૨,૫૯૭ ટ્રિલિયન ડોલર સાથે ભારત વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બન્યું - Sandesh
  • Home
  • Newspaper
  • ૨,૫૯૭ ટ્રિલિયન ડોલર સાથે ભારત વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બન્યું

૨,૫૯૭ ટ્રિલિયન ડોલર સાથે ભારત વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બન્યું

 | 4:32 am IST

પેરિસ :

વર્ષ ૨૦૧૭ના વિશ્વબેન્કના સુધારેલા આંકડા પ્રમાણે હવે ભારત વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારતે ફ્રાન્સને સાતમા સ્થાને ધકેલી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૨૦૧૭ના અંતે ભારત ઘરેલુ જીડીપી ૨,૫૯૭ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયો હતો જ્યારે ફ્રાન્સનો ઘરેલુ જીડીપી ૨,૫૮૨ ટ્રિલિયન ડોલર નોંધાયો હતો. સંખ્યાબંધ ત્રિમાસિકમાં આર્થિક  વિકાસમાં ઘટાડા પછી જુલાઈ ૨૦૧૭થી ભારતીય અર્થતંત્રે વેગ પકડયો હતો.

જોકે વિશ્વબેન્કના આંકડા અનુસાર ભારતનો માથાદીઠ ઘરેલુ જીડીપી ફ્રાન્સ કરતાં વીસ ગણો ઓછો છે. ભારતની વસતી ૧૩૪ કરોડ પર પહોંચી છે અને ટૂંક સમયમાં તે વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ બનશે, તેનો અર્થ એ થયો કે, ભારતનો માથાદીઠ જીડીપી ફ્રાન્સ કરતાં ૨૦ ગણો ઓછો છે.

વિશ્વનાં ટોપ ફાઇવ અર્થતંત્ર (ટ્રિલિયન ડોલરમાં)

૧૯,૩૯૦ : અમેરિકા

૧૨,૨૩૭ : ચીન

૪,૮૭૨ : જાપાન

૩,૬૭૭ : જર્મની

૨,૬૨૨ : બ્રિટન

વિશ્વનાં ટોપ ટેન ઇનોવેટિવ અર્થતંત્ર

૧. સ્વિટ્ઝરલેન્ડ

૨. નેધરલેન્ડ

૩. સ્વિડન

૪. બ્રિટન

૫. સિંગાપુર

૬. અમેરિકા

૭. ફિનલેન્ડ

૮. ડેન્માર્ક

૯. જર્મની

૧૦. આયરલેન્ડ

૧૭. ચીન

૫૭ ભારત