Gujarat: 22 Year Old Married Women Raped In Amreli
  • Home
  • Bhavnagar
  • અમરેલી: 22 વર્ષની પરિણીત મહિલા સાથે છરીની અણીએ નરાધમે પાર કરી તમામ હદ

અમરેલી: 22 વર્ષની પરિણીત મહિલા સાથે છરીની અણીએ નરાધમે પાર કરી તમામ હદ

 | 10:34 pm IST

‘જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવોનો વાસ હોય છે’ આવી ઉક્તિઓ આપનારા દેશમાં જ નારીઓની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ છે. આ પ્રશ્નાર્થ ત્યારે પોતાનું સ્વરૂપ વધારી દે છે જ્યારે રોજ-બરોજ મહિલાઓ, યુવતીઓ કે બાળકીઓ પરનાં અત્યારોનાં સમાચાર સામે આવે છે. મહિલાઓને એક ઉપભોગનું સાધન તરીકે જોવાની વૃત્તિમાંથી મહિલાઓ પ્રત્યેનાં અત્યાચારો વધી રહ્યા છે. સભ્ય સમાજમાં આ પ્રકારની ગંદી માનસિકતાને જગ્યા ના મળવી જોઇએ તે પણ એક દેશહિતનું કાર્ય છે.

અમરેલીનાં લાઠીનાં લુવારીયા ગામની સીમમાં પરપ્રાંતિય શ્રમિક મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર આવતા જ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નરાધમે ગર્ભસ્થ શ્રમિક મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. છરીને અણીએ મહિલાને ધાક-ધમકી આપી અને ડરાવીને 22 વર્ષની ખેતમજૂર પરીણિત મહિલા પર નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો.

ઘટનાની મળતી વિગત મૂજબ આ હિચકારી ઘટના 15 તારીખનાં મોડી રાત્રે બની હતી. મહિલા પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારી બળાત્કારીએ મહિલાનાં પરિવારનાં અન્ય સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. આરોપી રાજુ નરસિંગ વાસ્કેલાની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

આ વિડીયો પણ જુઓ: કડાણા ડેમમાંથી 2 લાખ કયુસેક પાણી છોડવામાં આવતાં ગામોને કરાયા હાઇએલર્ટ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન