૨૫ વર્ષ બાદ રામાનંદ સાગરની 'સીતા' દીપિકા બનશે તબસ્સુમ  - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ૨૫ વર્ષ બાદ રામાનંદ સાગરની ‘સીતા’ દીપિકા બનશે તબસ્સુમ 

૨૫ વર્ષ બાદ રામાનંદ સાગરની ‘સીતા’ દીપિકા બનશે તબસ્સુમ 

 | 4:09 am IST

રામાનંદ સાગરની લોકપ્રિય સિરિયલ રામાયણનાં કિરદાર રામ અને સીતા ભજવીને અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયા ઘેર ઘરે જાણીતાં બની ગયાં હતાં. ત્યારબાદ દીપિકા ચિખલિયાએ બોલિવૂડની વાટ પકડી હતી. વર્ષ ૧૯૮૯માં આવેલી ફિલ્મ ઘર કા ચિરાગ અને વર્ષ ૧૯૯૧માં આવેલી ફિલ્મ રૂપિયે દસ કરોડ જેવી કેટલીક ફિલ્મો કર્યા બાદ દીપિકા અચાનક ગુમ થઇ ગઇ હતી. લગભગ ૨૫ વર્ષ બાદ ફરી એકવાર દીપિકા ફિલ્મોમાં જોવા મળવાની છે. અભિનેત્રી દિગ્દર્શક મનોજ ગિરિની આગામી ફિલ્મ ગાલિબથી ફિલ્મોની દુનિયામાં કમબેક કરવાની છે. ફિલ્મમાં દીપિકા અફઝલ ગુરૂના પુત્ર ગાલિબની માતા તબસ્સુમના પાત્રને ન્યાય આપવાની છે.