26 November 2021: Gujarati Top News Headlines Till 12 PM
  • Home
  • Featured
  • 12 PM News Updates: સંવિધાન દિવસે મોદીનું સંબોધન | બજાર માટે બ્લેકફ્રાઇડે

12 PM News Updates: સંવિધાન દિવસે મોદીનું સંબોધન | બજાર માટે બ્લેકફ્રાઇડે

 | 12:00 pm IST
  • Share

સંવિધાન દિવસે સંસદના સેન્ટ્રલ હોલમાં સમારોહનું આયોજન કરાયું જેમાં અનેક મહાનુભાવોની સાથે PM મોદીએ પણ સંબોધન કર્યું. તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આફ્રિકામાં જોવા મળેલા નવા કોરોનાના વેરિઅન્ટથી ફફડાટ વ્યાપી ગયો છે. તેની અસર આજે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી. તો નવસારીની યુવતી જોડે વડોદરામાં દુષ્કર્મ થયું અને ત્યાર બાદ તેના અપમૃત્યુને લઈ રાજ્યભરમાં આ મામલો ચર્ચાની એરણે ચડ્યો છે. ત્યારે યુવતી જે સંસ્થા જોડે જોડાયેલી હતી. તે સંસ્થા પણ શંકાના ઘેરામાં આવી સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચો: આજે સંવિધાન દિવસઃ પારિવારિક પક્ષો દેશ માટે ચિંતાનો વિષયઃ PM

બલિદાન આપનારા વીરને નમન કરવાની સાથે સાથે સંવિધાનની ગરિમા અને સમાજની કર્તવ્યભાવનાની સાથે સાથે પારિવારિક પાર્ટીઓને લઈને પણ પ્રહાર કર્યા છે.

વધુ વાંચો: કાયદાનો વિરોધ કરનારાને લઈને કિરણ રિજિજૂનું મોટું નિવેદન, કહ્યું…

કેન્દ્રીય વિધિ અને ન્યાયમંત્રી કિરણ રિજિજૂએ ઉપદ્રવી તત્વોને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સરકારના નિર્ણયોને ન માનવું એ ફેશન બની ગયું છે.

વધુ વાંચો: બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સમાં 1300 અંકનો કડાકો, બજાર તૂટવાનું સૌથી મોટું કારણ આ રહ્યું

છેલ્લાં કેટલાંક દિવસથી ભારતીય શેરબજારો ધડામ કરતાં પછડાઇ રહ્યા છે. બજારમાં સતત વોલેટાલિટી જોવા મળી રહી છે. ત્યારે આજે સપ્તાહના છેલ્લાં દિવસે ભારતીય શેરબજારો ક્કડભૂસ થઇ ગયા છે.

વધુ વાંચો: પોલીસ કાર્યવાહી યોગ્ય, મારી દીકરીએ આત્મહત્યા નથી કરી : પીડિતાની માતા

પીડિતા યુવતીની માતાએ સંદેશ ન્યૂઝના માધ્યમથી ગંભીર સવાલો ઉઠાવી ફરી એકવાર સંસ્થા ઉપર આક્ષેપો કર્યા છે.

વધુ વાંચો: બે ડસ્ટબીનના નામે વિવાદ, AMC કરશે રૂપિયા 20 કરોડથી વધુનો ખર્ચ

આગામી દિવસોમાં અમદાવાદીઓને બે ડસ્ટબીન આપવામાં આવશે. જેમાં એકમાં લીલો અને બીજામાં સુકો કચરો રાખવાનો રહેશે.

વધુ વાંચો: કોરોનાના નવા સ્ટ્રેનથી દુનિયાભરમાં ફફડાટ, બ્રિટન-ઇઝરાઇલે લીધો મોટો નિર્ણય

દક્ષિણ આફ્રિકા અને બોટ્સવાનામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ મળતા સંક્રમણને ધ્યાનમાં રાખતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ શુક્રવાર એટલે કે આજે ઇમરજન્સી બેઠક બોલાવી છે.

વધુ વાંચો: જનરલ રાવતની ટિપ્પણી પર ચીનને મરચાં લાગ્યા

ભારતના CDS જનરલ બિપિન રાવતે ચીનને ‘સુરક્ષા માટે સૌથી મોટો ખતરો’ ગણાવ્યો હતો. આ ટિપ્પણી કરતાં આપણા પાડોશી દેશ ચીનને મરચાં લાગ્યા અને ભારતની સમક્ષ આપત્તિ નોંધાવી દીધી.

વધુ વાંચો: સ્વિસ બેન્કના કર્મચારીઓને કરમ હિન્દુજાએ આપી ચોંકાવનારી સલાહ

18 અબજ ડોલરના બ્રિટિશ-ભારતીય બિન્દુજા ગ્રૂપના સંરક્ષક, શ્રીચંદ હિન્દુજાના 31 વર્ષના દોહિત્રનું કહેવું છે કે તેઓ પોતાના દાદાના મૂલ્યો સાથે જોડાઇ રહેવા માંગે છે.

વધુ વાંચો: આ ક્રિકટરો બન્યા ઓસ્ટ્રેલિયાના નવા ટેસ્ટ કેપ્ટન અને વાઇસ-કેપ્ટન

વિશ્વના નંબર વન ટેસ્ટ બોલર પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો: જેમની પાસેથી ટેસ્ટ કેપ મળી, શ્રેયસે ડેબ્યૂમાં એમનો જ રેકોર્ડ તોડ્યો
કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર શ્રેયસ અય્યરે તેની પહેલી જ ટેસ્ટ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે તેની પ્રથમ ઇનિંગમાં સુનીલ ગાવસ્કરને પાછળ છોડી દીધો છે.

વધુ વાંચો: પહેલી પત્નીને છૂટાછેડા, અર્જુન રામપાલ 15 વર્ષ નાની છોકરીના બાળકનો પિતા

અર્જુન રામપાલનો જન્મ 26 નવેમ્બર 1972ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. શુક્રવારે તે 49 વર્ષનો થયા છે. અર્જુન રામપાલે તેની કારકિર્દીની શરૂઆત મૉડલિંગથી કરી હતી.

વધુ વાંચો: શીખ સમુદાયના અપમાન માટે દિલ્હી એસેમ્બલી પેનલે કંગના રનૌતને સમન પાઠવ્યું

કંગનાએ વિરોધ પ્રદર્શન કરી રહેલ શીખ ખેડૂતો માટે ખાલિસ્તાની આંદોલન શબ્દનો ઉપયોગ કર્યો હતો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો