3 Former Congress MLAs likely to be inducted in Goa cabinet
  • Home
  • Featured
  • ભાજપમાં ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આંટો, પેરાશુટ નેતાઓને મળશે આ ઈનામ

ભાજપમાં ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આંટો, પેરાશુટ નેતાઓને મળશે આ ઈનામ

 | 12:03 am IST

ગોવામાં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા બળવાખોર વિધાનસભ્યોને ઇનામના રૂપમાં પ્રધાનપદ મળી શકે છે. મળતા અહેવાલ મુજબ સત્તાધારી ભાજપમાં જાડાયેલા કોંગ્રેસના ત્રણ અસંતુષ્ઠ વિધાનસભ્યો સહિત ચાર વિધાનસભ્યોને શનિવારે રાજ્ય પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવશે. ગોવાના કુલ 15 વિધાનસભ્યો પૈકી વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકરના નેતૃત્વમાં કોંગ્રેસના 10 વિધાનસભ્યો બુધવારે ભાજપમાં જોડાયા હતા.

ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના 10 વિધાનસભ્યોએ મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત સાથે દિલ્હી જઈને ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી હતી. તમામ વિધાનસભ્ય શુક્રવારે ગોવા પાછા ફર્યા છે. જોકે મુખ્યપ્રધાન સાવંત ગોવામાં ચાલી રહેલી ખનન પ્રવૃત્તિ અંગે ચર્ચા કરવા દિલ્હીમાં રોકાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2018માં આપેલા આદેશને પગલે ગોવામાં ખનન પ્રવૃત્તિ પર પ્રતિબંધ લાગેલો છે.

ભાજપના ટોચના વર્તુળોએ જણાવ્યું હતું કે 10 પૂર્વ કોંગ્રેસી વિધાનસભ્ય પૈકી 3 અને વિધાનસભાના ઉપાધ્યક્ષ માઇકલ લોબો શનિવારે પ્રધાન પદના શપથ લેશે. જેમને પ્રધાનપદ મળવાના છે તેમના નામ જાહેર નથી થયા. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના 10 વિધાનસભ્યોને ભાજપમાં સામેલ કરવા લોબોએ સમજાવ્યા હતા. ચાર વિધાનસભ્યોને પ્રધાન બનાવવા મુખ્યપ્રધાન સાવંત ચાર પ્રધાનોને કેબિનેટમાંથી દૂર કરશે. તેમાં મહદંશે ભાજપના સહયોગી પક્ષોના સભ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન