22 companies applied to manufacture mobile phones in India: RS Prasad
  • Home
  • Tech
  • દેશમાં 22 કંપનીઓ પાંચ વર્ષમાં 11.5 લાખ કરોડના મોબાઇલ બનાવશે : રવિશંકર પ્રસાદ

દેશમાં 22 કંપનીઓ પાંચ વર્ષમાં 11.5 લાખ કરોડના મોબાઇલ બનાવશે : રવિશંકર પ્રસાદ

 | 7:00 am IST

। નવી દિલ્હી ।

કેન્દ્રીય આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે એવું જણાવ્યું કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેટિવ સ્કીમ હેઠળ આગામી પાંચ વર્ષમાં ભારતમાં ૧૧.૫ લાખ કરોડનાં મોબાઇલ ફોન અને તેના ભાગો બનાવવામાં આવશે. આ માટે એપલ, સેમસંગ સહિત ૨૨ કંપનીઓએ અરજી કરી છે. આ તમામ કંપનીઓ આગામી પાંચ વર્ષમાં ૧૧.૫ લાખ કરોડનાં મોબાઇલ બનાવશે અને તેમાંથી રૂ. ૭ લાખ કરોડનાં મોબાઇલની વિદેશમાં નિકાશ કરી દેવામાં આવશે.

પ્રસાદે કહ્યું કે ૨૨ કંપનીઓ સીધી રીતે ૩ લાખ લોકોને અને આડકતરી રીતે નવ લાખ લોકોને રોજગારી આપશે. આ યોજના કોઈ દેશ વિરોધી નથી પરંતુ ભારત માટે તે ઘણી સારી છે. હું કોઈ દેશનું નામ લેવા માગતો નથી. પ્રસાદે કહ્યું કે અમે આ માટે યોગ્ય નિયમો બનાવ્યાં છે અને બધી કંપનીઓએ તેનું પાલન કરવું પડશે.  સેમસંગ, ફોક્સકોન હોન, રેઇઝિંગ સ્ટાર, વિસ્ત્રોન અને પેન્ટ્રોને ઇન્ટરનેશનલ મોબાઇલ ફોન હેઠળ અરજી કરી છે. ફોક્સકોન હોન, રેઇઝિંગ સ્ટાર, વિસ્ત્રોન અને પેન્ટ્રોન એપલના આઈફોન માટેનો કરાર ધરાવે છે.

આ વીડિયો પણ જુઓ : વિશ્વના સૌથી મોટા હેકાથોનમાં મૂલાકાત કરશે PM મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન