26% FDI cap in digital media could tighten government's hold on Chinese news apps
  • Home
  • Featured
  • ભારતની વધુ એક ‘ડિજિટલ’ સ્ટ્રાઇક, ચીનની ફેક ન્યૂઝ ફેક્ટરીઓ હવે બંધ થશે, FDIના નવા નિયમોથી…

ભારતની વધુ એક ‘ડિજિટલ’ સ્ટ્રાઇક, ચીનની ફેક ન્યૂઝ ફેક્ટરીઓ હવે બંધ થશે, FDIના નવા નિયમોથી…

 | 12:01 pm IST

સરકારે ન્યૂઝ એગ્રીગેટર્સ (News Aggregators) અને ન્યૂઝ એજન્સી (News Agencies)ઓને ડિજિટલ મીડિયામાં 26 ટકા વિદેશી રોકાણ (FDI)ના નિયમોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાહેર કરાયેલા નિયમો અનુસાર, કંપનીના CEO ભારતીય હોવા જોઈએ અને 60 દિવસથી વધુ સમયથી કામ કરતા તમામ વિદેશી કર્મચારીઓએ સુરક્ષા મંજૂરી (સિક્યોરિટી ક્લીયરેંસ) લેવી પડશે.

26 ટકા FDI નિયમથી ચીન અને અન્ય વિદેશી કંપનીઓ પર અંકુશમાં રાખવામાં આવશે, જે ભારતના ડિજિટલ મીડિયામાં રોકાણ કરી રહ્યા છે. હાલમાં દેશમાં Daily Hunt, Hello, US News, Opera News, Newsdog જેવી ચીની અને વિદેશી કંપનીઓ કાર્યરત છે. તેઓ ભારતના હિતોને નુકસાન પહોંચાડી શકે છે અને 2016ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ ભારતમાં પણ તેની અસર પડી શકે છે.

ઓગસ્ટ 2019માં, કેબિનેટે ડિજિટલ મીડિયામાં 26% FDIને મંજૂરી આપવામાં આવી હતી. Department for Promotion of Industry and Internal Trade (DPIIT)ના નવા આદેશ અનુસાર હવે આ તમામ કંપનીઓએ એક વર્ષની અંદર કેન્દ્ર સરકારની મંજૂરી લઈને 26% વિદેશી રોકાણની કેપનું પાલન કરવું પડશે. તમામ ડિજિટલ મીડિયા ન્યૂઝ સંસ્થાઓને શેરહોલ્ડિંગ આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે એક વર્ષ આપવામાં આવ્યું છે.

DPIITનું કહેવું છે કે, અમે સ્ટેકહોલ્ડર્સ તરફ આ નિર્ણય પર થોડી સ્પષ્ટતા માંગવામાં આવી હતી. આ પ્રશ્નોની ચર્ચા કર્યા પછી તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 26% વિદેશી રોકાણોનો નિર્ણય અમુક કંપનીઓ પર લાગુ થશે જે રજિસ્ટર્ડ છે અને ભારતમાં હાજર છે.

આ નિયમ આત્મનિર્ભર ભારત અને જવાબદાર ડિજિટલ ન્યૂઝ મીડિયાના એક ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશ સાથે લાવવામાં આવ્યો છે. કંપનીઓએ પણ કેટલીક શરતોનું પાલન કરવું પડશે, જેમ કે કંપનીના બોર્ડમાં મોટાભાગના ડિરેક્ટર ભારતીય હોવા જોઈએ. કંપનીના CEO પણ ભારતીય હોવા જોઈએ. આ સિવાય કંપનીમાં તે તમામ વિદેશી કર્મચારીઓએ સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે, જે વર્ષમાં 60 દિવસથી વધુ કામ કરે છે. સરકારના આ પગલાથી ડિજિટલ મીડિયા પર નકલી સમાચારોના પૂરને કાબૂમાં લાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન