21st January 2020: News Brief In 9 AM
  • Home
  • Featured
  • ન્યૂઝ ઇન બ્રિફ @ 9 AM : ટૂંકમાં જાણો આજના મહત્વના સમાચારો
 | 8:56 am IST

સુરતમાં 15 દિવસની અંદર જ ફરી એક વખત રઘુવીર માર્કેટમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં મોટાભાગની દુકાનો આગના હવાલે થઇ ગઇ છે. રાત્રે લાગેલી આગને સવાર સુધી ઓલવવાનું કામ ચાલ્યું હતું. ફાયરબ્રિગેડની 40થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બીજીબાજુ વર્લ્ડ ઇકોનોમી ફોરમની બેઠક દાવોસમાં ચાલી રહી છે ત્યારે દુનિયાનો વિકાસ દર ધીમો પડ્યો તેના માટે આઇએમએફે ભારતને જવાબદાર ગણાવ્યું સહિતના અગત્યના સમાચાર

રાજ્યના સમાચાર

સુરતના કાપડ માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની 40થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર

સુરત શહેરના પુણા-કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર માર્કેટમાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ સામે આવ્યો. 

શિયાળામાં ઠંડીનો પ્રકોપ વધ્યો : માઉન્ટ આબુ 3 ડિગ્રી અને નલિયા 5.4 ડિગ્રી ઠંડીમાં થરથર્યા

સમગ્ર રાજ્યમાં આજે સતત બીજા દિવસે બર્ફીલા પવનના કારણે ઠંડીનું જોર યથાવત્ રહ્યું હતું

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમચાર

દુનિયાના વિકાસની ગતિ ધીમી પડી એના માટે ભારત જવાબદાર: IMF

IMFએ દાવોસમાં ચાલી રહેલ વર્લ્ડ ઇકોનોમી (WEF)ની બેઠક દરમ્યાન આ અનુમાનને રજૂ કર્યો.

1 ટકા ધનિકો પાસે દેશની 70 ટકા વસતી કરતાં ચાર ગણી વધારે સંપત્તિ

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ૫૦મી વાર્ષિક બેઠકમાં Oxfam દ્વારા રજૂ કરાયેલા એક અભ્યાસમાં ભારત અને વિશ્વની આર્થિક અસમાનતાને રજૂ કરવામાં આવી હતી

બિઝનેસ જગતના સમાચાર

ભારતમાં કંઈ સારું ન કરી શક્યું Uber Eats, તેથી લઈ લીધો આ મહત્વનો નિર્ણય

ઓનલાઇન ફુડ ડિલિવરી કંપની ઝોમાટોએ ઉબેર ઇટ્સ ઇન્ડિયાની હિસ્સેદારી મેળવી લીધી છે.

સ્પોર્ટસ સમાચાર

ICC વન-ડે રેન્કિંગમાં આ ખેલાડીઓનો દબદબો, કોહલી અને રોહિતે પોતાનું સ્થાન મજબૂત કર્યું

ભારતીય સુકાની વિરાટ કોહલી તથા રોહિત શર્માએ આઇસીસી વન-ડે રેન્કિંગના ટોપ બેટ્સમેનોની રેન્કિંગમાં પોતાના પ્રથમ બે સ્થાનને વધારે મજબૂત કર્યા

જ્યોતિષ ધર્મના સમાચાર

પોષ વદ બારસ કર્ક રાશિએ ગૃહવિવાદ ટાળવો, કેવો રહેશે તમારો દિવસ જાણો, Video

આજનો દિવસ રાશિ અનુસાર કેવો રહેશે જાણો અહીં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;