24 કલાકમાં કોરોનાના નવા 31 કેસ, વધુ 32 દર્દી સાજા થયાં - Sandesh
  • Home
  • Ahmedabad
  • 24 કલાકમાં કોરોનાના નવા 31 કેસ, વધુ 32 દર્દી સાજા થયાં

24 કલાકમાં કોરોનાના નવા 31 કેસ, વધુ 32 દર્દી સાજા થયાં

 | 4:19 am IST
  • Share

ગુજરાતમાં 316 દર્દી સારવાર હેઠળ અને 6 વેન્ટિલેટરના સહારે

 

વિતેલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા છે. બીજી તરફ આજે સારવાર દરમિયાન વધુ 32 દર્દી સ્ાાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે કુલ 316 દર્દી સારવાર હેઠળ છે, જેમાથી નાજુક સ્થિતિના કારણે 6 દર્દીની સારવાર વેન્ટિલેટરના સહારે ચાલી રહી છે. 309 દર્દીની સ્થિતિ સુધાર પર હોવાનો સરકારે દાવો કર્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 8,16,920 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમા 3 અને રાજકોટ કોર્પોરેશનમાં નવો એક કેસ નોંધાયા છે. જિલ્લાઓમાં જામનગર, કચ્છ, નવસારી અને વડોદરામાં નવા બે-બે કેસ તેમજ ભરૂચ, ગીર સોમનાથ, પોબંદરમા નવો એક-એક કેસ નોંધાયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો