250-crore-of-heroin-seized-in-delhi
  • Home
  • Featured
  • સફરજનની પેટીઓમાં ભરેલું 250 કરોડનું હેરોઇન જપ્ત

સફરજનની પેટીઓમાં ભરેલું 250 કરોડનું હેરોઇન જપ્ત

 | 8:59 am IST

જમ્મુ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુરૂવારે 250 કરોડ રૂપિયાની હેરોઈન જપ્ત કરીને મોટી સફળતા મેળવી છે. NCBના અધિકારીએ જણાવ્યું કે, બાતમીના આધારે તેમણે રાજ્ય પોલીસની મદદથી જમ્મુ જિલ્લામાં ટોલ પ્લાઝા પર ફળોથી ભરેલા ટ્રકને અટકાવી તેની તલાશી લીધી હતી.

અધિકારીએ કહ્યુ કે, આ ટ્રકમાં 50.10 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આ હેરોઈન ફળોના બોક્સમાં છૂપાવામાં આવ્યુ હતું અને દિલ્હી લઇ જવામાં આવી રહ્યું હતો.

આ જપ્ત માલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 250 કરોડ રૂપિયા છે. આ કેસમાં કુપવાડા જિલ્લાના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને અન્ય લોકોની પણ ધરપકડ થાય તેવી શક્યતા છે.