૨૦૧૮ ફૂટબોલ વર્લ્ડ કપમાં ૨૩ ટીમો ક્વોલિફાઇ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • ૨૦૧૮ ફૂટબોલ વર્લ્ડ કપમાં ૨૩ ટીમો ક્વોલિફાઇ

૨૦૧૮ ફૂટબોલ વર્લ્ડ કપમાં ૨૩ ટીમો ક્વોલિફાઇ

 | 11:09 pm IST

રશિયામાં આગામી વર્ષે ૧૪ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યોજાનાર ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના ક્વોલિફિકેશન રાઉન્ડ અંતિમ તબક્કામાં છે. ૩૨ ટીમો વચ્ચે રમાતા વર્લ્ડ કપમાં યજમાન રશિયા ઉપરાંત વિશ્વની ૨૨ ટીમોએ ક્વોલિફાઇ કરી લીધું છે જ્યારે બાકીની નવ ટીમો પ્લેઓફ મુકાબલા દ્વારા વર્લ્ડ કપમાં સ્થાન મેળવશે. વિશ્વની કુલ ૨૦૯ ટીમોએ વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ થવા માટે ભાગ લીધો હતો. હવે કઈ ટીમને વર્લ્ડ કપમાં પહોંચવાની તક છે તેના પર એક નજર…

યુરોપ : યજમાન હોવાને કારણે રશિયાને સીધો પ્રવેશ મળ્યો છે. બાકીની ૫૪ ટીમોને નવ ગ્રૂપમાં વહેંચી દેવાઈ હતી. નવ ગ્રૂપમાં ટોચનાં સ્થાને રહેનાર નવ ટીમોએ ક્વોલિફાઇ કરી લીધું છે. આ ટીમોમાં બેલ્જિયમ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, આઈસલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, ર્સિબયા, સ્પેન સામેલ છે. યુરોપમાંથી હજુ ચાર ટીમ ક્વોલિફાઇ થવાની બાકી છે. આ માટે નવ ગ્રૂપમાં રનર અપ રહેલી નવ ટીમો પૈકી શ્રેષ્ઠ આઠ ટીમો સ્વિટ્ઝરલેન્ડ, ઇટાલી, ક્રોએશિયા, ડેન્માર્ક, નોર્થન આયરલેન્ડ, સ્વિડન, રિપબ્લિક ઓફ આયરલેન્ડ અને ગ્રીસ પ્લેઓફમાં ટકરાશે જે પૈકી ચાર ટીમો ક્વોલિફાઇ થશે.

ઓસિયાના : ઓસિયાનાની ૦.૫ ટીમ ક્વોલિફાઇ થાય છે એટલે કે, અહીં ૧૧ ટીમો વચ્ચે મુકાબલા યોજાયા હતા જે પૈકી ન્યૂઝીલેન્ડે ટોચનું સ્થાન મેળવ્યું હતું. આથી પ્લે ઓફમાં નોર્થ અમેરિકાની પેરૂ ટીમ સામે ટકરાશે. તેમાં જીત મેળનાર ટીમ વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ થશે.

એશિયા : એશિયાની ૪.૫ ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ થાય છે જે પૈકી ચાર ટીમો ઇરાન, જાપાન, સાઉથ કોરિયા અને સાઉદી અરેબિયાએ ક્વોલિફાઇ કરી લીધું છે જ્યારે પાંચમા નંબરે રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમનો સામનો નોર્થ એન્ડ સેન્ટ્રલ અમેરિકાની હોન્ડુરાસ સામે ટકરાશે. આ બંને પૈકી જીત મેળવનાર ટીમ વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવશે.

સાઉથ અમેરિકા : સાઉથ અમેરિકાની ૪.૫ ટીમ ક્વોલિફાઇ થાય છે એટલે કે, ચાર ટીમને સીધો પ્રવેશ મળે છે અને પાંચમી ટીમને અન્ય કોન્ફેડરેશનની ટીમ સામે પ્લે ઓફ મુકાબલામાં ટકરાવવું પડે છે. તેમાં જીત મેળવનાર ટીમ વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ થાય છે. સાઉથ અમેરિકાની ૧૦ ટીમો વચ્ચે ક્વોલિફાઇ મુકાબલા યોજાયા હતા જે પૈકી આર્જેન્ટિના, બ્રાઝિલ, કોલંબિયા અને ઉરૂગ્વેએ ક્વોલિફાઇ કરી લીધું છે. સાઉથ અમેરિકાની પેરૂ ટીમને ક્વોલિફાઇ થવા માટે પ્લેઓફ મુકાબલામાં રમવું પડશે.

નોર્થ અને સેન્ટ્રલ અમેરિકા : આ ગ્રૂપમાં ૩.૫ ટીમો વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ થાય છે. કોસ્ટારિકા, મેક્સિકો અને પનામાએ ક્વોલિફાઈ કરી લીધું છે જ્યારે હોન્ડુરાસની ટીમ પાસે પ્લેઓફમાં વિજય મેળવી વર્લ્ડ કપમાં પહોંચવાની તક છે. આ ગ્રૂપમાં સૌથી મોટો અપસેટ અમેરિકાની ટીમનું બહાર થવું છે.

આફ્રિકા : આફ્રિકામાં ત્રીજા રાઉન્ડમાં પહોંચેલી ૨૦ ટીમોને પાંચ ગ્રૂપમાં વહેંચી દેવાઈ હતી. આ પાંચ ગ્રૂપમાં ટોચનાં સ્થાને રહેનારી ટીમ વર્લ્ડ કપમાં ક્વોલિફાઇ થાય છે. નાઇજીરિયા અને ઇજિપ્તે ક્વોલિફાઇ કરી લીધું છે. બાકી રહેલી ત્રણ ટીમોમાં ટયૂનિશિયા, મોરક્કો, આઈવરી કોસ્ટ તેમજ સેનેગલ અને સાઉથ આફ્રિકા પાસે તક છે. જો સેનેગલ એકેય મેચ જીતે તો ક્વોલિફાઇ કરી લેશે પરંતુ આફ્રિકા બંને જીતે તો આફ્રિકા વર્લ્ડ કપની ટિકિટ મેળવી લેશે.