23rd September Gujarati Top News Headlines Till 6 PM
  • Home
  • Featured
  • [email protected]: અમેરિકામાં PM મોદીની 5 CEO સાથે મુલાકાત, શેરબજાર નવી રેકોર્ડ ટોચે બંધ

[email protected]: અમેરિકામાં PM મોદીની 5 CEO સાથે મુલાકાત, શેરબજાર નવી રેકોર્ડ ટોચે બંધ

 | 6:01 pm IST
  • Share

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં સેનાને LoC નજીક આતંકવાદીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાની ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. સૈન્યની હાજરીની જાણ થતાં જ છૂપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જ્યારે જવાબી કાર્યવાહીમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે.

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર છે. પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન PM મોદી અમેરિકન કંપની ક્વાલકોમના સીઈઓ ક્રિસ્ટાનિયો આર એમોન, એડોબના શાંતનુ નારાયણ, ફર્સ્ટ સોલરના માર્ક વિડમર, જનરલ એટોમિક્સના વિવેક લાલ, બ્લેકસ્ટોનના સ્ટીફન એ. શ્વાર્ઝમેનને મળશે. સહિત સાંજે 6 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચારો પર એક નજર

વધુ વાંચવા કરો ક્લિક-1:  પોરબંદરની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ સાથે પકડાયેલ 7 ઈરાનીઓની પૂછપરછમાં મોટા ખુલાસા

પોરબંદર દરિયાઈ સીમામાંથી 150 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે પકડાયેલ 7 ઈરાનીઓની પૂછપરછમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. જે પૈકી એક ઈરાની દોઢ વર્ષમાં 5 દેશોમાં અલગ-અલગ સમયે 1 હજાર કિલોથી વધુ ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યુ છે. જ્યારે એક આરોપી અગાઉ ભારતમાં પણ મુલાકાત કરી હોવાનું સામે આવતાં જ ગુજરાત એટીએસ તે દિશામાં તપાસ હાથ ધરી છે

વધુ વાંચવા કરો ક્લિક-2: અમદાવાદ: સેટેલાઈટમાં સ્યુસાઈડ નોટ લખી વૃદ્ધ દંપતીએ ગળે ફાંસો ખાધો

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. 80 વર્ષીય નિવૃત પ્રોફેસરે પોતાની પત્ની સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી છે. વૃદ્ધ દંપતીએ બીમારીના કારણે મોતને વ્હાલુ કરવાનો ઉલ્લેખ સ્યુસાઈડ નોટમાં કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: રાજકોટ: રિનોવેશન વખતે બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, 2 શ્રમિકોના મોત

રાજકોટના નવામવા રોડ પર રિનોવેશન થઈ રહેલી એક બિલ્ડિંગનો સ્લેબ થતા 2 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: હરિયાણાના સોનીપત ખાતે શાળાની છત પડતા 25 વિદ્યાર્થીઓ ઘાયલ

હરિયાણાના સોનીપત ખાતેથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર છત પડવાથી અંદાજે 25 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલ વિદ્યાર્થીઓને પીજીઆઈ ખાતે રેફર કરવામાં આવ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-5:  પેગાસસ જાસૂસીકાંડ: તપાસ માટે સુપ્રીમ કોર્ટ એક્સપર્ટ કમિટી બનાવશે

સર્વોચ્ચ અદાલતે પેગાસસ મામલે તપાસ માટે એક એક્સપર્ટ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કોર્ટમાં કહ્યું કે, આ સંદર્ભે આગામી સપ્તાહે આદેશ આપવામાં આવી શકે છે. કેટલાક એક્સપર્ટોએ અંગત કારણોસર કમિટીમાં સામેલ થવા માટે અસમર્થતા દાખવી છે. જેથી આદેશ જારી કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-6:  આ ચીની કંપની દેવામાં ડૂબતાં રોકાણકારોના જીવ તાળવે ચોંટ્યા

ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાની એક એવરગ્રાન્ડ ગ્રુપ (Evergrande Group) આ સમયે મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. કંપનીના અરબો ડોલરના દેવાની ચૂકવણીમાં ચૂકથી બચવા માટેનો પ્રયાસ કરી રહી છે. જેને લઈને વૈશ્વિક રોકાણકારોમાં ચિતાનો માહોલ છે.

વધુ વાંચવા કરો ક્લિક-7:  રેકોર્ડ ઉંચાઈએ બંધ રહ્યું બજાર, સેન્સેક્સમાં 958 અંકનો ઉછાળો

થોડા સમયથી શેર બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. આજે સપ્તાહનો ચોથા કારોબારી દિવસે એટલે કે ગુરુવારે શેરબજાર ઉતાર ચઠાવ વચ્ચે સેન્સેક્સ લીલા નિશાન સાથે બંધ કર્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 958.03 પોઈન્ટ (1.63 ટકા)ના વધારા સાથે 59,885.36 પર બંધ રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-8:  SRHની આ મિસ્ટ્રી ગર્લએ IPL માં ચાહકોના ધબકારા વધારી દીધા, કોણ છે આ યુવતી?

IPL 2021 માં સનરાઇઝર્સ હૈદરાબાદનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. બુધવારે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને દિલ્હી કેપિટલ્સના હાથે 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન એક સુંદર યુવતી હૈદરાબાદની જર્સીમાં SRH ટીમને ચીયર કરી રહી હતી. આ યુવતી અન્ય કોઈ નહીં પણ સનરાઈઝર્સ હૈદરાબાદના CEO કાવ્યા મારન છે.

વધુ વાંચવા કરો ક્લિક-9  J-Kમાં સેનાએ 3 આતંકીને કર્યા ઠાર, હથિયારોનો જથ્થો જપ્ત

સેનાને નિયંત્રણ રેખા (LoC) નજીક આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સેનાની ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. આતંકીઓને આ વિસ્તારમાં સૈન્યની હાજરીની જાણ થતાં જ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, ત્યારબાદ સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-10: આખરે PM મોદી અમેરિકાની આ 5 કંપનીના CEOને જ કેમ મળશે? આ મુદ્દાઓ પર કરશે વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 3 દિવસીય માટે અમેરિકા પહોંચ્યા છે. આજે, આ પ્રવાસના પહેલા દિવસે, તે વોશિંગ્ટનમાં પાંચ મોટી અમેરિકન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) ને મળશે. આ દરમિયાન, તે ભારત અને અમેરિકા વચ્ચે વ્યવસાયિક સંભાવનાઓ વિકસાવવા પર વાત કરી શકે છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો