23rd September 2021 Headline: Gujarati Top News Headlines Till 12 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected] 12PM: હાઈપ્રૉફાઈલ રેપ કેસમાં પીડિતાનો રહસ્યસ્ફોટ, PM મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત

[email protected] 12PM: હાઈપ્રૉફાઈલ રેપ કેસમાં પીડિતાનો રહસ્યસ્ફોટ, PM મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત

 | 11:58 am IST
  • Share

પાટણના સાંતલપુરમાં અંધશ્રદ્ધા અને ક્રૂરતાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સત્યના પારખા માટે બાળકી સાથે ક્રૂરતા આચરાઈ છે. 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવીને સત્યના પારખા કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં બાળકી કાંડા સુધી દાઝી જતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. બાળકીના હાથ દાઝી જતાં તેને સારવાર માટે ધારપુરની સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. બાળકીના પિતાએ પાડોશી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાને તેના ઘરે જ નજરકેદ કરી લીધી હતી. ફરિયાદના આધારે પોલીસે મહિલાને ઝડપી લીધી છે.સહિતના અત્યાર સુધીના મહત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: સત્યના પારખા માટે બાળકી સાથે ક્રૂરતા: પાડોશી મહિલાએ 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા

પાટણના સાંતલપુરમાં અંધશ્રદ્ધા અને ક્રૂરતાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સત્યના પારખા માટે બાળકી સાથે ક્રૂરતા આચરાઈ છે. 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવીને સત્યના પારખા કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં બાળકી કાંડા સુધી દાઝી જતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. બાળકીના હાથ દાઝી જતાં તેને સારવાર માટે ધારપુરની સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. બાળકીના પિતાએ પાડોશી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાને તેના ઘરે જ નજરકેદ કરી લીધી હતી. ફરિયાદના આધારે પોલીસે મહિલાને ઝડપી લીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: હાઈપ્રૉફાઈલ રેપ કેસમાં પીડિતાનો રહસ્યસ્ફોટ: ‘મારી જાનનું જોખમ છે, મને રૂબરૂમાં ધમકી અપાઈ’

વડોદરા શહેરના જાણીતા ચાર્ટડ એકાઉન્ટ અશોક જૈન અને પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા લૉ ફેકલ્ટીની 24 વર્ષીય વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવાના હાઈ પ્રોફાઈલ રેપ કેસમાં રોજ આવી રહેલાં નવા વળાંક વચ્ચે પીડિતાએ સંદેશ સાથેની ખાસ વાતચીતમાં એવો રહસ્યસ્ફોટ કર્યો છે કે, પોલીસ ઉપર મને સ્હેજ પણ ભરોસો નથી.

વધુ વાંચવા કરો ક્લિક-3: PM મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત, ટ્વીટ કરીને જણાવ્યું વિમાનમાં કંઇ રીતે સમાય પસાર કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દિવસની મુલાકાત માટે અમેરિકા પહોંચી ગયા છે. ગુરૂવારે વહેલી સવારે વોશિંગ્ટન એરપોર્ટ પહોંચતા પીએમ મોદીનું જોરદાર સ્વાગત થયું. એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકન વિદેશ મંત્રાલયના કેટલાંય અધિકારી પહોંચ્યા હતા. તદઉપરાંત અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુ પણ એરપોર્ટ પર ઉપસ્થિત હતા. પોતાના આ પ્રવાસમાં મોદી સંયુકત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે અને ક્વાડ દેશોના નેતાઓની સાથે બેઠક કતરશે. આ સિવાય પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે.

વધુ વાંચવા કરો ક્લિક-4: આ એક રૂપિયાનો સિક્કો વેચાયો 10 કરોડ રૂપિયામાં

તમને એવા ઘણા લોકો મળી જશે જે જૂની વસ્તુઓને સાચવી રાખવાના શોખીન હોય. તેમાં પણ ઘણા બધા લોકો જૂના સિક્કા, જૂની નોટ વગેરેને મેળવવા માટે તેની વેલ્યુના કેટલાંય ઘણા વધુ કિંમત ચૂકવવા માટે પણ તૈયાર રહે છે. આવો જ એક કિસ્સો પાછલા દિવસોમાં સામે આવ્યો છે. જેમાં 1 રૂપિયાના સિક્કાની હરાજી 10 કરોડ રૂપિયામાં થઇ છે. જી હા આ એકદમ સાચી વાત છે. આ જ રીતે જૂન 2021માં ન્યૂયોર્કમાં 1933માં બનેલા અમેરિકન સિક્કા અંદાજે 138 કરોડ રૂપિયામાં નીલામ થયા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-5: પંજાબ કિંગ્સનો દીપક હુડા BCCIની એસીયુ ટીમના રડારમાં, પોસ્ટની તપાસ કરાશે

બીસીસીઆઇની એન્ટિ કરપ્શન યુનિટ (એસીયુ) યુએઇ ખાતે રમાતી આઇપીએલ લીગ ઉપર બાજનજર રાખી રહી છે. પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર દીપક હુડા પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે એસીયુના રડારમાં આવી ગયો છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: ‘શું કલ્કિ આવીને બચાવશે આપણી ગાય માતાને…? શરમ આવવી જોઇએ’- આકરા પાણીએ મુકેશ ખન્ના

‘શક્તિમાન’ તરીકે જાણીતા મુકેશ ખન્ના પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. તે અવારનવાર દેશના મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપે છે. આ વખતે મુકેશ ખન્નાનો ગુસ્સો ગાયને ખાનારા અને કાપનારા પર ફાટી નીકળ્યો છે. એક વીડિયો શેર કરીને તેમણે આવા લોકોને આડે હાથ લીધા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-7: શું ડાર્ક મોડ રાખવાથી સ્માર્ટફોનની બેટરી લાઈફ વધે છે ? વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ફોનની બેટરી લાઇફ વધારવા અંગે લોકોમાં વિવિધ માન્યતાઓ છે. મોટાભાગના લોકો માને છે કે ડાર્ક મોડમાં ફોનનો ઉપયોગ કરવાથી બેટરી લાઇફ સુધરે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ લોકોની આ ધારણાને ખોટી સાબિત કરી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ વાત સંપૂર્ણપણે સાચી નથી. પુરાડે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સંશોધન દ્વારા આ વાત સાબિત કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: કેનેડા ચૂંટણીમાં 18 એનઆરઆઈ જીત્યા, જગમીતસિંહ ફરી કિંગ મેકર બની શકે છે

કેનેડાની સંસદીય ચૂંટણીમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતા જગમિતસિંહ અને સંરક્ષણ પ્રધાન હરજિતસિંહ સજ્જન સહિત ભારતીય મૂળના ૧૭ નેતાઓનો વિજય થયો છે. તે સાથે જ લિબરલ પાર્ટીના નેતા અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી સત્તામાં પાછા ફર્યા છે. બીજી તરફ ભારતીય મૂળના પંજાબી નેતા જગમીતસિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી ૨૭ બેઠક જીતેલી છે. તેના કારણે જગમીતસિંહ ફરી વખત કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયા છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: સુરતના વેપારી સાથે શ્રીલંકાના NRIની ઠગાઈ: ગુજરાત હાઈકોર્ટે રિપોર્ટ મંગાવ્યો, જાણો કેસની વિગત

શ્રીલંકામાં રહેતા ભારતીય નાગરિકે સુરતના વેપારી સાથે રૃ. ૪૦ લાખની છેતરપિંડી કરવાના કેસમાંહાઈકોર્ટે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન પાસેથી સમગ્ર કેસનો રિપોર્ટ માગ્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો