TopHeadline: 23 april 2019 til 12 pm National Gujarat
  • Home
  • Gujarat
  • [email protected] PM: આતંકનું શસ્ત્ર IEDથી શક્તિશાળી છે લોકતંત્રનું હથિયાર વોટર ID: પીએમ મોદી સહિતના સમાચાર

[email protected] PM: આતંકનું શસ્ત્ર IEDથી શક્તિશાળી છે લોકતંત્રનું હથિયાર વોટર ID: પીએમ મોદી સહિતના સમાચાર

 | 11:57 am IST

પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાણિપમાં મતદાન કર્યા બાદ સામાન્ય લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી તથા સંજય દત્તએ મુંબઈમાં પ્રિયા દત્ત માટે ચૂંટણી પ્રચાર કર્યો અને કોંગ્રેસે યુપીના મુરાદાબાદ સીટ પરથી ઇમરાન પ્રતાપગઢીને પોતાના ઉમેદવાર બનાવ્યા તેમજ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 14 લોકસભાની ચૂંટણી યોજાઇ છે, ત્યારે આજે વધુ એક વખત 15 રાજ્યોમાં 116 બેઠકો પર લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે અને હવે તમારે વોટર આઈડી કાર્ડ બનાવવા માટે અથવા તેમાં સુધારા વધારા કરાવવા માટે ક્યાંય જવું પડશે નહી તેમજ  7 હાર બાદ રાજસ્થાન પર આઇપીએલની હાલની સીરીઝથી બહાર ફેકાઇ જવાનો ખતરો સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: વોટ આપ્યા બાદ PM મોદીએ કહ્યું- ‘આતંકનું શસ્ત્ર IEDથી શક્તિશાળી છે લોકતંત્રનું હથિયાર વોટર ID’

પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાણિપમાં મતદાન કર્યા બાદ સામાન્ય લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ મતદારોને મતદાન ઓળખપત્રને લોકતંત્રનું સૌથી મજબૂત શસ્ત્ર બતાવ્યું હતું. તેમને કહ્યું કે, આતંકવાદનું શસ્ત્ર IED હોય છે અને લોકતંત્રનું શસ્ત્ર વોટર ID હોય છે. તેનો ઉપયોગ કરીને સૌથી વધુ મતદાન કરો.

વધુ વાંચવા કરો ક્લિક-2: સંજય દત્તે નિભાવ્યો ‘રાખી ધર્મ’, ફિલ્મનું શૂટિંગ પડતુ મુકી પ્રિયા દત્ત માટે રસ્તા પર ઉતર્યો

બોલીવુડ અભિનેતા સંજય દત્ત ભલે રાજકારણથી દૂર રહ્યો હોય પરંતુ તે પોતાની બહેન અને કોંગ્રેસ ઉમેદવાર પ્રિયા દત્તને પુરેપુરો સપોર્ટ કરી રહ્યો છે. સંજય દત્તએ મુંબઈમાં પ્રિયા દત્ત માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. બહેન સાથે આવીને સંજય દત્તે લોકોને પ્રિયા દત્ત માટે મતદાન કરવાની અપીલ કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-3: પ્રિયંકા ગાંધીના સાસરીમાં કોંગ્રેસ ઉમેદવારને ભરાયો ડૂમો, રડતા-રડતા કહ્યું કે…

કોંગ્રેસે યુપીના મુરાદાબાદ સીટ પરથી ઇમરાન પ્રતાપગઢીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. શુક્રવારના રોજ ચૂંટણી પ્રચારમાં પોતાના ભાષણ દરમ્યાન તેઓ ભાવુક થઇ ગયા. શહેરના જામા મસ્જિદ ગ્રાઉન્ડ પર એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં 30 વર્ષના આ શાયરે કહ્યું કે હું બાહરનો નથી. આમ કહીને તે રડવા લાગ્યા. ઉર્દૂના શાયર ઇમરાન યુવાઓની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: આજે ગુજરાતીઓ પાસે 52 વર્ષ જૂના રેકોર્ડ તોડવાની તક, જાણો શું હતો 1967નો સિનારીયો

ગુજરાતમાં અત્યાર સુધી કુલ 14 લોકસભાની ચૂંટણી યોજાઇ છે, ત્યારે આજે વધુ એક વખત 15 રાજ્યોમાં 116 બેઠકો પર લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં ગુજરાતની તમામે તમામ 26 લોકસભા બેઠકો પર એકસાથે મતદાન યોજાઇ રહ્યું છે. 4.51 કરોડ મતદારોમાં આશરે 10 લાખ વોટર્સ એવા છે જેઓ પહેલીવાર વોટ આપવા જઇ રહ્યા છે, જ્યારે 7.38 લાખ મતદારોની ઉંમર 80 વર્ષ કરતા વધારે છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: તમારો મત તમારી સેલ્ફી: સંદેશ ન્યૂઝના કેમ્પેઇનને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

આજે 15 રાજ્યોમાં 116 બેઠકો પર લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં ગુજરાતની તમામે તમામ 26 લોકસભા બેઠકો પર એકસાથે મતદાન યોજાઇ રહ્યું છે. લોકશાહીના આ મહાપર્વમાં તમામ લોકો પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરે તેવી તંત્ર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. આ પહેલમાં સંદેશ ન્યૂઝ પણ જોડાઇ ગયું છે. આજે સવારથી લોકોએ મતાધિકારનો ઉપયોગ કરી સંદેશ ન્યૂઝના વોટ્સએપ નંબર પર પોતાના ફોટા મોકલ્યા હતા. હાલ સંદેશ ન્યૂઝની પહેલને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. મતદારોની તમામ મોકલેલી સેલ્ફીઓ સંદેશ ન્યૂઝ પર રજૂ કરવામાં આવી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-6: ગુજરાતમાં કંઇ કંઇ જગ્યાએ EVM ખોટકાયા હોવાની ફરિયાદો મળી, આ રહ્યું લાબું લચક લિસ્ટ

આજે ત્રીજા તબક્કાનું મતદાન છે. સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં 15 રાજ્યોની 117 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાત, કેરળ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, આસામ, દાદરા નાગરહવેલી, દમણ અને દીવની લોકસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: ઇલેક્શન કાર્ડ વગર પણ આ ડોક્યુમેન્ટની મદદથી કરી શકાય છે મતદાન, જાણો તેના વિશે

લોકતંત્રનો સૌથી મોટો મહાપર્વ ચૂંટણી છે અને આજે લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું વોટિંગ શરૂ થઇ ગયુ છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયુ છે. જો તમારી પાસે હાલ ચૂંટણીકાર્ડ નથી મળી રહ્યું તો ગભરાવાની જરૂર નથી.

વધુ વાંચવા કરો ક્લિક-8: માત્ર 5 સ્ટેપથી મોબાઈલ ફોન પર જ બનાવી શકાય છે વોટર આઈડી કાર્ડ

હવે તમારે વોટર આઈડી કાર્ડ બનાવવા માટે અથવા તેમાં સુધારા વધારા કરાવવા માટે ક્યાંય જવું પડશે નહી. કેમ કે આ કામ તમે ખુબ જ સરળ રીતે તમારા મોબાઈલ દ્વારા જ કરી શકશો. મોબાઈલ ફોન દ્વારા વોટર આઈડી બનાવવા અથવા તેમાં સુધારા વધાર કરવા માટે તમારા મોબાઈલમાં માત્ર ઈન્ટરનેટની જરૂર રહેશે.

વધુ વાંચવા કરો ક્લિક-9: IPL 2019: બોલ સ્ટંપને અડ્યો છતાં નોટ આઉટ રહ્યો ખેલાડી, કારણ જાણી રહેશો દંગ

આઈપીએલ-12માં સોમવારે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ટુર્નામેન્ટમાં 40મી મેચ રમવામાં આવી હતી. જયપુરના સાવઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ અત્યંત રોમાંચક મેચમાં દિલ્હીએ રાજસ્થાનને 6 વિકેટથી હરાવી હતી. આ મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી. જેમાં બોલ વિકેટ્સ પર વાગી પણ ગીલ્લી પડી નહી.

વધુ વાંચવા કરો ક્લિક-10: IPL: ધોનીની ટીમને પછાડી દિલ્હી બની નંબર વન, રાજસ્થાન પર લટકતી તલવાર

જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં સોમવારે રમાયેલ આઇપીએલના મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 6 વિકેટથી પરાજય આપી છે. આ જીતની સાથે જ દિલ્હીની ટીમ આઇપીએલના પોઇન્ટ ટેબલમાં 14 અંકોની સાથે નંબર વન પર પહોંચી ગઇ છે. ત્યારે 7 હાર બાદ રાજસ્થાન પર આઇપીએલની હાલની સીરીઝથી બહાર ફેકાઇ જવાનો ખતરો માથે લટકી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન