29K Canadian dollars seized at airport
  • Home
  • NRI
  • દેશના આ એરપોર્ટ પર પહેલી વખત એવું બન્યું કે NRI એ…

દેશના આ એરપોર્ટ પર પહેલી વખત એવું બન્યું કે NRI એ…

 | 3:13 pm IST

ઇન્ટરનેશનલ એરપોર્ટ મોહાલી પર પહેલી વખત એવું બન્યું કે પોલીસે એક વ્યક્તિના સૂટકેસમાંથી 29100 કેનેડિયન ડોલર ઝડપી પાડ્યા છે. તેની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા કહેવાય છે. ડીએસપી ઇન્ટરનેશનલ એરપોર્ટ હરસિમરન બળે કહ્યું કે વ્યક્તિની ઓળખ હરમોહન ગ્રેવાલ તરીકે થઇ છે.

પોલીસે ડીડીઆર નોંધી તેને ઇનકમ ટેક્સની ટીમના હવાલે કરી દીધા છે. બીજીબાજુ લોકસભા ચૂંટણીના લીધે આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે. આ દરમ્યાન 50000થી વધુ કૈશ કેરી શકાય નહીં.

ડીએસપી બળે કહ્યું કે પોલીસને માહિતી મળી હતી કે દિલ્હીથી મોહાલી આવનાર ઇન્ડિગો બપોરે સવા બે વાગ્યાની ફ્લાઇટમાં એક વ્યક્તિ મોટી સંખ્યામાં પૈસા લઇને આવી રહ્યા છે. માહિતી મળતા જ ડીએસપી એ ટ્રેપ લગાવી અને જેવી દિલ્હીથી ફ્લાઇટ મોહાલી ઉતરી તો ટર્મિનલની પાસે હરમોહન ગ્રેવાલને બહાર નીકળતા જ પકડી પાડ્યા. તેમની સૂટકેસમાં તપાસ કરતાં તેમના એક શર્ટની વચ્ચે છુપાવેલા કેનેડિયન ડોલર મળ્યા. તેમાં ત્રણ 50-50 અને એક 100 અને બીજું 4100 ડોલરનું બંડલ બનાવીને છુપાવ્યું હતું.

ડીએસપી બલે કહ્યું કે પોલીસે તરત જ ડોલર કબ્જામાં લઇ ઇનકમ ટેક્સને સૂચિત કર્યું. સ્થળ પર ઇનકમ ટેક્સની ટીમ પહોંચી અને ગ્રેવાલના ડોલર કબ્જામાં લીધા. પૂછપરચ્છમાં ગ્રેવાલે કહ્યું કે તેનો ચંડીગઢમાં કેટલીક પ્રોપર્ટીનો કેસ ચાલી રહ્યો છે. તેને લઇ તે કેનેડાથી સ્પેશ્યલ પોતાના એડવોકેટને ફી આપવા માટે આવ્યો હતો. થોડાક દિવસ પહેલાં જ તે કેનેડાથી દિલ્હી પહોંચ્યો હતો અને આજે તે ઇન્ડિગો ફ્લાઇટમાં મોહાલી પહોંચ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન