્બર ૨૦૧૦માં અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ બરાક ઓબામાએ સમલૈંગિક્તાતા સાથે જોડાયેલા કાયદા પર સહી કરીને સૈન્યમાં સમલૈંગિકો માટેનાં દ્વાર ખોલી દીધાં. આ પહેલાં ૧૯૯૩માં લાગુ કરાયેલા ડોન્ટ આસ્ક, ડોન્ટ ટેલ કાયદા અંતર્ગત સમલૈંગિક સૈનિકોને પોતાની લૈગિંકતા છુપાવવા માટે મજબૂર થવું પડતું હતું.

લોકમતથી માન્યતા । આયરલેન્ડ દુનિયાનો પ્રથમ એવો દેશ બન્યો જેણે જનમતની મદદથી સમલૈંગિક વિવાહને મંજૂરી આપી. બ્રિટનમાં ૨૦૧૩માં કુલ જનસંખ્યાના ૧.૭ ટકા લોકોની સમલૈંગિક ઓળખ નોંધવામાં આવી હતી, જેમાં વયસ્ક લોકોની સંખ્યા આશરે ૮ લાખ હતી. મોટાભાગના પશ્ચિમી દેશોમાં સમલૈંગિકોને હિંસા અને ભેદભાવથી બચાવવા માટે કાયદાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં ગે મેરેજને કાયદેસરની માન્યતા નથી, પરંતુ આવાં લોકો સિવિલ પાર્ટનરશિપમાં રહેવાનો હક ધરાવે છે.

જર્મન સાંસદે સમલૈંગિક લગ્નને માન્યતા આપી

વર્ષ ૨૦૧૭માં જર્મન સાંસદ બુડેસટાગે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા માટે પ્રસ્તાવ પાસ કર્યો હતો, જોકે આવી જોડીઓને સિવિલ પાર્ટનરશિપમાં રહેવાનો અધિકાર ૨૦૦૧માં જ મળી ગયો હતો, પરંતુ તેનાં લગ્નને કાયદાકીય મંજૂરી ન હતી. ગૃહના ૩૯૩ સાંસદોએ આ મામલાનાં સમર્થનમાં જ્યારે ૨૨૬ સાંસદોએ વિરોધમાં મત આપ્યા હતા.

ભારતમાં સ્થિતિ

ભારતમાં વર્ષ ૨૦૧૬ના આકડા પ્રમાણે ૨૫થી વધારે લોકોને પુરુષ સમલૈંગિકની કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. ભારતમાં પહેલાં સમલૈગિક લગ્ન છત્તીસગઢના સરગુજા જિલ્લામાં હોસ્પટિલની એક નર્સે અન્ય યુવતી સાથે કયાંર્ હતાં. તા. ૨૭ માર્ચ ૨૦૦૧માં તેમનાં લગ્ન થયાં હતાં. વર્ષ ૨૦૦૯માં દિલ્હી હાઇકોર્ટે ૨૦૦૯માં આઈપીએસ કલમ ૩૭૭ અંતર્ગત સમલૈંગિકતાને ગુનામુક્તિનું એલાન કર્યુ ંહતું. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કલમ ૩૭૭ યથાવત્ રાખી હતી. ક્યુરેટિવ અરજીમાં સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર ૨૦૦૧ અને જાન્યુઆરી ૨૦૧૪ની અરજી પર હાઇકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.

મોટાં પદ પર સમલૈંગિક

સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વૂચિચે જૂન ૨૦૧૭માં સમલૈંગિક એના બ્રેનાબીચને દેશના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા.

રૂઢિવાદી દેશ સર્બિયામાં આ એક મોટું અને અસરકારક પગલું હતું. ૪૧ વર્ષની એના બ્રેનાબીચ ઇંગ્લેન્ડની હલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે. અમેરિકામાંથી પણ અભ્યાસ પૂરો કર્યો છે. વર્ષ ૨૦૦૧માં તેમણે માર્કેટિંગમાં એમબીએ કર્યું હતું. તે બાલ્કન દેશની પ્રથમ સમલૈંગિક વડા પ્રધાન છે. આ ઉપરાંત દેશની પ્રથમ સમલૈંગિક મંત્રી કહેવાય છે. તેમની પાસે લોકપ્રશાસન મંત્રાલયની જવાબદારી હતી.

ભારતીય મૂળના લિયો વરાડકરે આયરલેન્ડ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે, પોતે સમલૈંગિક છે. તેમનો પરિવાર મુંબઈમાં રહે છે. વરાડકર વડા પ્રધાન બનતાં પરિવારજનોએ ઉત્સવ મનાવ્યો હતો. આયરલેન્ડમાં સમલૈંગિક લગ્ન માન્ય છે. લિયો આ દિશામાં વધુ સુધારાવધારા માટે કામ કરી રહ્યાં છે.

આયરલેન્ડ ૩૮ વર્ષીય વડા પ્રધાન લિયો વરાડકર

ભારતીય મૂળના લિયો વરાડકરે આયરલેન્ડ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે, પોતે સમલૈંગિક છે. તેમનો પરિવાર મુંબઈમાં રહે છે. વરાડકર વડા પ્રધાન બનતાં પરિવારજનોએ ઉત્સવ મનાવ્યો હતો. આયરલેન્ડમાં સમલૈંગિક લગ્ન માન્ય છે. લિયો આ દિશામાં વધુ સુધારાવધારા માટે કામ કરી રહ્યાં છે.

લક્ઝમબર્ગના ૪૨ વર્ષીય વડા પ્રધાન જેવિયર

લક્ઝમબર્ગના ૪૪ વર્ષના વડા પ્રધાન જેવિયર બેટેલે વર્ષ ૨૦૧૫માં પોતાના સમલૈંગિક પાર્ટનર ગોથર ડેસ્ટેની સાથે વિવાહ કર્યા હતા. બેટેલ સમલૈંગિક લગ્ન કરનારા યુરોપિયન યુનિયનના પ્રથમ લીડર હતા. બેટેલ આવા બીજા વડા પ્રધાન છે જેણે ગે પાર્ટનર સાથે વિવાહ કર્યા છે.

આઇસલેન્ડના વડા પ્રધાન જોહાના પ્રથમ સમલૈંગિક 

ફેબ્રુઆરી ૨૦૦૯માં તેઓ આઇસલેન્ડના પ્રથમ વડા પ્રધાન બન્યા હતા. આઇસલેન્ડના પ્રધાનમંત્રી સિગુર્દારદોત્તીર કદાચ પ્રથમ વડા પ્રધાન હશે જેણે ૨૦૧૦માં સમલૈંગિક સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ ૨૦૧૦માં જ્યારે તેઓ ૬૦ વર્ષના હતા ત્યારે તેણે સમલૈંગિક કાયદો લાગુ થયા બાદ લાંબા સમયથી પોતાના સાથી યોનીના લિયોસદોત્તીર સાથે લગ્ન કયાંર્ હતાં, જોકે ૨૦૧૩માં રાજકીય જીવનમાંથી સંન્યાસ લઈ લીધો હતો.

કોલંબિયામાં ટ્રિપલ ગે મેરેજ 

જૂન ૨૦૧૭માં કોલંબિયામાં ત્રણ ગે લોકોનાં લગ્નને કાયદાકીય રીતે માન્ય રાખવામાં આવ્યાં હતાં. દેશમાં આ પહેલો એવો ટ્રિપલ ગે મેરેજનો કિસ્સો હતો. આ ત્રણ લોકોમાંથી એક અભિનેતા, બીજા શિક્ષક અને ત્રીજી વ્યક્તિ પત્રકાર છે.

સમલૈંગિકોને લઈને ક્યાં કેવા કાયદા 

  • દુનિયાના ૧૨૬ દેશમાં સમલૈગિક સંબંધ ગેરકાયદે સંબંધના દાયરામાં આવે છે
  • દુનિયાના કેટલાક દેશમાં સમલૈગિંકોને લગ્ન કરવાની પરવાનગી છે.
  • નેધરલેન્ડ, નોર્વે, બેલ્જિયમ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, કેનેડા અને અમેરિકા મુખ્ય દેશ છે.
  • નેધરલેન્ડ પહેલો એવો દેશ હતો જ્યા ૨૦૦૧માં સમલૈંગિકને માન્યતા આપવામાં આવી હતી.
  • વર્ષ ૨૦૦૫માં કેનેડા અને સ્પેઇનમાં સમલૈંગિક વિવાહને માન્યતા આપવામાં આવી હતી.