28th national human rights commission pm modi special massage
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • NHRCના 28મા સ્થાપના દિવસ પર PM મોદીએ પાઠવ્યો ખાસ સંદેશ

NHRCના 28મા સ્થાપના દિવસ પર PM મોદીએ પાઠવ્યો ખાસ સંદેશ

 | 12:05 pm IST
  • Share

  • સદીઓ સુધી આપણે અધિકાર માટે સંઘર્ષ કર્યો: PM
  • બાપૂના આદર્શોને દુનિયા માને છે: PM
  • ભારતે વિશ્વને અહિંસાનો માર્ગ દેખાડ્યો: PM

 

NHRCના 28મા સ્થાપના દિવસ પર PM મોદીએ કર્યુ સંબોધન. PM મોદીએ કહ્યું કે ભારતે વિશ્વને અહિંસાનો માર્ગ બતાવ્યો. મોદીએ કહ્યું કે એક સમયે જ્યારે સમગ્ર વિશ્વ વિશ્વયુદ્ધની હિંસામાં સળગી રહ્યું હતું, ત્યારે ભારતે સમગ્ર વિશ્વને ‘અધિકાર અને અહિંસા’ નો માર્ગ દર્શાવ્યો હતો. માત્ર દેશ જ નહીં પરંતુ આખું વિશ્વ આપણા બાપુને માનવ અધિકારો અને માનવીય મૂલ્યોના પ્રતીક તરીકે જુએ છે. ભારત માટે માનવાધિકાર સર્વોપરી છે.

PMએ વધુમાં કહ્યું કે, આઝાદી માટે આપણું આંદોલન, આપણો ઇતિહાસ ભારત માટે માનવાધિકાર, માનવાધિકારના મૂલ્યો માટે પ્રેરણાનો મોટો સ્ત્રોત છે. આપણે સદીઓ સુધી અમારા અધિકારો માટે લડ્યા. એક રાષ્ટ્ર તરીકે, એક સમાજ તરીકે અન્યાય-અત્યાચારનો પ્રતિકાર કર્યો. સંવિધાનમાં સમાનતા અને મૌલિક અધિકારો. સદીઓ સુધી આપણે અધિકાર માટે સંઘર્ષ કર્યો.

PMએ કહ્યું કે, વર્ષોથી, દેશે જુદા જુદા વિભાગોમાં વિવિધ સ્તરે થઈ રહેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. દાયકાઓથી મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદાની માંગણી કરી રહી છે. આપણે ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને નવા અધિકારો આપ્યા છે

આજે દેશ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ ના મૂળ મંત્ર પર ચાલી રહ્યો છે. એક રીતે, આ માનવ અધિકારોને સુનિશ્ચિત કરવાની મૂળભૂત ભાવના છે.

PMએ કહ્યું કે તે આપણા સૌનું સૌભાગ્ય છે કે આજે અમૃત મહોત્સવ દ્વારા આપણે મહાત્મા ગાંધીના મૂલ્યો અને આદર્શો પર જીવવાનો સંકલ્પ લઈ રહ્યા છીએ. મને સંતોષ છે કે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ ભારતના આ નૈતિક સંકલ્પોને સમર્થન આપીને શક્તિ આપી રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો