5 વર્ષમાં અરબ દેશોમાં મોતને ભેટેલા ભારતીયોનો આંકડો જાણી બેસી જશે છાતીના પાટીયા - Sandesh
  • Home
  • Featured
  • 5 વર્ષમાં અરબ દેશોમાં મોતને ભેટેલા ભારતીયોનો આંકડો જાણી બેસી જશે છાતીના પાટીયા

5 વર્ષમાં અરબ દેશોમાં મોતને ભેટેલા ભારતીયોનો આંકડો જાણી બેસી જશે છાતીના પાટીયા

 | 10:35 pm IST

અરબના દેશોમાં રોજગારીની તક મેળવવા અને પોતાની તકદીર આજમાવવા ભારતથી લોકો જતા હોય છે. જ્યારે અરબના દેશોમાં 2014થી લઇ 2018 સુધીમાં મૃત્યુ પામેલા ભારતીયોનો આંકડો બહાર પાડવામાં આવ્યો છે.

જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં અરબ દેશમાં 28,523 ભારતીયોના મોત થયા છે. ટિયાલાના સાંસદ ધરમવીર ગાંધીએ લોકસભામાં આ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. જેના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી કે સિંહએ લોકસભામાં આ આંકડો રજૂ કર્યો હતો. વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે માહિતી જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2014થી લઇને 2018 સુધીમાં અરબ દેશો જેવા કે બહરીન, કુવૈત, ઓમાન, કતર, સઉદી અરબ અને યૂએઇમાં 28 હજારથી પણ વધારે ભારતીય નાગરિકોના મોત થયા છે.

આ વિશે વધુ માહિતી આપતા જનરલ વી કે સિંહએ જણાવ્યું હતું કે આ વિશેની સત્તાવાર માહિતી જેતે અરબ દેશમાં આવેલી ભારતીય દૂતવાસ દ્વારા ભેગી કરવામાં આવી હતી. વર્ષ 2014થી લઇને 2018 વચ્ચે સાઉદી અરબમાં આશરે 12,828 કરતા વધારે અને યૂએઇમાં 2018 સુધી 7,877 ભારતીય મજદૂરોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન