27th-august-2018-12-pm-top-headlines
  • Home
  • Featured
  • [email protected] 12 PM: ઓઢવમાં ધરાશાયી બિલ્ડિંગ અંગે પોલ ખુલવા સહિતની આ ટૉપ અપડેટ્સ

[email protected] 12 PM: ઓઢવમાં ધરાશાયી બિલ્ડિંગ અંગે પોલ ખુલવા સહિતની આ ટૉપ અપડેટ્સ

 | 12:00 pm IST

સોમવારે સવારથી જ અમદાવાદના ઓઢવમાં થયેલા બિલ્ડિંગ ધારાશાયીમાં તંત્રની મોટી પોલ ખુલી છે. આ સિવાય આજે બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. તે સાથે જ સવારથી લઇને બપોરના 12 વાગ્યા સુધીમાં મહત્વની ઘટનાઓ અંગે જાણવા માટે નીચેની હેડલાઇન્સ પર કરો એક ક્લિક

વાંચવા કરો ક્લિક – 1 : AMCની પોલંપોલ, બિલ્ડિંગોના ચણતરમાં સિમેન્ટના પ્લાસ્ટરને લઈ મોટો ઘટસ્ફોટ

હાલ આ ઘટનાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. આ સિવાય આ બિલ્ડિંગ બનાવવામાં જે ભ્રષ્ટાચાર થયો છે તેનો સમગ્ર ચિતાર આ ઘટનાથી પર્દાફાશ થઈ રહ્યો છે. હાલ એવું કહેવાય છે કે જે બિલ્ડિંગ ધારાશાયી થઈ તેના બાંધકામમાં હલકી કક્ષાનું મટીરીયલ્સ વાપરવાનું સામે આવ્યું છે.

શેરબજારમાં સોમવારે બેવડા શતક સાથે સેન્સેક્સ શરૂ થયો હતો.શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 259.42 પોઈન્ટના ઉછાળા સાથે 38,511.22 પોઈન્ટના સર્વોચ્ચ ઊંચાઈ પર પહોંચ્યો હતો તો નિફ્ટીમાં 76.20 અંકોના વધારા સાથે 11,633.30ની સપાટી પર રહી હતી.
અમદાવાદના ઓઢવમાં 4 માળના સરકારી વસાહતની બિલ્ડિંગ એક બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગુરૂદ્વારા પાસેની આવાસ યોજનાનો મોટો હિસ્સો ધરાશાયી થતા 10થી વધુ લોકો દટાયા હતા. જેમાંથી 6 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લેવાયા હતા.

વાંચવા કરો ક્લિક – 4 : મનમોહન સિંહે PM મોદીને પત્ર લખીને નહેરૂ મેમોરિયલ અંગે કહ્યું કે…

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તીન મૂર્તિ ભવનમાં આવેલ નહેરૂ મેમોરિયલની સાથે કોઇપણ રીતે છેડછાડ ના કરવાનો આગ્રહ કર્યો છે. મનમોહન સિંહે લખ્યું છે કે પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નહેરૂ માત્ર કૉંગ્રેસના નેતા જ નહોતા પરંતુ આખા દેશના નેતા હતા.

એશિયાડ ગેમનો આજે 9મો દિવસ છે. 8મા દિવસે ભારત કોઇ ગોલ્ડ મેડલ જીતી શક્યુ નથી. પરંતુ પાંચ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યું છે. દેશ સાત સ્વર્ણ, 10 સિલ્વર અને 19 બ્રૉન્ઝ મેડલ સાથે કુલ 36 મેડલ જીતને મેદલ કોષ્ટકમાં 9મા સ્થાને છે. આવો જાણીએ 9મા દિવસના ભારતીય રમતોનું શિડ્યૂલ….

વાંચવા કરો ક્લિક – 6 : અમિત શાહની સુરક્ષા પાછળ કેટલો ખર્ચ થાય છે? RTIમાં મળ્યો આ જવાબ

કેન્દ્રીય સૂચના આયોગ (સીઆઇસી)એ કહ્યું છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહની સુરક્ષાને લઇ થતા ખર્ચ અંગે માહિતી આપી શકાય નહીં. તેના માટે આયોગે આરટીઆઇ કાયદાનો ‘ખાનગી માહિતી’ અને ‘સુરક્ષા’ સંબંધી છૂટવાળી જોગવાઇનો હવાલો આપ્યો. આયોગે અરજીકર્તાની અપીલને રદ્દ કરી દીધી છે, કારણ કે કોઇ વ્યક્તિની સુરક્ષા આપવા સંબંધિત નિયમો અંગે પૂછયું હતું.

વાંચવા કરો ક્લિક – 7 : સુરત હાઈવે ફરી ગોઝારો બન્યો, અજાણ્યા વાહન સાથે લકઝરી બસ ધડાકાભેર અથડાઇ

 રવિવારે સુરતમાં બનેલી ઘટનાની શાહી હજી સુધી સૂકાયું નથી, ત્યાં આજે સવારે વધુ એક ગમખ્વાર અકસ્માત બન્યો હતો. સુરતના નેશનલ હાઇવે 48 ઉપર અજાણ્યા વાહન સાથે ખાનગી લક્ઝરી બસ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વાંચવા કરો ક્લિક – 8 : ડિઝલ અને પેટ્રોલમાં ભડકો, રેકોર્ડ સ્તરે પહોંચ્યો ભાવ

પેટ્રોલ અને ડિઝલનો ભાવ એકવાર ફરી રેકોર્ડ સ્તર પર પહોંચ્યો છે. આ વખતે ડિઝલે પ્રથમ રેકોર્ડ સ્તરની સપાટી કુદાવી છે. સોમવારે સતત બીજા દિવસે ડિઝલની કિંમત રેકર્ડ સ્તરે પહોંચી છે. તો સાથે સાથે પેટ્રોલના ભાવમાં પણ ઝડપથી વધારો થયો છે.

ભારતની સ્ટાર ફર્રાટા દોડવીર દુતી ચંદએ 18મા એશિયન રમતોત્સવમાં મહિલા 100 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે, જે દેશની આ રમતમાં 20 વર્ષમાં પ્રથમ મેડલ છે.
વર્ષ 2002ના ગોધરાકાંડ મામલે આજે 5 આરોપીઓની સજા વિશે સાબરમતી જેલની સ્પે.કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ ઘટનામાં પાછળથી નાસતા ફરતા 5 આરોપીઓ આ ઘટનામાં ઝડપાયાં હતા, જેમની આજે સુનાવણી હાથ ધરનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન