TopHeadline: 23 May 2019 til 12 pm National Gujarat
  • Home
  • Gujarat
  • [email protected] PM:ભાજપે પોતાનો જ રેકોર્ડ તોડ્યો, NDAની વાપસીને શેરબજારે કર્યું સ્વાગત સહિતના સમાચાર

[email protected] PM:ભાજપે પોતાનો જ રેકોર્ડ તોડ્યો, NDAની વાપસીને શેરબજારે કર્યું સ્વાગત સહિતના સમાચાર

 | 11:55 am IST

લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહ્યા છે તથા ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકોને લઇને મતગણતરીને લઈને તમામ અપડેટ્સ  અને પશ્ચિમ બંગાળની 42 લોકસભા સીટોમાંથી 19થી 23 સીટો પર જીત નોંધાવી શકે છે તેમજ પ્રથમ રાઉન્ડ પૂર્ણ થવા સુધી પીએમ નરેન્દ્ર મોદી 75 હજાર મતથી આગળ તથા ભારતીય પાર્ટીની આગેવાનીમાં એનનડીએ 200નો આંકડો સ્પર્શી લીધો અને દેશભરમાં 542 લોકસભા બેઠકોની સાથે હિમાચલ પ્રદેશના સંસદીય ક્ષેત્રોમાં આજે પરિણામ જાહેર થશે તથા એનડીએની સરકારના ભવ્ય વિજયનું ભારતીય શેરબજારે પણ જોરદાર ઉછાળા સાથે સ્વાગત કર્યું તેમજ સચિન તેંડુલકરે ભારતીય ટીમની જીતની સંભાવનાઓ પર વાત કરી સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: લોકસભા ચૂંટણી પરિણામ Live : ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડશે

લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહ્યા છે. કુલ 542 બેઠકો પર યોજાયેલી લોકસભા બેઠકોની આજે સવારે આઠ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે?

વધુ વાંચવા કરો ક્લિક-2: ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ Live: સૌરાષ્ટ્રમાં ભાજપના તમામ ઉમેદવારો 40,000 મતોથી આગળ

આજે એટલે 23મી એપ્રિલનાં રોજ ગુજરાતની 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થઇ છે.  ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકોને લઇને મતગણતરીને લઈને તમામ અપડેટ્સ તમે નીચે જોઈ શકો છો.

વધુ વાંચવા કરો ક્લિક-3:Live: પશ્ચિમ બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું પાડી BJP રચશે ઇતિહાસ

લાંબા સમયથી ચાલી રહેલ સાત તબક્કાની ચૂંટણી, જુબાની જંગ, અને અસંખ્ય રાજકીય સમીકરણો બાદ આખરે 23મી મેના દિવસ આવી ગયો. આખા દેશની નજર 542 સીટોની સાથે જ પશ્ચિમ બંગાળની 42 સીટો પર મતગણતરી શરૂ થઇ ત્યારથી જ છે. પશ્ચિમ બંગાળની 42 લોકસભા સીટોમાંથી 19થી 23 સીટો પર જીત નોંધાવી શકે છે. રાજ્યમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને અંદાજે 19 થી 22 સીટોથી સંતોષ માનવો પડી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-4:16મી મે 2014ના રોજ જ PM નરેન્દ્ર મોદીએ કરી હતી ટ્વીટ, આજે કોણ જીતશે?

લોકસભા ચૂંટણી 2019 મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે, શરૂઆતી રૂઝાનો આવવાના શરૂ થઈ ચુક્યા છે. સવારે 9 કલાકે રૂઝાનોમાં ભારતીય પાર્ટીની આગેવાનીમાં એનનડીએ 200નો આંકડો સ્પર્શી લીધો છે. શરૂઆતી રૂઝાનોની માનીએતો એક્ઝિટ પોલ સાચા સાબીત થતા જોવા મળી રહ્યા છે. આવામાં એકવાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર દરેકની નજર હોય તે સ્વાભાવિક છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: વારાણસીમાં ચાલ્યું ફરીથી મોદી મેજીક, વિરોધીઓ જોજનો દૂર

દેશની સૌથી ચર્ચિત લોકસભા સીટોમાં પ્રખ્યાત વારાણસી લોકસભા સીટ પર મતની ગણતરી શરૂ થઇ ગઇ છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થવા સુધી પીએમ નરેન્દ્ર મોદી 75 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આજે મોડી રાત સુધી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. વારાણસી સીટ પર દુનિયાભરની મીડિયાની નજર છે. આ સીટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજી વખત મેદાનમાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ, લહેરાશે ભાજપનો ભગવો

દેશભરમાં 542 લોકસભા બેઠકોની સાથે હિમાચલ પ્રદેશના સંસદીય ક્ષેત્રોમાં આજે પરિણામ જાહેર થશે. સૂબેના હમીરપુર લોકસભા બેઠક પર BJPના હેવીવેટ કેન્ડીડેટ અનુરાગ ઠાકપર મેદાનમાં છે. ક્યારેક દિગ્ગજ નેતા રહેલા શાંતા કુમારના ચંબા કાંગડા સંસદીય ક્ષેત્રથી BJPના પ્રદેશ મંત્રી કિશન કપુરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમનો મુકાબલો કોંગ્રેસના પવન કાજલથી થઈ રહ્યો છે. જેમને ઉતરતી જાતીઓના લોકપ્રિય નેતા માનવામા આવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: Live: ગુજરાતની તમામ 4 વિધાનસભાની બેઠકો પર ભાજપ આગળ

આજે દેશમાં લોકશાહીના પૂર્વનો ખાસ દિવસ છે. લોકસભાની 542 બેઠકની સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થશે, હાલ મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં 4 વિધાનસભાની બેઠકોમાં ભાજપ આગળ છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: લોકસભા ચૂંટણીના પરિણામ વચ્ચે અમેરિકાએ આપ્યું નિવેદન, કહ્યું- સરકાર બનશે તો…

અમેરિકાએ કહ્યું છે કે ભારતીય ચૂંટણીમાં નિષ્પક્ષતા અને ઇમાનદારી પર પૂર્ણ વિશ્વાસ છે. અને ગમે તે પક્ષ ભારતની સત્તા સંભાળે પણ અમેરિકા કોઇપણ સંજોગોમાં ભારતની સાથે છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: NDAની વાપસીને શેરબજારે કર્યું જોરદાર સ્વાગત, સેન્સેક્સ 40,000 પાર

આજથી પાંચ વર્ષ પૂર્વ ભારતીય જનતા પક્ષે લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારતીય શેરબજાર દ્વારા નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળની એનડીએની સરકારના ભવ્ય વિજયનું ભારતીય શેરબજારે પણ જોરદાર ઉછાળા સાથે સ્વાગત કર્યું હતુ. એવું માનવામાં આવે છે કે ઇતિહાસ પોતે પુનરાવર્તન કરે છે. નિષ્ણાતો માને છે કે આ એકમાત્ર વસ્તુ છે જે આ સમયે થઈ શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: વર્લ્ડ કપ: સચિન તેંડુલકરે જણાવ્યું, ધોનીએ નંબર 4 પર નહીં, આ ક્રમે બેટિંગ કરવી જોઇએ

આઈસીસી વન ડે વિશ્વ કપ 2019 માટે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પહોંચી ચુકી છે અને 2 દિવસ પછી ન્યૂઝીલેન્ડની સામે થનારી પ્રેક્ટિસ મેચની તૈયારીઓ કરી રહી છે. હજુ સુધી ભારતીય ટીમમાં નંબર 4ની ચર્ચા ચાલુ છે. આ વિશે ટીમ ઇન્ડિયાનાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પણ પોતાનું મંતવ્ય આપ્યું છે અને ભારતીય ટીમની જીતની સંભાવનાઓ પર વાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન