ડૉક્ટર, બીવી ઔર કમ્પાઉન્ડર: 22 દિવસથી ગુમ યુવકના મામલામાં આવ્યો વળાંક - Sandesh
  • Home
  • Gujarat
  • ડૉક્ટર, બીવી ઔર કમ્પાઉન્ડર: 22 દિવસથી ગુમ યુવકના મામલામાં આવ્યો વળાંક

ડૉક્ટર, બીવી ઔર કમ્પાઉન્ડર: 22 દિવસથી ગુમ યુવકના મામલામાં આવ્યો વળાંક

 | 2:25 pm IST

રાજકોટના ડોક્ટરનો ગલીના ગુંડાથી પણ ખરાબ વ્યવહારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. રાજકોટની લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ મામલામાં ખુલાસો થયો છે. આ મામલામાં નરાધમ ડૉક્ટરની પત્નીએ ખુલાસો કરતા કહ્યું છે કે, તેમના પૂર્વ પતિ શ્યામ રાજાણીનો અનેક યુવતીઓ સાથે સંબંધ છે અને તેમનો આરોપી ડૉક્ટર સાથે છેલ્લા 2 વર્ષથી કોઇ સંપર્ક નથી. ડૉક્ટરની પૂર્વ પત્નીએ આ સાથે જ ગુમ થયેલ યુવક મયૂરનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તેમની ગુમ થયેલ યુવક સાથે કોઇ પણ પ્રકારની વાતચીત થઇ નથી.

22 દિવસ પહેલા ગુમ થયેલા યુવકની માતા રડીને બેહાલ છે. તેમને ચોધાર આંસુએ રડતા ડૉક્ટર પાસે જવાની વાત કહી છે. હાલમાં રાજકોટ પોલીસ ડૉક્ટર શ્યામ રાજાણીની પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઇએ કે, મયુર નામનો યુવક છેલ્લા 22 દિવસથી ગુમ છે.

રાજકોટ ખાતે કુવાડવા રોડ પર આવેલ લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર રાજાણી અને તેના મળતીયાવ દ્વારા હોસ્પિટલના જ એક કર્મચારીને ગોંધીને ઢોર માર મારવામાં આવ્યો અને અત્યારે આ કર્મચારી છેલ્લા 20 દિવસથી લાપતા છે. ડૉક્ટર ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપતો જણાય છે. લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતા કર્મચારી મયુરના માતા પિતા હયાત નથી એવું જાણવા મળેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન