28th November Gujarati Top News Headlines Till 6 PM
  • Home
  • Gujarat
  • 6 PM Update: ત્રિપુરા મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપની જીત! પેરુમાં ભૂકંપ

6 PM Update: ત્રિપુરા મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપની જીત! પેરુમાં ભૂકંપ

 | 6:02 pm IST
  • Share

પેરુના ઉત્તર ભાગમાં રવિવારે 7.5ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ બારાંકા શહેરથી 40 કિમી દૂર નોંધાયું છે. હજુ સુધી આ ભૂકંપના કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યાં.

ત્રિપુરામાં સત્તાધારી પાર્ટી ભાજપે તૃણમૂલ કોંગ્રેસ સાથે ખેલા કરતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરી છે. ભાજપે 51 સભ્યો ધરાવતી અગરતલા કોર્પોરેશનની તમામ બેઠકો પર જીત મેળવવા ઉપરાંત અન્ય શહેરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જીત મેળવી છે. જ્યારે વિપક્ષી પાર્ટી TMC અને  CPI (M) અગરતલા કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાનું ખાતુ પણ ખોલાવી શક્યા નથી. સહિત સાંજે 6 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર પર એકનજર

ત્રિપુરા મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત, TMCને ઝટકો

ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા ભાજપ માટે એક સારા સમાચાર આવ્યા છે. ત્રિપુરા મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપે 334માંથી 329 બેઠકો જીતી છે. આ સાથે જ અગરતલા સહિત અન્ય નગર નિગમોમાં વિપક્ષનું ખાતું પણ ખુલ્યું નથી. અગરતલાના તમામ 51 વોર્ડમાં ભાજપે જીત મેળવી છે.

ઓમિક્રોન વેરિએન્ટને લઈને ભારતમાં એલર્ટ, ધડાધડ બેઠકો શરૂ

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના આક્રમણને કારણે વિશ્વભરમાં ગભરાટ ફેલાયો છે. વિશ્વના ઘણા દેશો એલર્ટ પર છે. આ દરમિયાન, ભારતમાં પણ ઝડપી બેઠકોનો રાઉન્ડ શરૂ થયો છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

શ્રેયસ ઐયરે બનાવ્યો મોટો રેકોર્ડ, આવું કરનાર એક માત્ર ભારતીય ખેલાડી

શ્રેયસ ઐય્યરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ કાનપુર ટેસ્ટમાં ડેબ્યૂ કરીને ઈતિહાસ રચી દીધો છે. આ મિડલ ઓર્ડર બેટ્સમેને પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જે સિદ્ધિ મેળવી છે, જે અત્યાર સુધી કોઈ ભારતનો કોઇ દિગ્ગજ ખેલાડી હાંસલ કરી શક્યો નથી. આ સિદ્ધિ સાથે 26 વર્ષીય ઐય્યરે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.

UP ચૂંટણી પહેલા BJPએ પાડ્યો ખેલ, 5 મોટા નેતા પાર્ટીમાં સામેલ

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ સમાજવાદી પાર્ટી (SP), બહુજન સમાજ પાર્ટી (BSP) અને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. આ ત્રણેય પક્ષોના ચાર મોટા નેતાઓ અને એક નિવૃત્ત IAS અધિકારી આજે (રવિવારે) ભાજપમાં જોડાયા છે. જેના કારણે ચૂંટણી પહેલા ભાજપ વધુ મજબૂત બન્યું છે.

વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ આપઘાત મામલે પીએમ રિપોર્ટમાં મોટો ખુલાસો

વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ આપઘાત મામલે સામુહિક દુષ્કર્મ થયાની પીએમ રિપોર્ટમાં પુષ્ટી થઇ છે. તથા યુવતીએ આપઘાત કર્યાનો FSLનો અભિપ્રાય છે. તથા હજુ પણ FSLનો રિપોર્ટ આવ્યો નથી. તેમજ પોલીસ દ્વારા રિપોર્ટ જલ્દી આપવા ગાંધીનગર FSLને પત્ર લખવામાં આવ્યો છે.

અરવલ્લી: હોમગાર્ડની ભરતીમાં યુવકને છાતીમાં દુ:ખાવો, હોસ્પિટલમાં મોત

મોડાસાના સાકરીયા ગામમાં ચાલી રહેલી હોમગાર્ડની ભરતીમાં ભાગ લેવા પહોંચેલા યુવકને ફિજિકલ ટેસ્ટ બાદ છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે.

વડોદરા ગેંગરેપ કેસ: વેક્સિન ગ્રાઉન્ડમાં અસામાજિક તત્વોને રોકવા લેવાયો મોટો નિર્ણય

વડોદરા શહેરના ઓપી રોડ પર આવેલા વૅક્સિન ગાઉન્ડમાં હાલ કલેક્ટર કચેરીનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યાં તાજેતરમાં જ ગેંગરેપની ઘટના બની હતી. જેમાં ગ્રાઉન્ડની તૂટેલી કમ્પાઉન્ડ વૉલનો મુદ્દે સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આથી જિલ્લા કલેક્ટર દ્વારા આર એન્ડ બી વિભાગને તાત્કાલીક તૂટેલી દિવાલ બનાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.

સુરત: નાના-પૌત્રની આંખમાં મરચાની ભૂકી નાંખી રૂ. 15 લાખની લૂંટ

શહેરના સિટીલાઇટ ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા અને FY.BComમાં અભ્યાસ કરતા 18 વર્ષીય યશ જેઠાનંદ અબુરાની તેના નાના સાથે ડ્રેસ મટીરિયલ્સની દુકાનમાં મદદ કરે છે. શુકવારે રાત્રે દુકાન બંધ કરી યશ નાના સાથે વેગનઆર કારમાં ઘરે આવવા નીકળ્યા હતા.

આ દેશમાં 7.5ની તિવ્રતાનો ભૂકંપ આવતા હડકંપ

રવિવારે સવારે ઉત્તર પેરુમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. યુ.એસ. જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે રવિવારે વહેલી સવારે બૈરંકા શહેરથી લગભગ 40 કિમી (25 માઇલ) દૂર ઉત્તરી પેરુમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

સીમા વિવાદ વચ્ચે ચીને LAC પર તૈનાત કરી મિસાઈલ રેજિમેન્ટ

ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈન્ય માળખાગત સુવિધાઓમાં સતત મોટું રોકાણ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતે પૂર્વી લદ્દાખ સેક્ટરની સામે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ પર ચિંતા વ્યક્ત કરી છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો