TopHeadline: 23 May 2019 til 03 pm National Gujarat
  • Home
  • Gujarat
  • [email protected] PM: ગાંધીનગરમાં અમિત શાહે અડવાણીનો રેકોર્ડ તોડ્યો, ભાજપે સર્જ્યો ઈતિહાસ

[email protected] PM: ગાંધીનગરમાં અમિત શાહે અડવાણીનો રેકોર્ડ તોડ્યો, ભાજપે સર્જ્યો ઈતિહાસ

 | 2:58 pm IST

આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે તથા પશ્ચિમ બંગાળની 42 લોકસભા સીટોમાંથી 19થી 23 સીટો પર જીત નોંધાવી શકે છે અને લોકસભા ચૂંટણી પરિણામ 2019 રૂઝાનમાં બીજેપી અને તેના સહયોગી દળોને મળેલા ભારે બહુમત બાદ હવે તેને વિરોધી નેતા શુભેચ્છા પાઠવી રહ્યા છે તથા ચૂંટણી પરિણામના પ્રાથમિક રૂઝાનો પ્રમાણે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ ફક્ત 52 સીટો પણ આગળ ચાલી રહી છે તેમજ આ ચૂંટણીમાં, બીજેપી પાસે માત્ર એક જ મુદ્દો હતો, મોદી હૈ તો મુમકિન હૈ, જ્યારે કોંગ્રેસ અને તમામ વિરોધ પક્ષો મોદીને દૂર કરવાના મુદ્દે ચૂંટણી લડી રહ્યા હતા તથા દેશ-વિદેશમાંથી દિગ્ગજ નેતાઓના પીએમ મોદીને અભિનંદન મળ્યા તેમજ ભારત પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે રમશે સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: લોકસભા ચૂંટણી પરિણામ Live : ભાજપે સરજ્યો ઈતિહાસ, આંકડો પહોંચ્યો 300 બેઠકોને પાર

લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહ્યા છે. કુલ 542 બેઠકો પર યોજાયેલી લોકસભા બેઠકોની આજે સવારે આઠ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે?

વધુ વાંચવા કરો ક્લિક-2: Live: પશ્ચિમ બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું પાડી BJP રચશે ઇતિહાસ

લાંબા સમયથી ચાલી રહેલ સાત તબક્કાની ચૂંટણી, જુબાની જંગ, અને અસંખ્ય રાજકીય સમીકરણો બાદ આખરે 23મી મેના દિવસ આવી ગયો. આખા દેશની નજર 542 સીટોની સાથે જ પશ્ચિમ બંગાળની 42 સીટો પર મતગણતરી શરૂ થઇ ત્યારથી જ છે. પશ્ચિમ બંગાળની 42 લોકસભા સીટોમાંથી 19થી 23 સીટો પર જીત નોંધાવી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-3:મોદીના કટ્ટર વિરોધી ઉમર અબ્દુલ્લાએ પાઠવી શુભકામના, અમિત શાહ માટે કહ્યું કે…

લોકસભા ચૂંટણી પરિણામ 2019 રૂઝાનમાં બીજેપી અને તેના સહયોગી દળોને મળેલા ભારે બહુમત બાદ હવે તેને વિરોધી નેતા શુભેચ્છા પાઠવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્સફરન્સના કાર્યકારી અધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું છે કે આ શાનદાર પ્રદર્શનનું બધુ ક્રેડિટ પીએમ મોદી સાહેબ અને અમિત શાહને જાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-4:પહેલી જ વાર લોકસભાની ચૂંટણી લડી રહેલા અમિત શાહે અડવાણીનો રેકોર્ડ કર્યો ધ્વસ્ત

આજે ગુજરાતની ગાંધીનગર બેઠક પર અડવાણીનો રેકોર્ડ અમિત શાહે તોડ્યો હતો. તમને જણાવી દઇએ કે, 2014ની લોકસભામાં અડવાણીએ 483121 મતથી લીડ મેળવી હતી. 1989થી ગાંધીનગર લોકસભામાં ભાજપનો ક્યારેય પરાજય થયો નથી.

વધુ વાંચવા કરો ક્લિક-5: ચૂંટણીના પરિણામ જોઇ મતગણતરી કેન્દ્ર પર જ કોંગ્રેસ જિલ્લાધ્યક્ષને આવ્યો એટેક, નીપજ્યું મોત

મધ્ય પ્રદેશના સીહોરમાં એક મતગણતરી કેન્દ્ર પર સીહોર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ રતન સિંહ ઠાકુરનું હાર્ટએટેકથી મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે રતન સિંહ ઠાકુર મતગણતરી કેન્દ્ર પર મતની ગણતરી જોવા પહોંચ્યા હતા. પરંતુ અચાનક તે બેભાન થઇને પડી ગયા.

વધુ વાંચવા કરો ક્લિક-6: બાલાકોટથી રેડ ફોર્ટ સુધી મોદી, એક વાર ફરી લાલ કિલ્લાથી દેશને સંબોધશે મોદી

ચૂંટણીઓના રૂઝાનો આગળ વધતા જણાય છે, એવું લાગે છે કે આ ચૂંટણી પર લડવામાં આવેલ મુદ્દો સફળ રહ્યો હતો. આ ચૂંટણીમાં, બીજેપી પાસે માત્ર એક જ મુદ્દો હતો, મોદી હૈ તો મુમકિન હૈ, જ્યારે કોંગ્રેસ અને તમામ વિરોધ પક્ષો મોદીને દૂર કરવાના મુદ્દે ચૂંટણી લડી રહ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-7: રૂઝાનોમાં બીજેપી આગળ, કેન્દ્રિય મંત્રીએ પીએમ મોદીને આ રીતે પાઠવી શુભકામના

લોકસભા ચુંટણી 2019નું પરિણામ આવવાની શરૂઆત થઇ ગઇ છે. જોકે ફાઇનલ પરિણામ આવવામાં હજુ સમય લાગશે. પણ આ રૂઝાનમાં બીજેપી અને એનડીએને ભારે બહુમતી મળતી દેખાઇ રહી છે. આ રીતે બીજેપી કેન્દ્રમાં ફરીથી સરકાર રચશે તેવા અણસાર આવી રહ્યાં છે. જો રૂઝાન જ પરિણામમાં બદલાઇ જશે તો બીજેપી આ ચુંટણીમાં મોટો ઇતિહાસ રચશે.

વધુ વાંચવા કરો ક્લિક-8: દુનિયાભરમાંથી દિગ્ગજ નેતાઓએ PM મોદીને પાઠવ્યા અભિનંદન, જાણો કોણે શું કહ્યું

 બીજેપી કેન્દ્રમાં ફરીથી સરકાર રચશે તેવા અણસાર આવી રહ્યાં છે. જો રૂઝાન જ પરિણામમાં બદલાઇ જશે તો બીજેપી આ ચુંટણીમાં મોટો ઇતિહાસ રચશે. તેવામાં દેશ-વિદેશમાંથી દિગ્ગજ નેતાઓના પીએમ મોદીને અભિનંદન મળી રહ્યાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: લોકસભા ચૂંટણીના પરિણામ વચ્ચે અમેરિકાએ આપ્યું નિવેદન, કહ્યું- સરકાર બનશે તો…

અમેરિકા ભારતમાં આગામી આવનારા સત્તા પક્ષ સાથે મળીને કામ કરશે. વિદેશી મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્તાગસએ જણાવ્યું છે કે હું અમેરિકાની નજરે કહીશ કે અમને ભારતીય ચુંટણી પ્રક્રિયાની ઇમાનદારી અને નિષ્પક્ષતા પર પૂર્ણ વિશ્વાસ છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ઇંગ્લેન્ડ પહોંચી ભારતીય ટીમ, 25 મેનાં રોજ ન્યૂઝીલેન્ડ સામે રમશે પ્રેક્ટિસ મેચ

ભારતીય ટીમ આઈસીસી વિશ્વ કપમાં ભાગ લેવા માટે બુધવારનાં રોજ ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયાનું વિશ્વ કપ અભિયાન 5 જુનથી શરૂ થશે. ભારત પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે રમશે. આ પહેલા ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં બે પ્રેક્ટિસ મેચ રમશે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ માટે આ બંને મેચ મહત્વની છે. આ મેચમાં વિરાટ કોહલીએ પોતાની પ્લેઇંગ ઇલેવન ફાઇનલ કરવાની રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન