24 કલાકમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા, 20 દર્દી સાજા થયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • 24 કલાકમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા, 20 દર્દી સાજા થયા

24 કલાકમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા, 20 દર્દી સાજા થયા

 | 4:57 am IST
  • Share

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સાજા થનાર દર્દીની સરખામણીએ દૈનિક કેસની સંખ્યા વધુ નોંધાઈ રહી છે જેના કારણે એક્ટિવ કેસમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. બુધવાર સાંજના પાંચ વાગ્યા સુધીના 24 કલાકમાં કોરોનાના દૈનિક 25થી વધુ નવા 26 કેસ નોંધાયા છે. આજે વધુ 20 દર્દી સાજા થયાં છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 200ને નજીક 195એ પહોચી ગઈ છે, જે થોડા દિવસ પહેલા જ ઘટીને સંખ્યા 133એ ગગડી હતી. પરંતુ ફરી એક્ટિવ કેસમાં નિરંતર વધારો થવા લાગ્યો છે. છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં નાજુક સ્થિતિના કારણે 5 દર્દીની  સારવાર વેન્ટિલેટરના સહારે ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. શહેરમાં આજે 6 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જિલ્લામાં આજે પણ નવો એકેય કેસ નોંધાયો નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો