23 arrested in liquor party including groom and son of pradeep jain in navsar
  • Home
  • Gujarat
  • લગ્નના માંડવાને બદલે વરરાજા સહિત 23 નબીરા પહોંચ્યા પોલીસ સ્ટેશન

લગ્નના માંડવાને બદલે વરરાજા સહિત 23 નબીરા પહોંચ્યા પોલીસ સ્ટેશન

 | 1:50 pm IST

નવસારીમાં નૂતન સોસાયટીના બંગલામાં પોલીસ દ્વારા રેડ પાડી દારૂની મહેફિલ માણતાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં શહેર ભાજપ અગ્રણી અને બિલ્ડરના પુત્ર સામેલ છે. લગ્નપ્રસંગમાં મહેફિલ માણતા 23 લોકોની ધરપકડ કરાઇ છે. જેમાં દારૂની મહેફિલમાં સામેલ 4 મહિલાઓની પણ ધરપકડ કરાઇ છે.

તેમજ બિલ્ડર હિમાંશુ ચોક્સીના પુત્ર જીગીશ અને જવલ ઝડપાયા છે. જ્યારે નામાંકિત બિલ્ડર પ્રદીપ જૈનના પુત્ર જિમીની પણ ધરપકડ કરવામાં આવી છે. તથા વરરાજાની અર્પિત શાહની પણ ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યભરમાં લગ્નનો માહોલ જામ્યો છે. લગ્નમાં દારુની પાર્ટી કરવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નવસારીમાં આવી જ રીતે લગ્ન સમારંભમાં દારુની પાર્ટી કરવામાં આવી રહી હતી. જેમાં પોલીસે રેડ પાડી 23 લોકોની અટકાયત કરી હતી. 23 લોકોમાં 4 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

નવસારી શહેરની નૂતન સોસાયટીમાં લગ્ન સમારંભ દરમિયાન દારુની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને જાણ થતા લગ્ન સમારંભમાં રેડ કરી હતી અને 23 નબીરાની અટકાયત કરી તમામને સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે લાવવામાં આવ્યા હતા. 23 લોકોમાં 4 મહિલોઓ પણ સામેલ હતી. ખાસ વાત એ છે કે વરરાજો અર્પિત શાહ પણ દારુની મહેફીલમાં હાજર હતો.