25-th-november-2021-gujarati-top-news-headlines-till-12-pm
  • Home
  • Featured
  • 12 PM Update: જેવર એરપોર્ટનું ભૂમિપૂજન | ઠંડીને લઈને અંબાલાલની આગાહી

12 PM Update: જેવર એરપોર્ટનું ભૂમિપૂજન | ઠંડીને લઈને અંબાલાલની આગાહી

 | 12:00 pm IST
  • Share

આજે યૂપીમાં ચોથા આંતર રાષ્ટ્રીય એરપોર્ટ જેવરનું ભૂમિપૂજન પીએમ મોદીના હસ્તે બપોરે 1 વાગે કરાશે.13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સાપ્તાહિક તપાસમાં ઘટાડો થવાની સાથે કેટલાક જિલ્લામાં સંક્રમણ દરમાં વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આરોગ્ય વિભાગના ટોચના અધિકારીએ કહ્યું કે, દિવાળી પછી ગુજરાતમાં ચેપના ફેલાવાની ગતિમાં વધી નથી. દિવાળીના તહેવારોમાં અસંખ્ય નાગરિકો રાજ્ય બહાર ફરીને પરત આવ્યા છે. તા.29 નવેમ્બરે સૂર્ય-બુધની યુતિ થતા હવાના હળવા દબાણ સર્જાય અને આ દબાણ દેશના દક્ષિણ-પૂર્વીય તટ પર મારફાડ રહે.   શેર બજારના માર્કેટ કેપના આધારે અદાણી જૂથના ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ બની ગયા છે. 25 નવેમ્બર સુધી તમારી પાસે જૂના રેટ્સ પર એરટેલ પ્રીપેડ પ્લાન્સથી રીચાર્જ કરાવાની તક છે.

 

વધુ વાંચો –  આ કારણોથી ખાસ રહેશે જેવર એરપોર્ટ, PM મોદી કરશે ભૂમિપૂજન

આજે યૂપીમાં ચોથા આંતર રાષ્ટ્રીય એરપોર્ટ જેવરનું ભૂમિપૂજન પીએમ મોદીના હસ્તે બપોરે 1 વાગે કરાશે. આ એરપોર્ટમાં અનેક નવી સુવિધાઓની સાથે મહત્ત્વની વાતો પણ જોડવામાં આવી છે. જાણો ક્યારે અને કેવી રીતે તૈયાર થશે જેવર એરપોર્ટ.

વધુ વાંચો –   કોરોનાએ વધારી PM મોદીની ચિંતા, 13 રાજ્યોને પત્ર લખીને અપાયું એલર્ટ

અનેક દેશોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે તેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે પ.બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ સહિત 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સાપ્તાહિક તપાસમાં ઘટાડો થવાની સાથે કેટલાક જિલ્લામાં સંક્રમણ દરમાં વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

વધુ વાંચો –   કોરોના સંદર્ભે સરકારે મુકાયેલા નિયંત્રણો આ મહિને હળવા થશે

 

આરોગ્ય વિભાગના ટોચના અધિકારીએ કહ્યું કે, દિવાળી પછી ગુજરાતમાં ચેપના ફેલાવાની ગતિમાં વધી નથી. દિવાળીના તહેવારોમાં અસંખ્ય નાગરિકો રાજ્ય બહાર ફરીને પરત આવ્યા છે. ત્રણ સપ્તાહથી આ ગતિવિધિ ઉપર નિષ્ણાતોની સમિતિ ધ્યાન આપી રહી છે. પાડોશના રાજસ્થાનમાં પહેલાથી જ છૂટછાટો છે. મહારાષ્ટ્રમાં નિયંત્રણો હળવા છે.

વધુ વાંચો –   ગુજરાતમાં ઠંડી અને માવઠા બાબતે અંબાલાલે કરી આ આગાહી

હજુ પણ ડિસેમ્બર માસમાં પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થશે અને રાજ્યના ભાગોમાં ભારે માવઠાં થવાની શક્યતા રહેશે. તા.29 નવેમ્બરે સૂર્ય-બુધની યુતિ થતા હવાના હળવા દબાણ સર્જાય અને આ દબાણ દેશના દક્ષિણ-પૂર્વીય તટ પર મારફાડ રહે. વળી માગશર માસમાં સામાન્ય રીતે વાદળો હોય તો સારું. માગશર માસમાં વરસાદનો ગર્ભ બંધાતો હોય છે એટલે આ ગર્ભ પુષ્ટ થાય તો ચોમાસામાં ગર્ભના પ્રસવ વખતે સારો વરસાદ થાય તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.

 

વધુ વાંચો –  મુકેશ અંબાણીને પછાડી ગૌતમ અદાણી એશિયાના સૌથી શ્રીમંત

શેર બજારના માર્કેટ કેપના આધારે અદાણી જૂથના ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ બની ગયા છે. અદાણી જૂથનું માર્કેટ કેપ રિલાયન્સ કરતાં વધી ગયું છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ મુજબ અદાણીની સંપત્તિ 88.8 અબજ ડોલર હતી. અદાણીએ તેમની સંપત્તિમાં વાર્ષિક ધોરણે 55 અબજ ડોલરનો વધારો કર્યો છે. જ્યારે અંબાણીની સંપત્તિ 14.3 અબજ ડોલર વધી છે.

વધુ વાંચો –   એરટેલ: આ પ્લાનમાં નવેમ્બર 2022 સુધી વધારાનો એક રૂપિયો ખર્ચવો નહીં પડે

25 નવેમ્બર સુધી તમારી પાસે જૂના રેટ્સ પર એરટેલ પ્રીપેડ પ્લાન્સથી રીચાર્જ કરાવાની તક છે. અમે આજે તમને કેટલાંક એન્યુઅલ પ્લાન્સ અંગે જણાવા જઇ રહ્યા છીએ તેને તમે રિચાર્જ કરાવી આવતા વર્ષે નવેમ્બર સુધી તેની વેલિડિટી મેળવી શકો છો.

 

વધુ વાંચો –  વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નમાં No Mobile Please…

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ડિસેમ્બરમાં થવાના છે અને તેમાં શું હશે ક્યા થશે કોણ મહેમાન તરીકે હશે તે તેમના તરફથી કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી. લગ્નની તમામ બાબતો તેઓ સિક્રેટ રાખવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ જાણીને નવાઈ લાગશે કે આ કપલ તેમના લગ્ન જેવા મહત્ત્વના દિવસે પણ પ્રાઇવસીને પ્રાધાન્ય આપશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ લગ્ન રાજસ્થાનના લક્ઝુરિયસ રિસોર્ટમાં થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો