25th November Gujarati Top News Headlines Till 6 PM
  • Home
  • Featured
  • 6 PM Update: ગુજરાતના IPS બેડા માટે મોટા સમાચાર| 66 વિદ્યાર્થીઓને કોરોના

6 PM Update: ગુજરાતના IPS બેડા માટે મોટા સમાચાર| 66 વિદ્યાર્થીઓને કોરોના

 | 6:02 pm IST
  • Share

કર્ણાટકના ધારવાડની મેડિકલ કોલેજમાં સંક્રમિતોની સંખ્યા વધી શકે છે, કારણ કે તાજેતરમાં કોલેજમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો છે તે તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત કોલેજમાં નોંધાયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોના છે.
તુર્કીના ઈસ્તંબુલ ખાતે આયોજિત 89મીં ઈન્ટરપોલ મહાસભા દરમિયાન કાર્યકારી સમિતિ માટે થયેલી ચૂંટણીમાં એશિયાના ડેલિગેટ તરીકે પ્રવિણ સિન્હાની પસંદગી કરવામાં આવી છે. સહિત સાંજે 6 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર પર એકનજર

 વધુ વાંચવા કરો ક્લિક-  ગુજરાત કેડરના IPS પ્રવિણ સિન્હાની ઈન્ટરપોલના ડેલિગેટ તરીકે વરણી

સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (CBI)ના સ્પેશિયલ ડિરેક્ટર પ્રવિણ સિન્હાની આજે ઈન્ટરપોલની કાર્યકારી સમિતિમાં એશિયા માટેના ડેલિગેટ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ ભારત તરફથી એકમાત્ર ઉમેદવાર હતા.

વધુ વાંચવા કરો ક્લિક- રાજકોટમાં વૃદ્ધને સરેઆમ ફટકારવા લાગ્યો સિટી બસનો ચાલક, વીડિયો વાયરલ

ગુજરાતના મોટા શહેરોમાં સિટી બસના ડ્રાઈવરો દ્વારા બેફામ રીતે બસ હંકારીને અકસ્માત સર્જવાના બનાવો તો છાશવારે સામે આવતા જ હોય છે. આ સિવાય સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા પણ અવારનવાર મુસાફરો સાથે ગેરવર્તણૂંક કરવામાં આવતી હોય છે. એવામાં રાજકોટની સિટીબસના કર્મચારીની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-   કોરોના સહાય અંગે CM ગહેલોત- ‘રૂ. 5 થી 10 લાખ વળતર આપવું જોઈએ’

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત ગુરુવારે એક દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અશોક ગહેલોત સુરત પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યાં હતા.

વધુ વાંચવા કરો ક્લિક-  રસીના બન્ને ડોઝ લીધેલા 66 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા હોસ્ટેલ સીલ

કર્ણાટકના ધારવાડમાં 66 મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ફરીવાર કોરોનાથી સંક્રમિત થયા છે. આ તમામ વિદ્યાર્થીઓએ રસીના બન્ને ડોઝ લીધેલા છે. જે બાદ 2 હોસ્ટેલ સીલ કરવામાં આવી છે. આ બાબતની માહિતી આપતાં ધારવાડના ડેપ્યુટી કમિશનર નિતેશ પાટીલે જણાવ્યું હતું કે સંક્રમિતોની સંખ્યા વધી શકે છે, કારણ કે તાજેતરમાં કોલેજમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-  એશિયાના સૌથી મોટા એરપોર્ટનો શિલાન્યાસ, PMએ કહ્યું, અમારે ફક્ત ફોટા

પ્રધાનમંત્રીએ મોદીએ આજે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, અમારી રાષ્ટ્રસેવાની નીતિ સામે કેટલાક રાજનીતિક દળોની સ્વાર્થીનીતિ નહીં ચાલે. ડબલ એન્જીનની સરકારથી યૂપીનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-  ગુડ ન્યૂઝઃ ભારતમાં પહેલીવાર પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધી

રાષ્ટ્રિય પરિવાર અને સ્વાસ્થ્ય સર્વેક્ષણના આધારે દેશમાં પુરુષોની સરખામણીએ હવે મહિલાઓની સંખ્યા વધી છે. સર્વેના આંકડા કહે છે કે ભારતમાં હવે 1000 પુરુષો પર 1020 મહિલાઓ છે. સર્વેમાં કહેવાયું છે કે પ્રજનન દરમાં પણ ઘટાડો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડામાં આ વાત સામે આવી છે. જેમાં દરેક પરિવારથી સેમ્પલ લેવાયા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-  એરપોર્ટ પર રાજ કુંદ્રાએ કેમ છુપાવ્યો ચહેરો, જાણો કારણ..

થોડા સમય પહેલા શિલ્પા અને રાજ સાથે હિમાચલ પ્રદેશ ગયા હતા. તે પછી ફરી તેઓ સાથે પ્રવાસ કરતા જોવા મળ્યા. શિલ્પા શેટ્ટી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી.ત્યાં તેની સાથે તેનો પતિ રાજ કુંદ્રા પણ હતો. એરપોર્ટ પર રાજ કુંદ્રા બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો. તેણે કાળા ચશ્મા, હુડી અને માસ્ક સાથે આખો ચહેરો છુપાવાનો પ્રયત્ન કર્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું. 

વધુ વાંચવા કરો ક્લિક-  ‘કેટરિના કૈફના ગાલ…’,રાજસ્થાનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

રાજસ્થાનના પંચાયત મંત્રી રાજેન્દ્ર સિંહ ગુડા બોલીવુડની ગ્લેમર ગર્લ કેટરિના કૈફ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. ઝુંઝુનુમાં લોકોને સંબોધન કરતા મંત્રીએ કહ્યું કે કેટરિના કૈફના ગાલ જેવા રસ્તાઓ બનાવવા જોઈએ. મંત્રીનું આ નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો