Top Headline: 24 June 2019 til 03 pm National Gujarat
  • Home
  • Featured
  • [email protected] PM: અલ્પેશ ઠાકોરને કોંગ્રેસની અરજી બાદ ગુજરાત HCએ ફટકારી નોટિસ

[email protected] PM: અલ્પેશ ઠાકોરને કોંગ્રેસની અરજી બાદ ગુજરાત HCએ ફટકારી નોટિસ

 | 2:59 pm IST

હવે અલ્પેશ ઠાકોરનું બચવું મુશ્કેલ! કોંગ્રેસની અરજી બાદ ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી, દ.ગુજરાતમાં દિલ મૂકીને વરસ્યો મેઘો, જામનગર: લાખોટા તળાવ પાસેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ, CCTVમાં સમગ્ર ઘટના કેદ, લ્યો! લોકસભા ચૂંટણી બાદ હતું એવું ને એવું, માયાવતીએ સપા સાથે તોડી નાખ્યું ગઠબંધન, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા ચેતજો, નહીં તો મેમો નહીં પણ આ સજા ભોગવવા તૈયાર રહો, ઇરાનની સેના પર એકેય બોમ્બ ફેંકયા કે લોહીનું ટીપું પાડ્યા વગર અમેરિકા કરી રહ્યું છે ‘ધ્વસ્ત’, ભારતમાં બનશે બુલેટ પ્રૂફ જેકેટનો કાચો માલ, સેનાને થશે લાભ. કોઈને પાસવર્ડ આપ્યા વગર જ Wi-Fi નેટવર્ક સાથે આ રીતે કનેક્ટ કરો. ઓસ્ટ્રેલિયાના કોચનો દાવો, દુનિયાને મળી ગયો છે નવો ધોની, જાણો કોઈ છે તે?સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: હવે અલ્પેશ ઠાકોરનું બચવું મુશ્કેલ! કોંગ્રેસની અરજી બાદ ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ

ગુજરાતમાં કોંગ્રેસના ગળેથી અલ્પેશ ઠાકોર નામનો ગળિયો માથાનો દુ:ખાવો બનેલો છે. ગુજરાત કોંગ્રેસ MLA અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ્દ કરવા ધમપછાડા કરી રહ્યું છે, પરંતુ તેની અસર અલ્પેશ ઠાકોર પર સહેજ પણ થતી નથી. પરંતુ આખરે ગુજરાત કોંગ્રેસે હાઇકમાન્ડ સાથે મીટિંગ કરીને તેનું સભ્યપદ રદ્દ કરવાનો માસ્ટર પ્લાન બનાવી લીધો છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી, દ.ગુજરાતમાં દિલ મૂકીને વરસ્યો મેઘો

હવામાન વિભાગના મતે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે. તેના ભાગરૂપે રવિવારે અમદાવાદ સહિત ગુજરાતભરના અનેક વિસ્તારોમાં મેઘો મુશળધાર વરસાદ લઇને ખાબક્યો હતો. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 
વધુ વાંચવા કરો ક્લિક-3:  જામનગર: લાખોટા તળાવ પાસેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ, CCTVમાં સમગ્ર ઘટના કેદ

રાજ્યમાં ફરી એકવખત બાળકોના અપહરણ થવાની ઘટના સામે આવી છે. આજે જામનગરમાં એક બાળકીના અપહરણની ફરિયાદ સામે આવી છે. આ ઘટનામાં બાળકીના માતા પિતા સાથે તેમની બાળકી વિખૂટી પડી ગઇ હતી. ત્યારબાદ બાળકી જામનગરના લખોટા તળાવ પાસેથી અપહરણ થયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: લ્યો! લોકસભા ચૂંટણી બાદ હતું એવું ને એવું, માયાવતીએ સપા સાથે તોડી નાખ્યું ગઠબંધન

માયાવતીએ સોમવારે ટ્વિટ મારફતે જાહેરાત કરતા કહ્યું કે, આમ તો જગ જાહેર છે કે બધી જ વસ્તુ અને સંબંધો ધ્યાનમાં રાખીમે વર્ષ 2012-17માં સપા સાથે બસપાએ સારી રીતે સંબંધો નિભાવ્યાં. પરંતુ હવે લોકસભા પુરી થયા સપાએ અમને એ વિચારવા મજબુર કરી દીધા કે શં આ રીતે ભાજપને હરાવાનું શક્ય બનશે. કે જે સંભવ નથી. માટે પાર્ટીનાં હિત માટે હવેથી આગળ થનાર નાની-મોટી દરેક ચૂંટણી બસપા એકલે હાથે લડશે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા ચેતજો, નહીં તો મેમો નહીં પણ આ સજા ભોગવવા તૈયાર રહો

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હવેથી ચેતી જાજો. હાલ મહેસાણામાં એક એવી ઘટના સામે આવી છે જેણે સાંભળીને નવાઇ લાગી શકે છે. મહેસાણામાં બે વ્યક્તિઓ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતો હોવાથી તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે. આ સાથે 30 લોકોને લાયસન્સ રદ કરવા અંગે નોટિસ આપવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: ઇરાનની સેના પર એકેય બોમ્બ ફેંકયા કે લોહીનું ટીપું પાડ્યા વગર અમેરિકા કરી રહ્યું છે ‘ધ્વસ્ત’

અમેરિકા અને ઇરાનની વચ્ચે યુદ્ધ શરૂ થઇ ચૂકયું છે અને ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે. તમને નવાઇ લાગશે કે જમીન પર તો આવું કંઇ થતું દેખાઇ રહ્યું નથી. જો કે વાત એમ છે કે અમેરિકાએ આ વખતે જંગનું મેદાન બદલી નાંખ્યું છે. દુનિયાના આ સૌથી શક્તિશાળી દેશે ઇરાનની વિરૂદ્ધ ભવિષ્યનું ‘બ્રહ્માસ્ત્ર’ ચલાવ્યું છે. પોતાના અત્યાધુનિક ડ્રોનને તોડી પાડતા ગિન્નાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિસાઇલ હુમલાના આદેશ પર યુ-ટર્ન લીધા બાદ ઇરાન પર ‘સાઇબર સ્ટ્રાઇક’ કરી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-7: ભારતમાં બનશે બુલેટ પ્રૂફ જેકેટનો કાચો માલ, સેનાને થશે લાભ

મેક ઈન ઈન્ડિયા’ અભિયાન હવે બુલેટ જેકેટનો કાચો માલ ભારતમાં જ બની શકે છે. મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ ચારથી પાંચ વિદેશી કંપનીઓએ ભારતમાં બુલેટ પ્રૂફ જેકેટ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતાં કાચા માલનો પ્લાન્ટ લગાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નીતિ આયોગના સભ્ય વી.કે. સારસ્વતે આ જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે, બુલેટ પ્રૂફ જેકેટ બનાવનાર ભારતીય કંપનીઓ ઓછી કિંમતને કારણે ચીનથી કાચો માલ આયાત કરે છે. પણ ભારતમાં જ કાચો માલ તૈયાર થતાં તે ઓછી કિંમતે ઉપલબ્ધ થશે.

વધુ વાંચવા કરો ક્લિક-8: કબીર સિંહની કમાણી પર આ હિરો બોલ્યો કે ‘જો ઈદ પર રિલીઝ કરી હોત તો “ભારત”….’

શાહિદ કપૂરની કબીર સિંહની ઓપનિંગ બમ્પર થઈ છે. તો વળી શાહિદનાં લાઈફની આ સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. શાહિદ કપૂરની આ ફિલ્મે પહેલા જ દિવસે 20.21 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા. હવે આ વાતને લઈને બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યુસર કલામ આર ખાને એક ટ્વિટ કર્યું છે કે જેની સરખાણમી સલમાન ખાનની ભારત ફિલ્મ સાથે કરવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: કોઈને પાસવર્ડ આપ્યા વગર જ Wi-Fi નેટવર્ક સાથે આ રીતે કનેક્ટ કરો

ઈન્ટરનેટ આજે આપણા સૌની જરૂરિયાત બની ગયું છે. આજકાલ એવું ભાગ્યેજ કોઈ હશે જે ઈન્ટરનેટનો ઉપયોગ ન કરતુ હોય. આપણા મોબાઈલમાં કેટલીક વાર ડેટા ઓન કરીએ છીએ અને (Wi-Fi)નો ઉપયોગ પણ કરીએ છીએ. કેટલાયે એવા લોકો પણ છે જેણે પોતાના ઘરે Wi-Fi લગાવેલું હોય છે. આનાથી ખુબજ સરળતાથી ઈન્ટરનેટ વાપરી શકાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ઓસ્ટ્રેલિયાના કોચનો દાવો, દુનિયાને મળી ગયો છે નવો ધોની, જાણો કોઈ છે તે?

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરનું માનવું છે કે, ઈંગ્લિશ વિકેટકીપર જોસ બટલર વર્લ્ડ ક્રિકેટમાં નવો મહેન્દ્રસિંહ ધોની છે. લેંગરે આ મંગળવારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચની પણ આતુરતાપૂર્વર રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન