27th November Gujarati Top News Headlines Till 6 PM
  • Home
  • Gujarat
  • 6 PM Update: આતંકવાદી સંગઠનની અપીલ| શું ખેડૂત આંદોલન ખતમ?

6 PM Update: આતંકવાદી સંગઠનની અપીલ| શું ખેડૂત આંદોલન ખતમ?

 | 6:04 pm IST
  • Share

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફૉર જસ્ટિસના ગુરુપતવંત સિંહ પન્નુએ એક વખત ફરીથી દેશના વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પન્નુએ યુવાનો અને ખેડૂતોને અપીલ કરતું ભડકાઉ ભાષણ આપ્યું છે. ખેડૂતોને સંસદ માર્ચના પગલે વારંવાર રેકોર્ડેડ ઑડિયો કૉલ મોકલીને યુવાનોને ઉશ્કેરવામાં આવી રહ્યાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-  એલર્ટ! સંસદ ભવન પર ઝંડો ફરકાવી શકે છે આ આતંકી સંગઠન

ઇન્ટેલિજન્સ એજન્સીએ તાજેતરમાં એક એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સંસદ ભવનનો ઘેરાવ કરી શકે છે અને તેના પર ખાલિસ્તાની ઝંડો લહેરાવી શકે છે. શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી પન્નુએ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં લાંબા સમયથી કૃષિ કાયદાના વિરોધમાં બેઠેલા ખેડૂતોને સંસદનો ઘેરાવ કરવા અને 29 નવેમ્બરે સંસદના શિયાળુ સત્ર દરમિયાન ધ્વજ ફરકાવવાની અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક- શું ખેડૂત આંદોલન ખતમ? 29 તારીખે યોજાનાર ટ્રેક્ટર રેલી કેન્સલ

નવા કૃષિ કાયદા રદ થયા બાદ ખેડૂતો 29મીએ સંસદ તરફ કૂચ કરશે અથવા ઘરે પરત ફરશે, તેનો નિર્ણય આજે સિંઘુ બોર્ડર પર યોજાયેલી સંયુક્ત કિસાન મોરચા (SKM) ની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. બપોરે 1:30 કલાકે શરૂ થયેલી બઠક હાલમાં પૂરી થઈ છે. કલાકો સુધી ચાલેલી મહાપંચાયતમાં ટ્રેક્ટર રેલી નહીં કાઢવા પર સંમતિ બની છે.

વધુ વાંચવા કરો ક્લિક-  બાલાસિનોરમાં મોબાઈલ બન્યો બૉમ્બ! બેટરી ફાટતાં કિશોરના ટેરવા કપાયા

કોરોના કાળમાં ઑનલાઈન અભ્યાસના કારણે નાના બાળકો સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરતાં થઈ ગયા છે. અભ્યાસ ઉપરાંત હવે નાના બાળકો મોબાઈલમાં ગેમના રવાડે ચડી ગયા છે. અનેક વખતો મોબાઈલમાં બ્લાસ્ટ થવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યાં છે, ત્યારે તાજેતરમાં આવો જ એક બનાવ મહિસાગર જિલાલના બાલાસિનોર તાલુકાના ધનેલા ગામમાંથી સામે આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક- વડોદરા ગેંગરેપ કેસમાં પીડિતાની માતાનો ખુલાસો- ‘મારી દિકરી સંજીવભાઈના કહેવાથી..!’

દિવાળીની સવારે વલસાડ રેલવે સ્ટેશન પર “ગુજરાત ક્વિન” ટ્રેનના કોચમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી યુવતીના કેસમાં જેમ-જેમ તપાસ આગળ વધતી જાય છે, તેમ-તેમ તેના મોતનું રહસ્ય વધારે ઘેરાતું જઈ રહ્યું છે. હવે પીડિતાની માતાએ સંદેશ ન્યૂઝ સમક્ષ મોટો ખુલાસો કરતાં કહ્યું છે કે, મારી દિકરી સંજીવ મારી દીકરી સંજીવભાઈના કહેવાથી નવસારી આવી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-  ચીનના લોકોમાં નવો ક્રેઝ, બાળકોને આપી રહ્યા છે આ પક્ષીના ઈન્જેક્શન

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસ આજે સમગ્ર વિશ્વમાં પોતાનો આતંક ફેલાવી રહ્યો છે. કહેવાય છે કે ચીનના લોકોના વિચિત્ર ખાન-પાનના કારણે અનેક બીમારીઓ જન્મ લે છે. પોતાની અનોખી ખાણી-પીણીને કારણે ચીન આખી દુનિયામાં નિશાના પર રહે છે. હવે ચીનના લોકોમાં એક નવો ક્રેઝ સવાર થઈ રહ્યો છે.

એક અહેવાલ મુજબ, ચીનના લોકો હવે તેમના બાળકોને ચિકનના બ્લડનું ઇન્જેક્શનનું લગાવવાના ક્રેઝમાં છે. જો કે આ વાત સાંભળીને તમને નવાઈ લાગતી હશે. આ સાંભળ્યા પછી ભલે તમને વિશ્વાસ ન આવે, પરંતુ આ સંપૂર્ણ સત્ય છે. ચીનના લોકો કોઈપણ રોગ વિના તેમના બાળકોને ચિકનના લોહીનું ઈન્જેક્શન આપી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-  ઈન્ડોનેશિયા ઓપનઃ સતત ત્રીજી વખત સેમીફાઈનલમાં પીવી સિંધુની હાર

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને ઈન્ડોનેશિયા ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પૂર્વ વિશ્વ ચેમ્પિયન થાઇલેન્ડની રત્ચાનોક ઇંતાનોને હરાવી દીધી છે. ત્રીજા ક્રમની સિંધુને 54 મિનિટમાં વિશ્વના આઠમા નંબરની રત્ચાનોક સામે 15-21, 21-9, 21-14થી પરાજય મળ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-   IND VS NZ: કાનપુરમાં લાઇવ મેચ દરમિયાન હાઇ વોલ્ટેજ ડ્રામા

ટીમ ઈન્ડિયા કાનપુરમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી છે. વિરાટ કોહલીને પ્રથમ ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો છે, જેથી ભારતીય ટીમની કેપ્ટનશિપની જવાબદારી અજિંક્ય રહાણે સંભાળી રહ્યો છે. આ મેચના ત્રીજા દિવસે સ્પિન બોલર ​​આર. અશ્વિન શાનદાર લયમાં બોલિંગ કરતો જોવા મળ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક- મની લોન્ડરિંગ કેસમાં જેક્લીનનું કનેક્શન આવ્યું સામે, આરોપી સાથે જેકલીનનો ફોટો વાઈરલ

ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મોટી મુસીબતમાં મુકાઇ શકે છે. જી હા.દિલ્હીની તિહાર જેલમાં બંધ આરોપી સુકેશ ચંદ્રશેખરનું નામ અભિનેત્રી જેકલીન સાથે જોડાયું છે. મની લોન્ડરિંગ કેસમાં જેકલીન સામે મજબુત પુરાવો મળ્યો છે.  હાલમાં જ તેમના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઈરલ થઇ રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો