ઐશ્વર્યા રાય 29 વર્ષના દીકરાની માતા ! આંધ્રપ્રદેશના યુવાને કર્યો ચોંકાવનારો ખુલાસો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઐશ્વર્યા રાય 29 વર્ષના દીકરાની માતા ! આંધ્રપ્રદેશના યુવાને કર્યો ચોંકાવનારો ખુલાસો

ઐશ્વર્યા રાય 29 વર્ષના દીકરાની માતા ! આંધ્રપ્રદેશના યુવાને કર્યો ચોંકાવનારો ખુલાસો

 | 3:29 pm IST

અમિતાભ બચ્ચન માટે વર્ષ 2018ની શરૂઆત વિચિત્ર ઘટસ્ફોટ સાથે થઈ છે. કારણ કે બચ્ચન પરિવારની વહુ અને બોલિવૂડની સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચનનો એક દીકરો હોવાનો ધડાકો થયો છે. જી હાં આંધ્રપ્રદેશના 29 વર્ષીય યુવાને ઐશ્વર્યા રાય બચ્ચન તેની માતા ગણાવી છે ! આ યુવાન આંધ્રપ્રદેશનો છે અને તેણે જણાવ્યું છે કે ઐશ્વર્યાએ તેને લંડનમાં 1988માં જન્મ આપ્યો હતો !

સંગીત કુમાર નામનો આ શખ્સ આંધ્રપ્રદેશનો રહેવાસી છે અને તે પોતાના નામમાં ઐશ્વર્યા રાયની સરનેમનો ઉપયોગ કરે છે. ડેક્કન ક્રોનિકલની રિપોર્ટ અનુસાર 29 વર્ષના આ યુવાનનું જણાવવું છે કે ઐશ્વર્યા રાય બચ્ચને તેને IVF દ્વારા લંડનમાં જન્મ આપ્યો હતો. જન્મ પછી 2 વર્ષ સુધી તે તેની નાની વૃંદા રાય સાથે રહ્યો અને ત્યારબાદ તે તેના ‘માતા-પિતા’ આંધ્રપ્રદેશના ચૂડાવરમ ખાતે લઈ આવ્યા. ત્યારથી આજ સુધી તે તેની માતાથી દૂર રહ્યો છે પરંતુ હવે તેની ઈચ્છા માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે રહેવાની છે.

સંગીત કુમારે મીડિયા સમક્ષ આ વાત કરતાં એમ પણ જણાવ્યું હતુ કે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન અલગ અલગ રહે છે અને તેથી તેની ઈચ્છા છે કે ઐશ્વર્યા રાય બચ્ચન તેની પાસે મેંગલુરુમાં રહે. સંગીત કુમાર જે પણ કહે છે તે વાત સાબિત કરે તેવા કોઈ જ પુરાવા તેની પાસે નથી. પરંતુ તેમ છતાં તે જોરશોરથી દાવો કરે છે કે ઐશ્વર્યા રાય બચ્ચન તેની માતા છે અને 15 વર્ષની વયે ઐશ્વર્યાએ તેને લંડનમાં જન્મ આપ્યો હતો. આ વાત ગળે ઉતરે તેવી છે નહીં પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચન માટે મીડિયા સમક્ષ થયેલા ઘટસ્ફોટથી બોલિવૂડમાં ખળભળાટ તો મચ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ મુદ્દે ઐશ્વર્યા રાય બચ્ચન કે અભિષેક બચ્ચન આ કથિત પુત્રને કેવો જવાબ આપે છે.