26 year Old Lady Teacher Run Away With 14 Year Old Student In Gandhinagr
  • Home
  • Featured
  • ગાંધીનગરમાં 26 વર્ષની શિક્ષિકાને થયો 14 વર્ષનાં વિદ્યાર્થી સાથે પ્રેમ, પછી કર્યો આ કાંડ

ગાંધીનગરમાં 26 વર્ષની શિક્ષિકાને થયો 14 વર્ષનાં વિદ્યાર્થી સાથે પ્રેમ, પછી કર્યો આ કાંડ

 | 6:41 pm IST

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે બાળકોને સ્કૂલની મહિલા ટીચરથી પ્રેમ થઈ ગયો હોય અને તેઓ ટીચરની સાથે ભાગવાનો પ્રયત્ન કરતા હોય, પરંતુ ગુજરાતનાં ગાંધીનગરમાં અજીબ-ઓ-ગરીબ ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં એક 26 વર્ષિય મહિલા ધોરણ 8નાં વિદ્યાર્થી સાથે અનૈતિક સંબંધ બનાવતી હતી. 14 વર્ષિય છોકરો મહિલા ટીચરને એટલો પસંદ આવી ગયો કે તે તેને લઇને ભાગી ગઈ.

આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે 14 વર્ષિય છોકરાનાં પિતાએ શુક્રવારનાં કલોલ સિટી પોલીસ સ્ટેશન પર જઇને ફરિયાદ કરી. પોલીસ સ્ટેશન પર છોકરાનાં પિતાએ જણાવ્યું કે 26 વર્ષની મહિલા શિક્ષક તેમના છોકરાનું જાતિય શોષણ કરતી હતી. હવે તે તેને લઇને ભાગી ગઈ છે. પોલીસે જ્યારે મહિલા ટીચરનાં ઘરે શોધ કરી તો ખબર પડી કે તે ઘરે નથી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આવી ઘટનાઓ ઘણી ઓછી આવે છે જ્યારે કોઈ મહિલા શિક્ષક ઓછી ઉંમરનાં વિદ્યાર્થી સાથે ભાગી ગઈ હોય. 14 વર્ષનાં વિદ્યાર્થીનાં પિતા ગાંધીનગરનાં ઉદ્યોગ ભવનામાં સરકારી કર્મચારી છે. કલોલ સિટી પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સપેક્ટર કેકે દેસાઈએ જણાવ્યું કે અમે મહિલા ટીચર પર ભારતીય દંડ સંહિતાની કલમ 363 અંતર્ગત કેસ નોંધાવ્યો છે.

ઇન્સપેક્ટર દેસાઈએ જણાવ્યું કે, “અત્યાર સુધી બંનેની ભાળ મળી નથી. મહિલા ટીચર અને વિદ્યાર્થી પાસે મોબાઇલ ફોન પણ નથી. આ કારણે તેમનું લોકેશન શોધવું પણ મુશ્કેલ છે.” છોકરાનાં પિતા અને પોલીસ બંને મહિલા શિક્ષકનાં ઘરે પણ ગઈ હતી, પરંતુ તે પોતાના ઘરે નહોતી. પોલીસે જ્યારે સ્કૂલ જઇને મહિલા ટીચર અને તે વિદ્યાર્થી વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે, બંને વચ્ચે અનૈતિક સંબંધ હતા. વિદ્યાર્થીઓએ એ પણ કહ્યું કે મહિલા ટીચર વિદ્યાર્થીને લઇને ઘણીવાર ક્યાંક જતી રહેતી હતી.

આ વિડીયો પણ જુઓ: ગુજરાતમાં પ્રથમ વખત થશે સૌથી મોટો રાજ્યાભિષેક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન