25000 Rickshaw drivers joke in Delhi In Auro Drivers 5000 rs Help And Rajkot to help Dingo
  • Home
  • Corona live
  • રિક્ષા ચાલકોની દર્દનાક દાસ્તાન, ‘ન રાશન કીટ આપી, ન સહાય, 25000 રિક્ષા ચાલકો સાથે કેવી કરાઈ મજાક!

રિક્ષા ચાલકોની દર્દનાક દાસ્તાન, ‘ન રાશન કીટ આપી, ન સહાય, 25000 રિક્ષા ચાલકો સાથે કેવી કરાઈ મજાક!

 | 8:15 am IST

ન રાશન કીટ આપી ન સહાયઃ રિક્ષા ચાલકોની દર્દનાક દાસ્તાન… રોજના રૂ. ૨૩૦ આપવાની ને પછી રાશન કીટ આપવાની વાતો કરનાર અમલદારોએ આજ સુધી કાંઈ આપ્યું નથી

રાજકોટઃ કોરોના સંકટ વખતે લોકડાઉનના કારણે ગરીબ પરિવારોના ઘરમાં બહું દર્દનાક સ્થિતિ સર્જાઈ છે. રાજકોટની લાઈફ્ લાઈન ગણાતા ૨૫,૦૦૦ રિક્ષા ચાલકો બે સપ્તાહથી ઘરે બેઠા છે, તેમને સરકારે રોકડ, અનાજ બધી સહાયના રૂપકડા વચનો આપ્યા વાતો કરી, પરંતુ આજે સાંજે આ લખાય છે ત્યા સુધી એક પણ રિક્ષાચાલકને સરકારી તંત્ર કોઈ જ મદદ કરી શક્યુ નથી.

રિક્ષાના ધંધામાં મોટા ભાગે રોજિંદી આવક ઉપર ઘર ચાલતું હોય છે. મકાનના ભાડા અને રાશનનો ખર્ચ ગણીએ તો રાજકોટમાં કોઈ રિક્ષા ચાલક ૨૧ દિવસ ઘેર બેઠા રહે એ તેને પોસાય નહીં. રિક્ષા એસોસિએશનના પ્રમુખ હુસેનભાઈ સૈયદ કહે છે કે, અમને પ્રતિદિન રૂ. ૨૩૦ની સહાયની જાહેરાત કરવામાં આવેલી અને એ પછી તંત્ર વાહકોએ અમને રાશન કીટ આપવાની વાત કરેલી… પણ આવા સંકટના સમયે તેમણે એવી જીદ પકડી રાખી કે ૨૫,૦૦૦ રિક્ષા ચાલકો તેના ખુદના અને વાહનના કાગળોની ફેટો કોપી જમા કરાવે… જો ૨૫,૦૦૦ લોકોને આવું કરવાનું કહીએ તો ટોળાં ઉમટી પડે એટલે અમે સૂચન કરેલું કે, આપણે વોર્ડવાઈઝ જઈ ને સહાય પહોંચાડી ને કાગળો લઈ લઈએ… પરંતુ તંત્ર સંમત થયું નથી.

લોકડાઉન દિવસોમાં રિક્ષા ચાલકોની સ્થિતિ દયનીય છે તેમણે કહ્યું કે, જો આવી જ સ્થિતિ રહી તો કોરોનાને બદલે ભૂખમરો સર્જાશે… અત્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ મદદરૂપ થઈ રહી છે, પરંતુ ખરા સમયે તો સરકારે સમયસર મદદરૂપ થવું જોઈએ.

  • તંત્ર મદદે ના આવ્યું પણ રિક્ષા ચાલકો તંત્રની મદદે આવ્યા
    રાજકોટઃ સરકારી તંત્રએ જીવન જરૂરી ચીજવસ્તુના વહન માટે અમારી પાસે કેટલીક રિક્ષાઓ માંગી હતી, અમે રૂટીન કરતાં ઓછા ભાડા સાથે ૫૦૦ રિક્ષાની તેને વ્યવસ્થા કરી આપી હોવાનું હુસેનભાઈ જણાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન