24 Yrs Old Indian Man Drown In Sharjah Beach, Dead
  • Home
  • Featured
  • ભારતીય યુવકને દરિયા કિનારે ન્હાવાની મોજ પડી ભારે, ડુબી જવાથી મોત

ભારતીય યુવકને દરિયા કિનારે ન્હાવાની મોજ પડી ભારે, ડુબી જવાથી મોત

 | 4:53 pm IST

સંયુક્ત અરબ અમિરાત (યૂએઈ)ના શારજાહમાં એક સમુદ્ર કિનારે 24 વર્ષીય ભારતીયનું ડુબી જવાથી કરૂણ મોત નિપજ્યું છે. પોલીસે આ ઘટનાની જાણકારી આપી હતી.

ગલ્ફ ન્યૂઝે રવિવારે જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારે અલ લય્યેહના સમુદ્ર કિનારે ઘટી હતી. મૃતદેહ પોલીસે પોતાના કબજામાં લઈ તેને એટોપ્સી માટે મોકલી આપ્યો હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સવારે 4:30 વાગ્યે કેટલાક લોકોનો ફોન આવ્યો હતો. ત્યાર બાદ આ અજાણ્યા યુવકના મૃતદેહને કુવૈત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે આ દિશામાં તપાસ આદરી દીધી હતી.

સાથે જ પોલીસે લોકોને એ વિસ્તારના બિચ પર અત્યંત સાવધારી રાખવા જણાવ્યું છે જ્યાં ચેતવણીના સંકેત આપવામાં આવેલા છે.