TopHeadline: 26 May 2019 til 03 pm National Gujarat
  • Home
  • Gujarat
  • [email protected] PM:અમેઠીમાં ભાજપના કાર્યકર્તાની કરપીણ હત્યા, માઉન્ટ એવરેસ્ટ પર સર્જાયા‘ટ્રાફિક જામ’ના દ્રશ્યો સહિતના સમાચાર

[email protected] PM:અમેઠીમાં ભાજપના કાર્યકર્તાની કરપીણ હત્યા, માઉન્ટ એવરેસ્ટ પર સર્જાયા‘ટ્રાફિક જામ’ના દ્રશ્યો સહિતના સમાચાર

 | 2:53 pm IST

કોંગ્રેસના ગઢ અમેઠીથી ભાજપ નેતાન સ્મૃતિ ઇરાનીની જીતના બે દિવસ બાદ જ તેમના નજીક મનાતા નેતા સુરેન્દ્ર સિંહની ગોળી મારી હત્યા કરી દેવાઇ તથા માઉન્ટ એવરેસ્ટ પર એક આયરિશ અને એક બ્રિટિશ પર્વતારોહીની મોતથી દુનિયાના સૌથી ઊંચા શિખર પર ચઢવાની કોશિષ કરનારાઓના મોતની સંખ્યા વધીને એક સપ્તાહમાં 18 થઇ ગઇ અને ભોપાલથી ભાજપની ટિકિટ પરથી ચૂંટાયેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની મોદી અવગણના કરતા દેખાયા તથા  સુરતની ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા  તેમજ  ફિક્સ્ડ ડિપોઝિટ કરતી વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તથા પીએમ મોદીએ અનુપમ ખેર દ્વારા શેર કરેલ એક વીડિયો પર જવાબ આપ્યો  અને ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર મોન્ટી પાનેસર તેની ઇંગ્લેન્ડની ટીમ સામે બોલ ટેમ્પરિંગના ગંભીર આક્ષેપ કર્યા સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1:અમેઠીમાં ભાજપના કાર્યકર્તાની કરપીણ હત્યા, દીકરાએ કોંગ્રેસ પર મૂકયો સણસણતો આરોપ

કોંગ્રેસના ગઢ અમેઠીથી ભાજપ નેતાન સ્મૃતિ ઇરાનીની જીતના બે દિવસ બાદ જ તેમના નજીક મનાતા નેતા સુરેન્દ્ર સિંહની ગોળી મારી હત્યા કરી દેવાઇ છે. ઘટનાથી ગામના લોકોમાં ખૂબ જ આક્રોશ છે. સુરેન્દ્ર સિંહના પરિવારે હત્યાનો આરોપ સ્થાનિક કોંગ્રેસ નેતાઓ પર લગાવ્યો છે. બીજીબાજુ અમેઠીના નવા ચૂંટાયેલા સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની દિલ્હીથી અમેઠી માટે રવાના થઇ ગયા છે. અહીં તેઓ સુરેન્દ્રના પરિવારને મળશે.

વધુ વાંચવા કરો ક્લિક-2: માઉન્ટ એવરેસ્ટ પર ‘ટ્રાફિક જામ’ના દ્રશ્યો સર્જાયા, 1 સપ્તાહમાં 18ના મોત

માઉન્ટ એવરેસ્ટ પર એક આયરિશ અને એક બ્રિટિશ પર્વતારોહીની મોતથી દુનિયાના સૌથી ઊંચા શિખર પર ચઢવાની કોશિષ કરનારાઓના મોતની સંખ્યા વધીને એક સપ્તાહમાં 18 થઇ ગઇ છે. પર્વતારોહણ અભિયાન આયોજકો એ શનિવારના રોજ આ માહિતી આપી. અધિકારીઓનું કહેવું છે કે મોટાભાગના પર્વતારોહીઓના મોત થાક, નબળાઇ અને આ મુશ્કેલ રૂટ પર પર્વતારોહીઓની સંખ્યા વધવાના લીધે થયું.

વધુ વાંચવા કરો ક્લિક-3: રાહુલ ગાંધી પાર્ટીના સિનિયર નેતાઓ પર ભડકયા, દીકરાઓને ટિકિટ અપાવાની લ્હાયમાં…

કોંગ્રેસમાં કારમી હાર પર મંથન ચાલુ છે. શનિવારના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાંની રજૂઆત કરી. જો કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ તેને ઠુકરાવી દીધી. પરંતુ આ બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનથી નાખુશ રાહુલ ગાંધી પોતાના સીનિયર લીડરોથી નારાજ છે. વર્કિંગ કમિટીની બેઠક દરમ્યાન તેમણે પોતાની નારાજગી વ્યક્ત પણ કરી.

વધુ વાંચવા કરો ક્લિક-4:PM મોદીએ આ મહિલા નેતાનું અભિવાદન ઝીલ્યું નહીં અને અચાનક જ કેમ ફેરવી દીધું મોં?

સંસદનાં સેન્ટ્રલ હોલમાં શનિવારના રોજ NDAના નેતાની પસંદગી કર્યા બાદ કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાં હાજર તમામ સાંસદોએ શુભેચ્છા પાઠવી. પરંતુ એક ખાસ તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું. ભોપાલથી ભાજપની ટિકિટ પરથી ચૂંટાયેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની મોદી અવગણના કરતા દેખાયા.

વધુ વાંચવા કરો ક્લિક-5: સુરતના અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું, જાણો હાલ તંત્રએ ક્યાં બોલાવ્યો સપાટો

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ ભિષણ આગ લાગી હતી. અને આગમાં 20 જિંગદીઓ બુજાઇ હતી. આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. ફાયર વિભાગ અને તંત્ર દ્વારા ટ્યૂશન ક્લાસિસ અને બિલ્ડિંગોમાં તપાસ હાથધરી હતી. અને ફાયર સેફ્ટી વગરના ટ્યૂશન ક્લાસિસોને શીલ પણ માર્યા હતા. સુરતની ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: અમદાવાદના-ધોલેરા હાઇ-વે પર બે કાર સામસામે અથડાઇ, 4ના મોત, 5 ગંભીર રીતે ઘાયલ

રાજ્યમાં અકસ્માતોના અનેક ઘટનાઓ બને છે. ત્યારે આજે અમદાવાદના ધોલેરા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે કાર સામસામે અથડાતા કુલ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-7:FD કરાવવા જાઓ છો તો ધ્યાન રાખો આ વાતો, નહીં તો આવી શકે છે ITની નોટિસ

જો તમે તમારા રોકાણ પર ગેરંટેડ વળતર મેળવવા માંગો છો, તો ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી શ્રેષ્ઠ વિકલ્પ છે. એફડીમાં જોખમની કોઈ શક્યતા નથી. આ જ કારણ છે કે દેશમાં મોટી સંખ્યામાં લોકો ફિક્સ્ડ ડિપોઝિટ કરે છે. પરંતુ, દરેક કામને જાગૃતિ અને સાવચેતીની જરૂર છે. આવો,અમે તમને જણાવીએ છીએ કે ફિક્સ્ડ ડિપોઝિટ કરતી વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

વધુ વાંચવા કરો ક્લિક-8: Hyundaiની આ જોરદાર SUV ભારતમાં થશે લોન્ચ, એકવારમાં ચાલશે 300 km

Venue સબ-4 મીટર એસયુવી પછી, Hyundai Motor India જુલાઇમાં Kona EV લોન્ચ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની 9 જુલાઇ, 2019 ના રોજ ભારતમાં તેની ઇલેક્ટ્રિક એસયુવી લોન્ચ કરશે. આ કંપની ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક બ્રાન્ડ છે. Kona EVની કિંમત 20 લાખથી 25 લાખ રૂપિયા વચ્ચે હોઇ શકે છે. આ ઉપરાંત, એવું માનવામાં આવે છે કે કંપની બેટરીની 39.2 કેડબલ્યુહની ઓફર કરી શકે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછી ક્ષમતા ધરાવતા મોડેલમાં હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: BJPની જીત બાદ અનુપમ ખેરની માતાએ કહી એવી વાત કે PM મોદીને આપવો પડ્યો જવાબ

લોકસભા ચૂંટણીમાં બીજેપીની ઐતિહાસિક જીત બાદ પીએમ મોદીને બોલિવૂડના સેલિબ્રિટી શુભેચ્છા પાઠવી રહ્યા છે. જ્યારે પીએમ મોદીએ પણ આ બોલિવૂડ સિતારાઓને જવાબ આપી આભાર માન્યો છે. આ ક્રમમાં હવે અનુપમ ખેરની માતા દુલારીજીનો સંદેશ પણ સામેલ થયો છે. પીએમ મોદીએ અનુપમ ખેર દ્વારા શેર કરેલ એક વીડિયો પર જવાબ આપ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: મોન્ટી પાનેસરનો ઘટસ્ફોટ, ‘ઇંગ્લેન્ડની ટીમ પણ વિવિધ રીતે બોલ ટેમ્પરિંગ કરતી હતી’

ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર મોન્ટી પાનેસર તેની ઇંગ્લેન્ડની ટીમ સામે બોલ ટેમ્પરિંગના ગંભીર આક્ષેપ કર્યા છે. પાનેસરે પોતાના પુસ્તક ધ ફૂલ મોન્ટીમાં પોતાના ક્રિકેટના અનુભવોને ઘણી આક્રમક સ્ટાઇલમાં વર્ણવ્યા છે. તેણે આ પુસ્તકમાં બોલ ટેમ્પરિંગની બાબતને કબૂલી છે અને એવું પણ લખ્યું છે કે ટીમના સાથી ખેલાડીઓ તથા પોતે જાતે તેમના મુખ્ય બોલર જેમ્સ એન્ડરસનની મદદ કરવા માટે બોલ ટેમ્પરિંગ કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન