TopHeadline: 24 May 2019 til 03 pm National Gujarat
  • Home
  • Gujarat
  • [email protected] PM:શપથવિધી પહેલા PM મોદી આવશે ગુજરાત, ખૂંખાર આંતકી જાકિર મૂસા ઠાર સહિતના સમાચાર

[email protected] PM:શપથવિધી પહેલા PM મોદી આવશે ગુજરાત, ખૂંખાર આંતકી જાકિર મૂસા ઠાર સહિતના સમાચાર

 | 2:53 pm IST

લોકસભાની ચૂંટણીમાં દેશની માફક ગુજરાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો અતૂટ વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કર્યો તથા અમેઠીના આંગણામાં ‘તુલસી’ ઉગી જ ગઇ, પરંતુ ગાંધી પરિવારના કિલ્લામાં આ કરિશ્મા બસ મોદી લહેરથી નથી થયું તેમજ ઓરિસ્સાની હોટ સીટમાં સામેલ પુરીથી BJPના ફાયરબ્રાંડ પ્રવક્તા સંબિત પાત્રા 11 હજારથી વધારે વોટથી હારી ગયા અને જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને જાકિર મૂસા જેવા ખૂંખાર આતંકીને મારવાની મોટી સફળતા મળી તેમજ આવતીકાલે એટલે કે 25 મેના રોજ ધોરણ-12 કોમર્સનું પરિણામ જાહેર કરશે તથા આગામી 5 વર્ષ દરમિયાન કોમોડિટી માર્કેટમાં બહુ ચડાવ ઉતાર નહીં આવે  અને વિરાટ કોહલીએ અફઘાનિસ્તાનનાં સ્પીનર બોલર રાશિદ ખાનના વખાણ કરતા કહ્યું કે, સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: શપથવિધી પહેલા PM મોદી ગુજરાતમાં હીરાબાના લેવા આવશે આશીર્વાદ, કરાશે ભવ્ય ઉજવણી

લોકસભાની ચૂંટણીમાં દેશની માફક ગુજરાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો અતૂટ વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કર્યો છે. એટલું જ નહીં, 2014ની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી પાસેથી અપેક્ષાએ ગુજરાતના મતદારોએ જે રીતે તમામ 26 બેઠકો ભાજપને સુપરત કરી હતી. આ સાથે રાજ્યના અલગ અલગ શહેરોમાં ભાજપ અને પીએમ મોદીની ઉજવણી કરવામાં આવી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: અમેઠીમાં સ્મૃતિની ઐતિહાસિક જીત પાછળના આ રહ્યા કારણો, જાણીને કહેશે Wow

અમેઠીના આંગણામાં ‘તુલસી’ ઉગી જ ગઇ. પરંતુ ગાંધી પરિવારના કિલ્લામાં આ કરિશ્મા બસ મોદી લહેરથી નથી થયું. એક સમયે ટીવી સીરીયલમાં તુલસીનું પાત્ર ભજવી પ્રખ્યાત થયેલ સ્મૃતિ ઇરાનીની અમેઠી સુધીની સફરની કહાની દિલચસ્પ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં હાર છતાંય કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની એ 2019મા ફરી એક વખત રાહુલ ગાંધીને ટક્કર આપવાનું નક્કી કર્યું અને ગાંધી પરિવારની 50 વર્ષના જૂના ગઢને જીતી લીધો.

વધુ વાંચવા કરો ક્લિક-3: મોદી લહેરમાં પણ સંબિત પાત્રા આટલા નજીવા મતોથી હાર્યા

ઓરિસ્સાની હોટ સીટમાં સામેલ પુરીથી BJPના ફાયરબ્રાંડ પ્રવક્તા સંબિત પાત્રા 11 હજારથી વધારે વોટથી હારી ગયા છે. આ સીટથી BJDના પિનાકી મિશ્રાએ જીત મેળવી છે. કાંટાની ટક્કરમાં આ સીટ પર શુક્રવારે સવારે પરિણામ ઘોષિત થયા જ્યાં પિનાકી મિશ્રાથી સંબિત પાત્રાને 11713 વોટથી હાર મળી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-4:મોદીની જીત પર સેનાની ભેટ, કાશ્મીરના ખૂંખાર આંતકી જાકિર મૂસાને ઠાર માર્યો

એક તરફ જ્યાં દેશમાં ચૂંટણી પરિણામ અને સત્તામાં મોદીની મેજિકલ વાપસીની ધૂમ હતી. જ્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને જાકિર મૂસા જેવા ખૂંખાર આતંકીને મારવાની મોટી સફળતા મળી. પુલવામાં જિલ્લાના ત્રાલ ક્ષેત્રમાં સુરક્ષા દળોએ અઠડામણ અને ભીષણ ગોળીબાર બાદ હિઝબુલ મુજાહિદ્દીનના પૂર્વ કમાન્ડર અને હવે જમ્મુ કાશ્મીર આઈએસના કમાન્ડર આતંકી જાકિર મૂસાને ઠાર માર્યો. 11 કલાક સુધી ચાલી રહેલા ઓપરેશનમાં મૂસાને આખરે રાતે 2 વાગ્યે ઠાર માર્યો.

વધુ વાંચવા કરો ક્લિક-5: મોદી સરકારની બીજી ઇનિંગમાં શાહનો રોલ બદલાશે! મળશે આ ખાતું?

ભાજપની પ્રચંડ જીત બાદ હવે એ વાતની ચર્ચા થવા લાગી છે કે આવનારા સપ્તાહે નરેન્દ્ર મોદીના પીએમ પદના શપથ લીધા બાદ તેમના મંત્રીમંડળમાં કોણ-કોણ સામેલ થઇ શકે છે. તેમાં સૌથી ચર્ચિત નામ ગાંધીનગરથી મોટી લીડ સાથે જીતનાર ભાજપના અધ્યક્ષ અમિત શાહ છે. અમિત શાહને કોઇ મુખ્ય મંત્રાલય મળી શકે છે, તો કેટલાંય અન્ય મંત્રીઓને તેમના કામનું ઇનામ આપતા કદ વધી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: લોકસભાની ચૂંટણીના પરિણામમાં નોટાનો રહ્યો ભારે દબદબો, ગુજરાતમાં આંકડો જાણીને ચોંકશો

લોકસભાની ચૂંટણીમાં દેશની માફક ગુજરાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો અતૂટ વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કર્યો છે. એટલું જ નહીં, 2014ની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી પાસેથી અપેક્ષાએ ગુજરાતના મતદારોએ જે રીતે તમામ 26 બેઠકો ભાજપને સુપરત કરી હતી. તો અમુક લોકોનો રાજ્યમાં રોષ પણ જોવા મળ્યો હતો. આ વખતની ચૂંટણીના પરિણામમાં નોટાનો દબદબો જોવા મળ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-7: આવતીકાલે ધોરણ-12 કોમર્સનું પરિણામ, વહેલી સવારથી બોર્ડની વેબસાઇટ પર મૂકાશે રિઝલ્ટ

ગુજરાતમાં થોડાક દિવસ પહેલા ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર થયું હતું, ત્યારબાદ હવે આવતીકાલે એટલે કે 25 મેના રોજ ધોરણ-12 કોમર્સનું પરિણામ જાહેર કરશે. અત્યારથી જ વાલીઓમાં પોતાના બાળકોનું ધોરણ-12 કોર્મસનું પરિણામ શું આવશે તેને લઇને ચિંતામાં પડી ગયા છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ગુજરાતમાં આ 6 દિગ્ગજ નેતાઓ પોતાના પદેથી આપશે રાજીનામું, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી!

લોકસભા ચૂંટણી ભલે પૂર્ણ થઈ પણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવવાનો બાકી છે. હજી લોકસભાની ચૂંટણી પુરી થઇ ત્યાં ગુજરાત ભાજપના 4 ધારાસભ્યો રાજીનામાં આપશે. જેના કારણે તેમની ખાલી પડેલી જગ્યાએ ફરીથી ચૂંટણી થશે.

વધુ વાંચવા કરો ક્લિક-9: ભાજપ ફરી સરકાર રચશે: જાણો આગામી પાંચ વર્ષમાં કેવું રહેશે કોમોડિટી માર્કેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભાજપે ફરી બહુમતી મેળવી લીધી છે. એના કારણે હવે એ ફરી સરકાર બનાવશે અને આ સરકારમાં આગામી 5 વર્ષ દરમિયાન કોમોડિટી માર્કેટમાં બહુ ચડાવ ઉતાર નહીં આવે એમ જાણકારો કહે છે. ગત પાંચ વર્ષ દરમિયાન અનાજ અને દાળ તેમજ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં બહુ મોટો વધારો થયો ન હતો. અને આગામી પાંચ વર્ષમાં પણ આવી જ સ્થિતિ રહેશે. પણ ખેડૂતોની હાલતમાં બહુ સુધાર નહીં આવે એને કેન્દ્રના અને રાજ્યના ટેકાના ભાવ ઉપર જ નિર્ભર રહેવું પડશે. આ ઉપરાંત સ્થાનિક ઉત્પાદનમાં શેરડીનું છેલ્લા ત્રણ વર્ષથી ઉત્પાદન વધતું જ રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: કોહલીને આ બોલરથી લાગે છે આઉટ થવાનો ડર! કર્યો મોટો ખૂલાસો

વિરાટ કોહલીએ અફઘાનિસ્તાનનાં સ્પીનર બોલર રાશિદ ખાનના વખાણ કરતા કહ્યું કે, એ શાનદાર બોલર છે. તેમની સામે ટકી રહેવું થોડું અઘરુ છે. જો કે કોહલીએ આગળ એમ પણ કહ્યું કે હું આ સ્પીનર સામે રમવા માટે તૈયાર છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન