3 સરળ સ્ટેપમાં આવી રીતે જાણો તમારૂ સિમકાર્ડ કોના નામે છે રજિસ્ટર્ડ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • 3 સરળ સ્ટેપમાં આવી રીતે જાણો તમારૂ સિમકાર્ડ કોના નામે છે રજિસ્ટર્ડ

3 સરળ સ્ટેપમાં આવી રીતે જાણો તમારૂ સિમકાર્ડ કોના નામે છે રજિસ્ટર્ડ

 | 7:58 pm IST

ઘણીવાર એવું થતું હોય છે કે, દુકાનદાર બીજા કોઈના નંબર પર આઈડી લગાવી દેતો હોય છે. આના કારણે તમારૂ સિમકાર્ડ બીજાના નામે રજિસ્ટર્ડ થઈ જતું હોય છે, જ્યારે બીજા કોઈનું સિમ તમારા નામે રજિસ્ટર્ડ થઈ જતું હોય છે. જેમની પાસે જુના સિમ હોય છે, તેમને પણ યાદ હોતું નથી કે, તેમને કોના નામે તે કાર્ડ લીધું હતું. એક સમય હતો કે, જ્યારે તમારૂ સિમ કોના નામે રજિસ્ટર્ડ છે, તે જાણવા માટે ઘણી મોટી પ્રોસેસમાંથી પ્રસાર થવું પડતું હતું. પરંતુ હવે આ કામ તમે બેથી ત્રણ મીનિટમાં ઘરે બેઠા-બેઠા કરી શકો છો.

આની ખબર તે કંપનીની મોબાઈલ એપથી લગાવી શકાય છે, જેનો નંબર તમે વાપરી રહ્યાં છે. આઈડિયા, એરટેલ, વોડાફોન, ડોકોમ બધી જ કંપનીની પોતાની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર મોજૂદ છે. આને ફ્રિમાં ડાઉનલોડ કરી શકાય છે. બધામાં સિમ ઓનરનું નામની જાણકારી મેળવવાની પ્રોસેસ એક જેવી જ છે. અમે અહી તમને એરટેલ સિમના ઓનરના નંબરની જાણકારી કેવી રીતે લેવી તે વિશે જણાવીશું.

આ છે ત્રણ સ્ટેપ
1. પ્લે સ્ટોરમાં જઈને સૌથી પહેલા My Airtel App ડાઉનલોડ કરી લો. એપ ડાઉનલોડ કર્યા બાદ કેટલીક પરમિશન માંગે તો તેને Allow કરી દો.

2. જ્યારે એપ તમારા ફોનમાં ઈન્સ્ટોલ થઈ જાય ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર અંદર એન્ટર કરવાનું રહેશે. જેવો જ તમે પોતાનો મોબાઈલ નંબર નાંખશો, તો તમારા મોબાઈલ પર એક OTP આવશે. તે ઓટીપી એપમાં નાંખી દો. આને નાંખ્યા બાદ તમારૂ એકાઉન્ટ ઓપન થઈ જશે.

3. હવે માય એરટેલ એપમાં સૌથી ઉપર લેફ્ટ સાઈડમાં કોર્નર ઉપર ત્રણ લાઈનો દેખાઈ રહી હશે. તે તમારી પ્રોફાઈલ છે. તે પ્રોફાઈલમાં સિમકાર્ડ જેના નામે રજિસ્ટર્ડ હશે તેનું નામ લખેલું જોવા મળી જશે. નામ સાથે નંબર પણ લખેલું જોવા મળશે.