220 House members support Impeaching US President Donald Trump
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટ્રમ્પની અકાળે જ વિદાય નક્કી! મહાભિયોગની કાર્યવાહી શરૂ, ખુદ રિપબ્લિકનોનું જ સમર્થન

ટ્રમ્પની અકાળે જ વિદાય નક્કી! મહાભિયોગની કાર્યવાહી શરૂ, ખુદ રિપબ્લિકનોનું જ સમર્થન

 | 10:19 pm IST
  • Share

અમેરિકી પ્રમુખ (US President)ડોનાલ્ડ  ટ્રમ્પ (Donald Trump)ના કાર્યકાળ આડે માંડ સાત દિવસ બાકી રહ્યા છે ત્યારે અમેરિકી સંસદમાં (US Parliament) ટ્રમ્પ સામે બીજીવાર મહાભિયોગ (Impeachment) ની કાર્યવાહીનો તખતો તૈયાર થઇ ગયો છે. બુધવારે અમેરિકી સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ટ્રમ્પ સામેના મહાભિયોગ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરાઇ હતી. ચર્ચા બાદ પ્રસ્તાવ પર મતદાન યોજાશે. ડોનાલ્ડ ટ્રમ્પ પર અમેરિકી સંસદમાં ચૂંટણી પરિણામો સર્ટિફાઇ કરવાની પ્રક્રિયા પહેલાં પોતાના સમર્થકોને અમેરિકી સંસદ પર હુમલો કરવા ઉશ્કેરવાના આરોપ મુકાયા છે. પ્રતિનિધિ સભામાં મહાભિયોગનો પ્રસ્તાવ પસાર થશે તો તેને અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટને મોકલી અપાશે. સેનેટમાં પુરાવાની ચકાસણી બાદ મહાભિયોગના પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાનની કાર્યવાહી થશે.

આ પહેલાં મંગળવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે એક ઠરાવ પસાર કરી વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સને બંધારણના 25મા સુધારા અંતર્ગત પ્રેસિડેન્ટ ટ્રમ્પને હોદ્દા પરથી બરખાસ્ત કરવાની અપીલ કરતો ઠરાવ 223-205 મતથી પસાર કરાયો હતો. જોકે આ ઠરાવ વાઇસ પ્રેસિડેન્ટને તેમ કરવા બંધનકર્તા નથી. પેન્સે સ્પીકર નેન્સી પેલોસીને પત્ર લખી ટ્રમ્પ સામે બંધારણના 25મા સુધારા અંતર્ગત કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, ટ્રમ્પ સામે આ પ્રકારની કાર્યવાહી દેશના હિતમાં નથી અને બંધારણને સંલગ્ન પણ નથી. પેન્સે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના ઠરાવને સ્વીકારવાનો ઇનકાર કરી દેતાં ડેમોક્રેટ સાંસદોએ ટ્રમ્પ વિરુદ્ધના મહાભિયોગ પ્રસ્તાવને આગળ ધપાવી દીધો છે. બુધવારે અમેરિકી સંસદમાં હવે આ પ્રસ્તાવ પર મતદાન યોજાશે. ટ્રમ્પ વિરુદ્ધનો આ મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં પસાર થશે તો તેઓ અમેરિકી ઇતિહાસના પહેલા પ્રમુખ બનશે જેમની સામે બે વાર મહાભિયોગની કાર્યવાહી કરવાનો નિર્ણય સંસદે લીધો હોય.

પાંચ રિપબ્લિકન સાંસદો ટ્રમ્પના મહાભિયોગનાં સમર્થનમાં

ટ્રમ્પ માટે શાસનનું અંતિમ સપ્તાહ કપરું બની રહેવાના એંધાણ છે. ઓછામાં ઓછા પાંચ રિપબ્લિકન સાંસદોએ ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહીની તરફેણમાં મતદાન કરવાનો નિર્ણય કર્યો છે. પ્રતિનિધિસભામાં નંબર થ્રીની પોઝિશન પર રહેલા રિપબ્લિકન સાંસદ લિઝ ચેનીએ જણાવ્યું હતું કે, અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ, તેમની કચેરી અને બંધારણના શપથ સાથે આટલી મોટી દગાબાજી ક્યારેય જોવા મળી નથી. ટ્ર્પે ટોળાં એકઠાં કર્યાં અને તેમને સંસદ પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતાં. હું ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી માટે મત આપીશ. રિપબ્લિકન સાંસદો જ્હોન કાત્કો, આદમ કિનઝિંગર અને ફ્રેડ અપ્ટોને પણ ટ્રમ્પની વિરુદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પને પોતાની કરણીનો કોઈ પસ્તાવો નથી, ઉશ્કેરણીને યોગ્ય ગણાવી

અમેરિકી સંસદ પર હુમલાના ૬ દિવસ બાદ મંગળવારે જાહેરમાં આવેલા ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની કરણીનો કોઇ પસ્તાવો નથી. ઊલટાની તેમણે ધમકી ઉચ્ચારી છે કે મારી સામે મહાભિયોગની કાર્યવાહી કરાશે તો દેશમાં વધુ હિંસા ભડકી ઉઠશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, મારા સમર્થકો સંસદ પર મોરચો લઇ ગયા હતા જેથી તેઓ ચૂંટણી પરિણામો ફગાવી દેવા માટે સાંસદો પર દબાણ સર્જી શકે. મેં તેમને યોગ્ય પ્રોત્સાહન જ આપ્યું હતું. મારા મહાભિયોગની અફવા અમેરિકન ઇતિહાસનો સૌથી ઝેરી પ્રચાર છે. મહાભિયોગની કાર્યવાહી ભયાનક રોષ, વિભાજન અને પીડા પેદા કરી રહી છે. જે અમેરિકા માટે અત્યંત ભયજનક છે. બંધારણનો 25મો સુધારો મારા માટે કોઇ જોખમ નથી. પરંતુ તે બાઇડેન અને તેમની સરકારને પરેશાન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન