NIFTY 10,079.30 -13.75  |  SENSEX 32,186.41 +27.75  |  USD 63.9950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આ 3 કસરત શરીરને આપશે પરફેક્ટ શેપ, વધારાની ચરબી થઈ જશે ગાયબ

આ 3 કસરત શરીરને આપશે પરફેક્ટ શેપ, વધારાની ચરબી થઈ જશે ગાયબ

 | 3:37 pm IST

આજના સયમમાં મહિલાઓ પુરૂષો તેમજ બાળકો પણ ફેટ નહીં ફિટ રહેવા મહેનત કરતાં હોય છે. તેમ છતાં સ્થૂળતાને કારણે 5માંથી 3 લોકો પરેસાન જોવા મળે છે. તેના કારણ અનેક હોય છે, જેમકે કલાકો સુધી એક જગ્યાએ બેસીને કરવાની જોબ, ખાણીપીણીની ખોટી આદતો, પ્રસુતિ પછીની સ્થૂળતા, કસરતનો અભાવ વગેરે. વધારે વજન પાછળનું કારણ કોઈપણ હોય તેનું સમાધાન આ રીતે તમે લાવી શકો છો.

– વેટ લિફ્ટિંગની મદદથી હાથ પરની ચરબી દૂર થાય છે. તેના માટે સૌથી પહેલાં જમીન પર મેટ પાથરીને પીઠના બળે સૂઈ જાવ. ત્યારબાદ ડમ્બલ ઉઠાવો અને હાથને ઉપરની તરફ ઉઠાવો. 5 સેકંડ પછી હાથને ફરીથી નીચેની તરફ લાવો અને એક બ્રેક લઈ ફરીથી આ કસરત કરો.

– પુશઅપ પણ ચરબી ઓગાળવાનો શ્રેષ્ઠ રસ્તો છે, તેના માટે જમીન તરફ મોં રહે તે રીતે સૂવું. પછી હાથની મદદથી શરીરને જમીનથી ઉપર કરો અને થોડીવાર પછી નીચે કરો.

– વજન ઘટાડવા માટે સૌથી સરળ રસ્તો દોરડા કુદવાનો છે. બાળકો જેને રમત ગણે છે તે રમત રોજ તમે 40થી 50 વખત કરશો તો વજન ઝડપથી ઘટવા લાગશે. શરૂઆત ધીમે કર્યા પછી ઝડપ વધારવી.