3 Gujarati young man Kidnapped in Malaysia, Family are Disturb
  • Home
  • Gujarat
  • મલેશિયા ગયેલા ત્રણ ગુજરાતી યુવકોના જીવ ખતરામાં, પરિવારજનો ચિંતાતુર

મલેશિયા ગયેલા ત્રણ ગુજરાતી યુવકોના જીવ ખતરામાં, પરિવારજનો ચિંતાતુર

 | 4:57 pm IST

આણંદ જીલ્લના ત્રણ યુવકો એક એજન્ટ મારફતે આજથી એક વર્ષ પહેલા રોજગારી માટે અનેક સપનાઓ સજાવીને મલેશિયા ગયા હતાં. પરંતુ તેમને મલેશિયા જવાનું ભારે પડ્યું છે.

આ ત્રણેય ગુજરાતી યુવકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ યુવકોનું એક કારમાં અપહરણ કરવામાં આવ્યું છે. જેને લઈને પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે.

આજથી એક વર્ષ પહેલા આણંદ જીલ્લાના ત્રણ યુવકો રોજગારી અર્થે મલેશિયા ગયા હતાં. મલેશિયામાં સારી નોકરી કરી ઘર -પરિવારને મદદ કરવાના સપના સેવી તેમણે વ્હાલુ વતન છોડી હજારો કિલોમીટર અજાણ્યા પંથકમાં જવાની હિંમત કરી હતી. તેઓ એક એજન્સ મારફતે વિદેશ ગયા હતાં.

 મલેશિયામાં 3 ગુજરાતી યુવકોને બનાવાયા બંધક

પરંતુ આજે ત્રણેય ગુજરાતી યુવકોને મલેશિયામાં બંધક બનાવવામાં આવ્યા છે. ત્રણેય યુવકોને કારમાં બંધક બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જોકે બંધક કેમ બનાવવામાં આવ્યા તેની કોઈ જ જાણકારી હજી સુધી હાથ લાગી નથી. કે કોઈ પણ પ્રકારની ખંડણી માંગવામાં આવી હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

આ ત્રણેય યુવકો કઈ સ્થિતિમાં છે તેની પણ કોઈ જ માહિતી મળી નથી. આ ત્રણેય યુવકોના અપહરણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળતા જ પરિજનો ચિંતામાં મુકાયા છે. પરિવારજનોમાં રીતસરનો ફફડાટ પેઠો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન