21st September 2019: Top Headline Till 3 PM
  • Home
  • Featured
  • [email protected]: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર, થરાદની બેઠક મુદ્દે પરબત પટેલનું નિવેદન

[email protected]: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર, થરાદની બેઠક મુદ્દે પરબત પટેલનું નિવેદન

 | 2:56 pm IST

આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવાની સાથો સાથ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 7 બેઠકોમાંથી ચૂંટણીપંચે આજે 4 બેઠકોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર-હરિયાણામાં 21મી ઑક્ટોબરના રોજ મતદાન અને 24મી ઑક્ટોબરના રોજ પરિણામ જાહેર કરાશે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી અંગે ચૂંટણીપંચની જાહેરાત, 7માંથી 4 બેઠકોની તારીખ જાહેર

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 7 બેઠકોમાંથી ચૂંટણીપંચે આજે 4 બેઠકોની જાહેરાત કરી છે. રાજ્યની થરાદ, ખેરાલૂ, અમરાઇવાડી અને લુણાવાડા બેઠકની જાહેરાત કરવામાં આવી છે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.

ગુજરાતમાં ચૂંટણી પંચે સાત વિધાનસભાઓની પેટાચૂંટણી આગામી 21 ઓક્ટોમ્બરના રોજ યોજવાની જાહેરાત કરી છે. ત્યારે બનાસકાંઠાની મહત્વની ગણાતી થરાદ વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોથી બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. તો સાથોસાથ ગુજરાત વિધાનસભાની 4 બેઠકોની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી છે. બંને રાજ્યોમાં 21મી ઑક્ટોબરના રોજ એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે 24 ઑક્ટોબરના રોજ મતગણતરી કરાશે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં યુવકને 1-2 નહીં પૂરા 189 મેમા મળતા બધા સ્તબ્ધ

હરિયાણાના ચંદીગઢમાં 21 વર્ષના સંજૂને એ સમયે તગડો ઝાટકો લાગ્યો, જ્યારે તેને ખબર પડી કે તેની વિરૂદ્ધ 189 કેસમાં ટ્રાફિક મેમોની ચૂકવણી બાકી છે. આ મેમા તેને 2017 થી 2019ની વચ્ચે રજૂ કરાયા હતા. તેમાંથી છેલ્લો મેમો તેને આ વર્ષે 26મી જુલાઇના રોજ ખોટો યુ-ટર્ન લેવા પર અપાયો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-5: ગર્લફ્રેન્ડને અંડરવોટરમાં કરી રહ્યો હતો પ્રપોઝ, ડૂબતા બોયફ્રેન્ડના મોતના Live દ્રશ્યો કેમેરામાં કેદ

અમેરિકાના લુઇસિયાનાના વ્યક્તિને પાણીની અંદર ગર્લફ્રેન્ડને લગ્નનું પ્રપોઝ કરવું મોંઘું પડ્યું. આ દરમ્યાન પાણીની અંદર તે ડૂબ્યો અને તેનું ભયંકર રીતે મોત થયું તેના લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા.

વધુ વાંચવા કરો ક્લિક-6: એક સમયે ટ્રકમાં મુસાફરી કરી મેદાને પહોંચતો આ ગુજરાતી ખેલાડી, હવે છે ટીમ ઇન્ડિયાની ધડકન

ક્રિકેટ ટીમમાં બેટ્સમેન અને બોલરની જેમ એક ઓલરાઉન્ડર ખેલાડીની પણ મહત્વની ભૂમિકા હોય છે. ઓલરાઉન્ડર પ્લેયર ટીમમાં જરૂરિયાત પ્રમાણે બેટ્સમેન અને બોલર બન્નેની ખોટને પૂરી કરે છે. ટીમ ઇન્ડિયામાં પણ એવો એક ઓલરાઉન્ડર ખેલાડી છે જે છેલ્લા ઘણા સમયથી પોતાના અદ્ભુત પ્રદર્શનથી સૌને પ્રભાવિત કરી રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: SBIનો મોટો ધમાકો! ખાતામાં ભલે ફૂટી કોડી પણ ન હોય, છતાં આ સુવિધાઓ હવે તમારી

દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક(SBI) તેના ગ્રાહકોને વધુ યોગ્ય અને સારી સુવિધા આપવા માટે સતત તેના નિયમોમાં ફેરફાર કરતી હોય છે. ત્યારે હવે આ પ્રમુખ બેંકે તેના નિયમોમાં વધુ ફેરફાર કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: OMG! વર્ષો બાદ રવિના ટંડનનો મોટો ઘટસ્ફોટ, કહ્યું ‘હું 300 સ્ત્રી સાથે સૂતેલા હીરો પર ફિદા હતી’

જૂલાઈમાં 60 વર્ષનો થઈ ચૂકેલો સંજુ બાબા હવે ધીરે ધીરે સિનેમામાં પોતાની જગ્યા લઈ રહ્યો છે. કોશિષ કરે છે કે હીરો તરીકે અમિતાભ બચ્ચનની જેમ દમદાર એક્ટિંગ આપે. સંયજ દત્તની ફિલ્મ પ્રસ્થાન રિલીઝ થઈ ગઈ છે. તેમજ તે હાલમાં બીજી પાંચ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: સાઈબર અટેકનો મોટો ખતરો મંડરાયો, દર મિનિટે એટલાં ખાતામાંથી નીકળી રહ્યા છે રૂપિયા

ટેક ભારતમાં સતત સાઇબર હુમલા વધી રહ્યા છે. ગત છેલ્લા ક્વાર્ટર દરમિયાન આ ઘટનાઓ 22 ટકા વધી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં દર મિનિટે 1852 સાઇબર હુમલા થાય છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સાઇબર હુમલા વધારે થાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: આ વખતે નવરાત્રિમાં ક્યાં વાહન પર સવાર થઈને પધારશે માતા રાણી, કેવો રહેશે પ્રભાવ જાણો

29 સપ્ટેમ્બરથી નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા કૈલાસ પરથી ધરતી પર પોતાના પિયરમાં આવે છે. માતાનું આવવાથી સમગ્ર સૃષ્ટીની રોનક બદલાઈ જાય છે. માતાના ભક્તો આતુરતાથી આ દિવસોની રાહ જોતા હોય છે તો ખેલૈયાઓ થનગનતા હોય છે માતાને યાદ કરીને ગરબે ઘુમવા માટે. પ્રાચીન કાળથી દુર્ગામાના આગમન માટે આ નવ દિવસને ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: એલોવેરા ત્વચા માટે છે બેસ્ટ, સાથે જાણી લો તેના અઢળક ફાયદા અને ઉપાય

એલોવેરા જ્યૂસમાં કેલ્શિયમ, સોડિયમ, આર્યન, પોટેશિયમ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, મેગેનીઝ, તાંબુ અને જસત વગેરે ખનીજ તત્વો મળે છે. પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં એલોવેરા મદદરૂપ થાય છે, સાથે જ તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દુર કરવાની ક્ષમતા પણ ધરાવે છે. એલોવેરાનો ઉપયોગ સુંદરતા માટે પણ કરી શકાય છે. તે સ્કીન માટે બેસ્ટ માનવામાં આવે છે. એલોવેરાને સૌથી મોટી એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે.

આ વીડિયો પણ જુઓ – વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન