23 year old tiktok star holly horne who is rich and famous
  • Home
  • Featured
  • એક TikTok Videoએ બદલી યુવતીની લાઇફ, પલકારામાં બની ગઇ ધનવાન

એક TikTok Videoએ બદલી યુવતીની લાઇફ, પલકારામાં બની ગઇ ધનવાન

 | 2:09 pm IST

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈ વ્યક્તિનું જીવન એટલી હદે બદલી શકે છે કે, તેનું સૌથી મોટું ઉદાહરણ આ 23 વર્ષની યુવતી બની છે. આ યુવતીની પાસે સોશિયલ મીડિયા વીડિયો એપ ટિકટોક પર ટોટલ 1.6 કરોડ ફોલોઅર્સ છે. તેના કારણે તે એટલી બધી પોપ્યુલર અને માલદાર બની ચૂકી છે કે, તેને પોતાની સુરક્ષા માટે એક સિક્યોરિટી ગાર્ડ પણ રાખ્યો છે.

View this post on Instagram

i felt this on a level

A post shared by Holly H (@hollyh) on

તેમજ તેની માતાએ નોકરી પણ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પર છવાયેલી આ યુવતીનું નામ હોલી હોર્ન (holly h) છે, જે બ્રિટનની સૌથી મોટી સુપરસ્ટાર બની ચૂકી છે. આકર્ષક હોઠ, પહોળી માંજરી આંખો અને મેનિક્યોર કરાયેલ નખની સાથે તે પોતાના માથાને કેમેરા તરફ ફેરવીને નીચે વળીને જ્યારે સિટી વગાડે છે, તો તેના લાખો-કરોડો ચાહકો પાગલ થઈ જાય છે.

View this post on Instagram

everyone meet my boyfriend 🙈🥰

A post shared by Holly H (@hollyh) on

તેનો ટિકટોક વીડિયો 15 સેકન્ડમાં જ પૂરો થઈ જાય છે. પંરતુ લોકોની વચ્ચે તેની અપીલ ચોંકાવનારી છે. તેની આ નાનકડી વીડિયો ક્લિપ 7.72 કરોડવખત જોવાઈ છે. જે ગત વર્ષ ટિકટોક પર અપલોડ કરવામાં આવી હતી.

હોલી અત્યાર સુધી તો પોતાના ભાઈ-બહેન મેગન અને ફીનિક્સની સાથે પોતાના પરિવાર સાથે રહેતી હતી. પરંતુ હવે એડ એજન્સીઓ અને એજન્ટ્સને મળવા માટે તે પોતાના પરિવાર સાથે મળવા માટે લંડનની નજીક વેસ્ટ સસેક્સમાં ચાર બેડરૂમના ઘરમાં શિફ્ટ થઈ છે. તે જ્યારે કોઈ કાર્યક્રમમાં હોય છે, ત્યારે તેની સાથે બોડીગાર્ડની ટીમ સાથે રહે છે. પોતાની સફળતા પર હોલી કહે છે કે, આ બહુ જ સારી તક છે.

આ વીડિયોએ ઈન્ટરનેટ પર હોલીને અભૂતપૂર્વ સુપરસ્ટારડમ આપ્યુ છે. તેની આ સફળતા પર જે સૌથી વધુ ખુશ છે, તે છે તેની માતા છે. તેની 46 વર્ષીય માતા જોડીએ જણાવ્યું કે, ઈમાનદારીથી કહું તો આ બધુ બહુ જ અજીબ છે. પરંતુ મારી દીકરી આ કામથી રૂપિયા કમાવી રહી છે. તેથી અમે પણ તેને સાથ આપીએ છીએ. આ એક આકર્ષક કરિયર છે, જેનું આશ્ચર્ય મને પણ થાય છે.

આ વીડીયો પણ જુઓ: હીરાપુર સ્થિત DPS સ્કૂલની માન્યતા રદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન